મરણ નોંધ
પારસી મરણ
બમન નસરવાનજી બચા તે જરૂ બમન બચાના ધણી. તે મરહુમો નસરવાનજી અને આલામાઈ બચાના દીકરા. તે બેહેરાજ નોઝર કોલાહ અને જેસમીન ફીરદોસ બચાના બાવાજી. તે ફીરદોસ ફરેદુન બચા તથા મરહુમ નોઝર તેહેમુરસ કોલાહના સસરાજી. તે સાવક તથા મરહુમો સોલી અને રૂસી બચાના ભાઈ. તે રોકસન અને કયનાઝ નોજર કોલાહ અને અનોશ ફીરદોસ બચાના મમાવાજી. તે મરહુમો પેસ્તનજી અને ગુલામાઈ તમપાલના જમાઈ. (ઉં. વ. ૮૬) રે. ઠે.: શામરાવ વિઠ્ઠલ બૅંકની સામે, ૫ જ્યોતિ મહેલ, ૧૩ સ્લેટર રોડ, ગ્રાન્ટરોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: ૩૦-૧૧-૨૩ના બપોરે ૩.૪૫ વાગે નારીયેલવાલા અગિયારી દાદરમાં છેજી.
જેરુ પરવેઝ આંટિયા (ઉં. વ. ૮૪) તા. ૨૯-૧૧-૨૩એ ગુજરી ગયા છે. તે પરવેઝના વાઈફ. મરહુમ ધન અને મરહુમ જાલના દીકરી. એરિકના મધર, લામિયાના સાસુ, ઝેન અને કેરિનાના ગ્રેન્ડ મધર. ઉઠમણું તા. ૩૦-૧૧-૨૩ના બપોરે ૩.૪૦ વાગ્યે.