પારસી મરણ
પીલુ નેવીલ ભરૂચા તે મરહુમ નેવીલ દોસુ ભરૂચાના વિધવા. તે ગેવ નેવીલ ભરૂચાના માતાજી. તે મરહુમો રતી તથા દીનશૉ હતારીયાના દીકરી. તે મરહુમ બખ્તાવર દીનશૉ હતારીયાના બહેન. તે મરહુમો ઝીની તથા દોસુ ભરૂચાના વહુ.(ઉં. વ. ૭૬) રે. ઠે. ફલેટ નં.૬૦૩, ૬ઠ્ઠે માળે, નામદાર હાઉસ, હીલ રોડ, બાંદ્રા પોલીસ સ્ટેશન સામે, બાંદ્રા (પ.), મુંબઇ:૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૮-૧૧-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, તાતા અગિયારી, બાંદ્રામાં થશેજી.