મરણ નોંધ

હિંદુ મરણ

કપોળ
ડેડાણવાળા હાલ મુંબઈ સ્વ. પદમાબેન શામજીભાઈ ગોરડિયાના પુત્ર અનિલભાઈ (ઉં.વ. ૬૪) તે સ્વ. બિપીનભાઈ, ગીતાબેન નીતિનભાઈ ચિતલિયા તથા કિરણભાઈના ભાઈ. હર્ષાબેન નરેન્દ્રભાઈ ગોરડીયાના દિયર. કૌશલ, રોહિણી તથા ડોલીના કાકા. મોના, મુક્તિ તથા ઉમંગના મામા. ૧૫/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
વંથલી હાલ બોરીવલી સ્વ. હરિલાલ પરષોત્તમ મીઠાણીના ધર્મપત્ની ગં. સ્વ. ચંદનબેન (ઉં.વ. ૯૦) તે ૧૬/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે કમલેશ, યોગેશ તથા રીટા કીર્તિ દેસાઈના માતુશ્રી. કલ્પના તથા સ્નેહાના સાસુ. સ્વ. ચુનીલાલ, સ્વ. મહાસુખલાલ, સ્વ. મણીબેન, સ્વ. સમરતબેનના ભાભી. સ્વ. નરોત્તમભાઈ, વિપિનભાઈ, સ્વ. શરદભાઈ, સ્વ. સવિતાબેન, સ્વ. ભાનુબેન, કુંજલતાબેન તથા સ્વ. નીલાબેનના બહેન. પ્રાર્થનાસભા ૧૭/૯/૨૩ના ૫ થી ૭. ગિરધરિલાલ મુન્શીલાલ જૈન સભાગૃહ જન સહકારી બેન્કની ઉપર, ચામુંડા સર્કલ, શાંતિનાથ દિગંબર દેરાસરની સામે. બોરીવલી વેસ્ટ

હાલાઈ ભાટીયા
જામનગર નિવાસી તુલસીદાસ નારણદાસ રામૈયા (ઉં.વ. ૮૧) તે સ્વ. હેમલતાબેનના પતિ. તેઓ સ્વ. રામકુવરબેન તથા સ્વ. નારણદાસ મુળજીભાઈ રામૈયાના સુપુત્ર. તે સ્વ. નારણદાસ ગોરધનદાસ સંપટ (મુંબઈ)ના જમાઈ. તે ધિરેનભાઈ તથા જીજ્ઞાબેનના પિતાશ્રી તથા કાજલ રામૈયા, હિતેષભાઈ આશરના સસરા, તા. ૧૫/૯/૨૩ (શુકવાર)ના શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બેસણું તા. ૧૭/૯/૨૩ રવિવારના ૫:૦૦ થી ૫:૩૦. પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે.

ઔદિચ્ય સહસ્ત્ર સાઠા બ્રાહ્મણ
રાયગઢ નિવાસી હાલ મીરા રોડ ભાવનાબેન શુકલ (ઉં.વ. ૬૨), તે ગિરીશ કુમાર બાલકૃષ્ણ શુકલના ધર્મપત્ની. તે દિશાના માતૃશ્રી. તે સ્વ. શારદાબેન નવીનચંદ્ર ભટ્ટ (રણાસણ)ના સુપુત્રી તથા મનોજભાઈ તથા રશ્મિબેન અમરીશકુમાર ગોરના મોટાબહેન. તે કિરણબેન ભટ્ટના નણંદ. જીતના ફઈબા, તા. ૧૫/૯/૨૩ના શુક્રવારના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૭/૯/૨૩ના ૩ થી ૫. શ્રી સ્વામિનારાયણ મંદિર (બીએપીએસ), પહેલો માળ, સેક્ટર ૧૦, શાંતિનગર, મીરા રોડ (ઇસ્ટ). તેમની પિયર પક્ષની પ્રાર્થનાસભા સાથે જ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ભાવનગરી મોચી
મોરચુપણા હાલ અમદાવાદ ભીખાભાઇ નાનજીભાઇ ચોહાણના ધર્મપત્ની અ. સૌ. મંજુલાબેન ચોહાણ (ઉં. વ. ૬૫) તા. ૧૫-૯-૨૩ શુક્રવારના રામચરણ પામેલ છે. તે ભરત, રાકેશ, હરેશ, સુમીત્રાના માતુશ્રી. તે દક્ષાબેન, રેખાબેન, હિનાબેન, પંકજકુમાર, મકનજીભાઇ સરવૈયાના સાસુ. તે ઉમણીયાવદરવાળા સ્વ. ચકુરભાઇ તથા ભુપતભાઇ, મથુરભાઇ, રાઘવભાઇના બેન. તેમનું બેસણું તા. ૧૭-૯-૨૩ના રવિવારે ૪થી ૬. ઠે. માલી સમાજની વાડી, ઇન્ડિયા કોલોની, બાપુનગર, અમદાવાદ તેમની ઉત્તરક્રિયા તા. ૨૫-૯-૨૩ના સોમવારે રાખેલ છે, અમદાવાદ મુકામે.

ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
સરડોઇ હાલ દહીંસર અ. સૌ. સ્મિતાબેન ગોર (ઉં. વ. ૬૧)તે ભરતભાઇ પ્રહલાદજી ગોરના ધર્મપત્ની. તે પિનાંકભાઇ અને અ. સૌ. મીરાબેનના માતુશ્રી. અ. સૌ. રીમાબેન અને નીરવકુમાર ઠાકરના સાસુમા. ગં. સ્વ. તારાબેન પ્રહલાદજી ગોરના વહુ. મહેશભાઇ, વીણાબેન દિપકકુમાર ભટ્ટ, હંસાબેન જન્મેજય જોશી અને મુકેશભાઇના ભાભી. ટીંટોઇવાસી સ્વ. ગોદાવરીબેન રમણલાલ મૂળશંકર ભટ્ટના દીકરી તા. ૧૫-૯-૨૩ના શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૭-૯-૨૩ના રવિવારે ૫થી ૭. ઠે. પ્રબોધન ઠાકરે હોલ, ૧લે માળે, એ-વિંગ, સોડાવાલા લેન, બોરીવલી (પશ્ર્ચિમ).

કચ્છી લોહાણા
સ્વ. મંગળદાસ કાનજી પલણનાં ધર્મપત્ની રૂક્ષમણીબેન (ઉં. વ. ૯૦) ગામ કચ્છ માંડવી હાલ મુલુંડ શનિવાર તા. ૧૬-૯-૨૩ના રામશરણ થયેલ છે. તે ધનજી વીરજી સોમૈયાના પુત્રી. તે કિશોર, ડો. રાજેશ, દર્શનાબેનનાં માતુશ્રી. તે ઉષાબેન, નિખીલભાઇના સાસુજી. તે વિકાસ અને સમીકાનાં દાદી. સોનમ અને વિશાલના નાનીમા. પ્રાર્થનસભા રવિવાર, તા. ૧૭-૯-૨૩ના કાલીદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મુલુંડ (વેસ્ટ), ૪થી ૬. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે

કચ્છી ભાનુશાલી
ભા. હરિદાસભાઇ (શંકરલાલ) ઠાકરશીભાઇ પ્રાગજીભાઇ દામા કચ્છ ગામ ઉસ્તીયા હાલ મલાડ (ઉં. વ. ૮૧) તા. ૧૫-૯-૨૩ના ઓધવશરણ પામેલ છે. માતા-પિતા: સ્વ. ભચીબેન સ્વ. ઠાકરશીભાઇ, ધર્મપત્ની: પુરબાઇ, પિતરાઇ ભાભી-ભાઇ : સ્વ. ગંગાબાઇ સ્વ. જેરામભાઇ પરસોતમભાઇ પરિવાર, સ્વ. ગંગાબાઇ સ્વ. પેરાજભાઇ મુરજીભાઇ પરિવાર. પુત્રવધુ-પુત્ર: હેમલતાબેન ભાણજીભાઇ મલાડ, મિતલબેન દયારામભાઇ ઘાટકોપર, અંજનાબેન દિપકભાઇ વસઇ, તેજલબેન ભરતભાઇ ઘાટકોપર, દીકરી જમાઇ: મંજુલાબેન રણછોડભાઇ પ્રધાનભાઇ નંદા બાલાચોડ, ગં. સ્વ. વીરબાઇ હરજીભાઇ ખજુરીયાભાઇ મંગે બુટ્ટા. ગંગાબેન શંભુરામભાઇ બુધિયાભાઇ મંગે ધનાવાડા. સાસરા પક્ષ: સ્વ. ગોવિંદભાઇ પદમશીભાઇ ગજરા છાડુરા.

કપોળ
ગામ સિહોર હાલ રાજકોટ સ્વ. નીરૂપમા તથા સ્વ. મુકેશભાઇ શાંતિલાલ મહેતાના સુપુત્ર રવિભાઇ (ઉં. વ. ૪૦) તા. ૧૪-૯-૨૩ના ચાયના મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે પ્રાંશું તથા હીયાના પિતાશ્રી. ક્રીના બ્રીજેશભાઇ માંડવિયાના ભાઇ. સ્વ. પુષ્પાબેન ધીરજલાલ , ગં. સ્વ. નીલાબેન કિરીટભાઇ, સ્વ.મીનાક્ષી મહેન્દ્રભાઇ, નીતાબેન પંકજભાઇ તથા ગં. સ્વ. ઉર્મિલાબેન ચંદ્રકાંત મહેતાના ભત્રીજા. મોસાલ પક્ષે મદનલાલ પારેખના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઇડર પીપાવંશી દરજી
મૂળગામ (સાબરકાંઠા) ચોરીવાડ હાલ કલ્યાણ અમૃતભાઇ કોદરભાઇ દરજી (ઉં. વ. ૭૬) મંગળવાર, તા. ૧૨-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નિર્મળાબેનન પતિ. તે ગિરીશભાઇ, દિપકભાઇના પિતાશ્રી. તે મિનાક્ષીબેન, મનિષાબેનના સસરા. તે ક્રિશ, ધ્રુવ, પૂરવ અને પલકના દાદા. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૭-૯-૨૩ના ૪-૩૦થી ૫-૩૦. ઠે. માતૃશ્રી શ્યામબાઇ લોહાણા મહાજનવાડી, સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ, કલ્યાણ (પ).

સોરઠિયા દરજી
મૂળ ગામ ગોંડલ હાલ મીરા રોડ દર્શનાબેનના પતિ હસમુખભાઇ નારણદાસ ચાવડા (ઉં. વ. ૬૩) તા. ૧૪-૯-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ધીરુભાઇ મોહનભાઇ ચાવડા અને સુરેન્દ્રભાઇ નારણદાસ ચાવડાના નાનાભાઇ. તે ભારતીબેન, તારાબેનના દિયર. તથા કિરણ, અમિત, પિયુષના પપ્પા. તે મનીષા, લીડયા, ભાવેશકુમારના સસરા. તે ઉન્નતિ, ત્રિશા, હેતના દાદા. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૭-૯-૨૩ના ૫થી ૬. નિવાસ સ્થાને: એ-૨, ૨૦૬, ન્યુ તુલસી ટાવર, મીરા ભાયંદર રોડ, ન્યુ કિંગ કોર્ટ હોટેલની બાજુમાં, મીરા રોડ (પૂર્વ).

નવગામ ભાટીયા
વાંકાનેર નિવાસી હાલ મુંબઇ અશ્ર્વિનભાઇ (ઉં. વ. ૭૪) તે સ્વ. કિશોરીબેનના પતિ. તે સ્વ. શાંતાબેન જગજીવનદાસ ઉદેશીના પુત્ર. તે અ. સૌ. શીતલ અને અંકિતના પિતાશ્રી. તે હર્ષદ દિલીપ સંપટના સસરા. ચિ. ધ્યેયાના નાના. તે કુમુદબેન, સ્વ. સરોજબેન, સ્વ. દિનેશભાઇ, ચંદાબેન, દમયંતીબેન અને ચંપાબેનના ભાઇ. તે અશોકભાઇ, પરેશભાઇ અને મીતાબેન પદમશી ઉદેશીના બનેવી શનિવાર, તા. ૧૬-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ચુલા પર રોટલી સેકતો જોવા મળ્યો સ્પાઇડર મેન Virat Kohliના આ ડિફરન્ટ ડિફરન્ટ લૂક જોયા કે? છઠ્ઠો લૂક જોઈને તો ફીદા થઈ જશો તમે… Sensorineural hearing lossના આ છે લક્ષણો અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી