પારસી મરણ
મેહરા દાદી સોરાબજી દુબાશ તે મરહુમો અલામાઈ અને દાદાભાઈના દીકરી. તે મરહુમો સોલી, એમી અને મેહેલીના બહેન. (ઉં.વ. ૯૧). રહેવાનું ઠેકાણું: ૫૩/૫૪, મેહેરાદાદ, ૫૪ કફ પરેડ, પ્રેસિડન્ટ હોટલની સામે, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૫.
બેપસી જીમી શેઠના તે મરહુમ જીમી મીનોચહેર શેઠનાના ધનીયાની. તે મરહુમો એમીમાય તથા જહાંગીરજી તવડીયાના દીકરી. તે અનાહીતા તથા દીલનારના માતાજી. તે નીશીથ તથા હનોઝના સાસુજી. તે હોમાય તવડીયાના બહેન. તે કીરતાના તથા મેહેરઝાદના મમઈજી. (ઉં.વ. ૬૬). રહેવાનું ઠેકાણું: એ. એચ. વાડીયા બાગ કો. ઓપ. હાઉસિંગ સો., બિલ્ડીંગ નં. ૩, રૂમ નં. ૨૨, ૫મે માળે, પરેલ ટેંક રોડ, મુંબઈ-૪૦૦૦૩૩.
રોશન અદી પટવા તે મરહુમ અદી ફરામજી પટવાના ધણીયાની. તે મરહુમો કુંવરબઈ તથા સાવકશાહ દેબુના દીકરી. તે વીરાફ, કેરસાસ્પ તથા દારાયસના માતાજી. તે કેશમીરા, સનોબર તથા મેહેરનાઝના સાસુજી. તે બુરઝીન, હનોઝ, જેહાન તથા તરોનીશના બપઈજી. તે મરહુમો હીરાબાઈ તથા ફરામજી પટવાના વહુ. (ઉં.વ. ૯૪). રહેવાનું ઠેકાણું: શક્તિ સદન સી. એચ. એસ. લી., બ્લોક નં. બી-૩૧, લેમિંગ્ટન રોડ, ગ્રાંટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૬. ઉઠમણાંની ક્રિયા તા. ૨૭-૧૦-૨૩એ બપોરના ૦૩.૪૫ વાગે મેહેલ્લા પટેલ અગિયારમાં છેજી. (ગ્રાંટ રોડ – મુંબઈ).
તેહમસ્પ સોરાબ ખારેગાત તે મરહુમો જરીન તેહમસ્પ ખારેગાતના ધણી. તે મરહુમો ધન અને સોરાબ ખારેગાતના દીકરા. તે ફરહાદ અને ધન વનચુના બાવાજી. તે અદીતયા વનચુના સસરાજી. તે વેદાન્ત અને રીયાનના બપાવાજી. તે મરહુમો પીલુ અને જાલ ચોકસીના જમાઈ. (ઉં.વ. ૯૦). રહેવાનું ઠેકાણું: એ-૧૨, ખુશરૂ બાગ, શહીદ ભગતસિંગ રોડ, ઈલેક્ટ્રિક હાઉસ પાસે, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા તા. ૨૭-૧૦-૨૩ બપોરે ૩.૪૫ વાગે કોલાબાની કરાની અગિયારીમાં છેજી.