પારસી મરણ
પોલી કૈખશરૂ એલાવીયા (ઉં. વ. ૯૪) તે મંગળવાર તા ૮-૧૦-૨૪ના પારસી વોર્ડ જે.જે. હોસ્પિટલમાં ગુજર પામ્યા છે. જેમનું રવાન ડુંગરવાડી પર લાવવામાં આવ્યુ છે. જે કોઈ સગાવાલા કે મિત્રો આ રવાન તાબામાં લેવામાં માંગતા હોય તો નીચે આપેલ નંબરો પર કોલ કરવા વિનંતી. ૮૫૯૧૨ ૪૪૫૨૬ / ૮૩૬૯૪ ૬૦૩૩૬. જો કોઈ આ રવાન તાબામાં નહીં લેશે તો પેપરમાં આવ્યાના ૪૮ કલાકની અંદર પારસી પંચાયતના હસ્તક દોખ્મેનશીન કરવામાં આવશે. દાવો કરનારા સગાવાલા કે મિત્રોને વિનંતી છે કે નીચે જાણ કરેલ મુજબ ડોક્યુમેન્ટ લાવવાનાં રહેશે. (૧) આધાર કાર્ડ. (૨) પાસપોર્ટ સાઈઝના બે ફોટો.
મેહર બરજોર સીધવા તે બરજોરના ધનિયાની તે ખુશરૂના માતાજી. તે તનાઝના સાસુજી. તે કાયરા ને અવીના ના બપઈજી. તે મરહૂમો સુના કેખશરૂ દસ્તુરના દીકરી. તે સોલી તથા મરહૂમ સીલ્લુના બહેન. (ઉં.વ. ૮૧) રે.ઠે: તરનર રોડ, એસ.વી. રોડ, ફ્લેટ નં. ૧૦, લેડી રતન તાતા બિલ્ડિંગ નં.૩, બાંદ્રા (વે). મુંબઈ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૧-૧૦-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે ઉપરની ભાભા નં. ૨, બંગલીમાં ડુંગરવાડી.
સીલ્લું રોહિનતન પતેલ તે રોહીનતનના ધન્યાની. તે મરહૂમો પેરીન દોસાભાઈ નેતરવાલાના દીકરી. તે ફરઝાદ ને હનોઝના માતાજી. તે મોનાઝ ને ઝીલનાઝના સાસુજી. તે યોહાન ને ઝાઈરાના બપઈજી. તે શીરન ના માસી. (ઉં.વ. ૭૪) રે.ઠે: ૧૦૦૮, ૧૦ માળ, બી વિંગ, બ્લોસમ દોસ્તી એંકર, એનટોપ હિલ, વડાલા, મુંબઈ ૪૦૦૦૩૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૦-૧૦-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે ઉપરની હોડીવાલામાં ડુંગરવાડી પર.