મરણ નોંધ

પારસી મરણ

પરસી ફરહાદ બહમાની તે ઝરીનના ધની. તે મરહૂમો ખારમેન ફરહાદ બહમાનીના દીકરા. તે દિલાવર ને નાતાશાના પપા. તે શેરેઝાદને સમીરના સસરા. તે રુસ્તમ ને મોનાઝના ભાઈ. તે જેહાન ને કારાના બપાવા. (ઉં.વ. ૭૦) ખારમેન વીલા, ગોલવદ રોડ, રાઈગાવ નગર, ઝેડ. પી. સ્કૂલ, દાહણું (ઈસ્ટ) ૪૦૧૬૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૪-૧૦-૨૦૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે. મઝગાંવ પતેલ અગ્યારીમાં છેજી.
ઓસતા હોરમઝ કેકી પરભુ તે મરહુમો ઓસતી ખોરશેદ ઓસતા કેકી પરભુના દીકરા. તે ઓસતા શાહઝદ ને ઓસતા રુશાદના પપા. તે કેરોલના સસરા. તે બેહનાઝ ને ઓસતા મહેરવાનના ભાઇ. તે ઓસતી અયેશાહ એરવદ કૈરાસના કાકા. તે તરોનીશ, દેલના ને બી તુઝારના માસા. (ઉં. વ. ૬૭) રે. ઠે. ધનવીલા, માલકમ બાગ, જોગેશ્ર્વરી, (વે), મુંબઇ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૪-૧૦-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે માલકમ બાગ, અગિયારીમાં છેજી.
આરમઇતી ગયોમર્દ કાથાવાલા આરમઇતી ગયોમર્દ કાથાવાલા ને ગયોમર્દ મીનું કાથાવાલાના ધણીયાની. ખોજસ્તે ગયોમર્દ કાથાવાલા તેમ જ મરહુમ ઉરવકસ ગયોમર્દ કાથાવાલાના માતાજી. મરહુમ પરીન તથા મરહુમ રૂસ્તમજી એદલજી કોલાહના દીકરી. તે મરહુમ મીનુ હીરાજી કાથાવાલા તથા બકતાવર કાથાવાલાના વહુમાય. અદલ રૂસ્તમજી કોલાહ તથા વીરા ફિરોઝ દસ્તુરના બહેન. આઝમીન ખોજસ્તે કાથાવાલાના સાસુજી. થીયા ખોજસ્તે કાથાવાલાના બપઇજી. (ઉં. વ. ૭૦) રે. ઠે. એમ-૨૩, નવરુઝ બાગ, ડો. એસ. એસ. રાવ રોડ, લાલબાગ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાની ક્રિયા : તા.૪-૧૦-૨૪ના દિને બપોરે ૩.૪૦ વાગે, લાલબાગ અગિયારીમાં છેજી.
ડો. કેકી હોરમસજી ગરડા તે મરહુમ આવાનના ખાવીંદ. તે મરહુમો હોરમસજી તથા રતનબાઇ ગરડાના દીકરા. તે મરહુમો કૂમી કે. વોર્ડન ને જર રતન કાવસ માનેકના ભાઇ. તે દારયસ રતન કાવસ માનેક, પરસી રતન કાવસ માનેક ને માહારૂખ મુરાદ ઉમરીગરના મામા. (ઉં. વ. ૯૫) રે. ઠે. ગરડા હાઉસ, ૬ઠે માળે, ૪૮ હીલ રોડ, બાંદ્રા (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૦.
કેતી કુવર મીસ્ત્રી મરહુમ કુવરના ધણિયાની. તે મરહુમો ધનમાય નરીમાન પીતરના દીકરી. તે ઝરીન, તનાઝ ને ખુશરૂના માતાજી. તે મરહુમ મીનુના બહેન. (ઉં. વ. ૯૭) રે. ઠે. સી-૧૯, ખુશરૂ બાગ, ૧લે માળે, કોલાબા, એસ.બી.સિંગ રોડ, મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા : તા. ૫-૧૦-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે બનાજી લીમજી અગિયારીમાં છેજી.
દો અસપી માનેક મહેતા તે પરવીનના ધનીયાની. તે મરહુમો મની માનેક મહેતાના દીકરા. તે હેકતર ને કૈનાઝના દીકરા. તે સનોબરના સસરા. તે શીરીન ને ઝાઇના બપાવા. તે મરહુમો કુમી રુસી મરોલીયાના જમાઇ. (ઉં. વ. ૭૭) રે.ઠે. રુસ્તમ બાગ, ડી, બ્લોક, રૂમ નં.૮, સંત સાવતા માર્ગ, ભાઇખલા-મુંબઇ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા તા. ૪-૧૦-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે ઉપરની બેનેટ નં-૬માં ડુંગરવાડી પર.
ધનજી પીરોજશા દારૂવાલા તે મરહુમ કેતીના ધની. તે મરહુમ પીરોજશાના દીકરા. તે જીમીના પપા. તે આયેશાના સસરા. તે ડોલી તથા મરહુમો નરીમાન ને મીનુના ભાઇ. તે ઝીયાન ને ઝોએના બપાવા. ઝકસીસના માસા. (ઉં.વ.૮૯) રે. ઠે. ૪૪-એફ, બાટલીવાલા વીલા સ્લેટર રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા : તા. ૪-૧૦-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે મીઠાઇવાલા અગિયારી, ગ્રાન્ટ રોડ, મુંબઇ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button