પારસી મરણ
રોશન મીનોચેર રાનદેરિયા તે મરહૂમો ભીખુ મીનોચેર રાનદેરિયાના દીકરી. તે ફીરોઝ ને ફ્રેનીના બહેન. તે અકશય ને અશનીના માસી. તે આબાનના ભાભી. તે મરહૂમો ફરોખ હોરમસ હીરજીકાકા ને દીના ફરોખ હીરજીકાકાના ભાનેજ. તે નીરવાન ને વિદુરના ગ્રેના. (ઉં.વ.૮૭) રે.ઠે. નાજુ મેનોર, ઓલિવર રોડ, રેકલમેશન કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૩-૯-૨૦૨૪ના દિને બપોરે ૩.૪૦ વાગે કરાની અગ્યારીમાં છેજી.
પરવીઝ દારાયસ મિસ્ત્રી તે મરહૂમ દારાયસના ધન્યાની. તે મરહૂમો રતી કૈખશરુ મારશેલના દીકરી. તે કેરસી ને હોરમઝના માતાજી. તે રોશની ને હુતોકશીના સાસુજી. તે ફલી તથા મરહૂમો અદી ને હોમાયના બહેન. તે જેનીફર, હોશેદર, કયઝીનના બપઈજી (ઉં.વ. ૮૨) રે.ઠે. ૬૬-બી, મોતીવાલા મેનશન, ચોથે માળે, એ.કે. મારગ, ગોવાલીયા ટેંક, મુંબઈ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૪-૯-૨૦૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે ઉપરની ભાભા નં-૧માં ડુંગરવાડી.