પારસી મરણ
નાજુ થ્રેતોન દારૂવાલા તે મરહૂમ થ્રેતોન મીનોચહેર દારૂવાલાનાં વિધવા. તે મરહૂમો પુટલામાય તથા રૂસ્તમજી નસરવાનજી અંકલેસરીયાના દીકરી. તે નોશીર તથા મરહૂમો રતન ને રોડા પેસી અમરીયાનાં બહેન. તે મરહૂમો ફેણી તથા મીનોચહેર દારૂવાલાનાં વહુ. તે મેહેર રતન ભરૂચાનાં ભાભી. તે રોડા નોશીર અંકલેસરીયાનાં નણંદ. (ઉં.વ. ૮૪) રે. ઠે: ૬૪૮, કાકા બિલ્ડિંગ, ફીરદોશી રોડ, પારસી કોલોની, દાદર (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તારીખ: ૬.૯.૨૦૨૪ના રોજ બપોરે ૩.૪૦ કલાકે રૂસ્તમ ફરામની અગિયારી, દાદર.
પરવીઝ હોમી બગવાદીયા તે હોમીના ધણીયાણી. તે નીલુફર, પ્રોચી ને ઝુબીનના માતાજી. તે મરહુમો જાલામાય તથા રુસ્તમજી દારુવાલાના દીકરી. તે દારા, હોસી, ગુલચેર તથા મરહુમ કાવસના બહેન. તે સિદ્ધાન્ત, મુસકાન, વાહબીઝ, દાનેશના મમઈજી. તે ઉર્વકસ, પરીનાઝના બપઈજી. તે ડોલી ને હોમાયના ભાભી. (ઉં.વ. ૭૯). રહેવાનું ઠેકાણું: સી-૨૮, કોન્ટ્રાકટર બાગ, માહીમ, મુંબઈ-૪૦૦૦૧૬.
વલસાડ
મીનુ સોરાબજી મોબેદજી (ઉં.વ. ૮૨) તા. ૩૧-૮-૨૪એ ગુજરી ગયા છે. તે મરહુમ એરવદ સોરાબજી અને મરહુમ ઓસ્તી તહેમીના મોબેદજીના દીકરા. મરહુમ નોશીરના ભાઈ. અસ્તાદ અને મરહુમ રુઝબેહના કાકા. દાનેશ, વાહિસ્તા, શાહવીરના અંકલ.