મરણ નોંધ
પારસી મરણ
માનેક નોશીર કાસદ તે મરહૂમ નોશીર બેજનજી કાસદના વિધવા. તે મરહૂમો દિનામાય તથા જહાંગીરજી જમશેદજી દુમસીયાના દીકરી. તે મરહૂમો પેરીન, જમશેદજી, મેહરુ ને ડોલીના બહેન. તે અદી, હોમાય, આંવા, એમી, દીનાઝ, ટેમટન, ફરીદા, પરવેઝ, પેરીન, જંગુ ને સાયરસના નેવ્યુ. (ઉં.વ. ૯૦) ૫એ/૨, સાલસેટ પારસી કો.ઓ.હા.સોસાયટી, પંમ્પ હાઉસ રોડ, મનીશ પાર્કની પાછળ, અંધેરી (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૯૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૮-૫-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે મુંબઈ ડુંગરવાડી પર વાડિયા બંગલીમાં.