પારસી મરણ
જહાંગીર હોરમસજી રાંન્દેરીયા તે દિલનવાઝ જહાંગીર રાંન્દેરીયાના ખાવીંદ. તે ફ્રયોઝ ને રોહાનના પપ્પા. તે મરહુમો રતી તથા હોરમસજીના દીકરા. તે ક્રીસટીના એફ. રાંન્દેરીયાના સસરાજી. તે હુતોક્ષી દારા મિસ્ત્રી તથા મરહુમ બેપ્સી મીનુ ગાદીવાલાના ભાઈ. તે શાહનામીના ગ્રેન્ડ ફાધર. (ઉં.વ. ૭૧) ઠે: ૧૧/૫, મોદી બિલ્ડિંગ, ૧લે માળે, રૂમ નં. ૫, ગામડિયા કોલોની, તારદેવ, ગ્રાન્ટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૦૪-૦૪-૨૦૨૪ને ગુરુવારના દિન બપોરે ૦૩.૪૦ કલાકે. દાદર મધે રૂસ્તમ ફરામ અગ્યારીમાં.
ફ્રેની જહાંગીરજી અંકલેશ્ર્વરીયા તે જહાંગીરજી રૂસ્તમજી અંકલેશ્ર્વરીયાના ધણીયાની. તે મરહુમો રતી તથા નરીમાન પટેલના દીકરી. તે મીનાઝના માતાજી. તે વાશીમ ખાનના સાસુજી. તે રોશન ડાલી કુપર તથા કેશ્મીરા કેરશી કરકરીયાના બહેન. તે અમાન, આલીયાના ગ્રેન્ડ મધર. (ઉં.વ. ૭૨) ઠે: બ્રોડવે એવેન્યુ, એ-૧૪-૪૧, જાગીડ કોપ્લેક્ષની સામે, મીરારોડ (ઈ) થાને- મહારાષ્ટ્ર-૪૬૧૧૦૭.
કેટી રતન મેહતા તે મરહુમ રતન એચ. મેહતાના વાઈફ. તે મરહુમો રતનમાય તથા એરચશાહ પસ્તાકીયાના દીકરી. તે જાલુ પસ્તાકીયાના બહેન. તે મરહુમ બહાદુર ને જરૂના કઝીન. તે કેશ્મીરા, એલીન, રયોમંદ, આખબાન, પરસીસ, મહેરઝાદ, વિસ્પી તથા મરહુમો રોહિન્ટન, કેરમાન ને દારાયશના માસી. (ઉં.વ. ૮૯) ઠે: દલાલ એસ્ટેટ, ક્યુ બ્લોક, ફ્લેટ નં. ૪, લેમીન્ગટન રોડ, મુંબઈ સેન્ટ્રલ, મુંબઈ-૪૦૦૦૦૮.
હોશંગ પીરોજશાહ બિલ્લીમોર્યા તે મરહુમો તેહમીના તથા પીરોજશાહના દીકરા. તે મેહેરનોશ, અસ્પી ને મરહુમ રોહિન્ટનના ભાઈ. તે બેઝાદ ને ડેલનાઝના કાકા. તે માહરૂખ તથા મરહુમ ડીનાઈફરના જેઠ. (ઉં.વ. ૬૩) ઠે: ૭/૯ રૂસ્તમ બાગ, ૪થે માળે, સંત-સાવટા માર્ગ, ભાયખલા (પૂ), મુંબઈ- ૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૦૫-૦૪-૨૦૨૪ના બપોરે ૩.૪૫ વાગે.
રોશન મીનુ ઈરાની તે મરહુમ મીનુ ફરેદુન ઈરાનીના વિધવા. તે મરહુમો દોલત તથા અસ્પનદીયાર ફોલાદીના દીકરી. તે મરહુમો શીરીન રશીદ ઈરાની તથા ફરેદુનના વહુ. તે આરમયતી એસ. ઈરાની ને ફરેદુન એમ ઈરાનીના મમ્મી. તે તોબન ફરેદુન ઈરાની ને શેરીયાર આર ઈરાનીના સાસુજી. (ઉં.વ. ૮૬) ઠે: એલફીન ગ્રુપ, માલકમ બાગ, ફલેટ નં. ૧૫, બી.ઈ.એસ.ટી. બસ ડેપોની સામે, જોગેશ્ર્વરી (પ.) મુંબઈ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૦૫-૦૪-૨૦૨૪ને બપોરે ૩.૪૦ કલાકે. જોગેશ્ર્વરી માલકમ બાગ મધે અગ્યારીમાં કરવામાં આવશે.
રહોડા કૈખાશ્રુ પટેલ, તે કિશિનના પતિ. તે મરહૂમ દિના અને મરહૂમ કૈખાશ્રુના પુત્ર. તે સંજીવના પિતા. તે સંગીતાના સસરા. તે સૂમ્હેર અને સૌમ્યાના ગ્રાન્ડ ફાધર. તે વીરા અને મરહૂમ રોહિન્ટનના ભાઈ. તે મોલિનાના અંકલ. તે મરહૂમ વિષ્ણાદેવી અને મરહૂમ દિનદયાળના જમાઈ. (ઉં.વ. ૮૨).