પારસી મરણ
બાનુ અસ્પી લંગરાના તે અસ્પી ફરામરોજ લંગરાના તથા મરહુમ નરગીસ અસ્પી લંગરાનાના દીકરી. તે ફરામરોજ અને નેવીલ અસ્પી લંગરાના અને ગુલશન દરીયન કાવસમાનેકના બહેન. તે જેહાન એફ. લંગરાના ના ફઈજી. (ઉં.વ. ૪૮). રહેવાનું ઠેકાણું: ૪/૩૪, એ. એચ. વાડીયા બાગ, પરેલ ટેન્ક રોડ, મુંબઈ-૪૦૦૦૩૩. ઉઠમણાંની ક્રિયા તા. ૨૨-૩-૨૪ના બપોરે ૩.૪૫ વાગે ઓલબ્લેસ બંગલીમાં છેજી.
ડો. ફરામ દીનશા દસ્તુર તે શેહેરનાજ ફરામ દસ્તુરના ધણી. તે મરહુમો ખોરશેદ અને દીનશા દસ્તુરના દીકરા. તે યસમીન અરશાદ દસ્તુર અને મરહુમ હોરમજદ ફરામ દસ્તુરના બાવાજી. તે અરશહાદ પરવેજ દસ્તુરના સસરાજી. તે આલુ જાલ હીરજીબેઢીનના ભાઈ. જે જહાન અને વરૂન દસ્તુરના બપાવાજી. (ઉં.વ. ૮૯). રહેવાનું ઠેકાણું: ફલેટ નં. ૪/૧, યુ બ્લોક, ખુશરૂબાગ, ભગતસિંહ રોડ, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા તા. ૨૧-૩-૨૪ના બપોરે ૩.૪૫ વાગે હોડીવાલા બંગલીમાં છેજી.
અસ્પી શાપુરજી ઈરાની તે મરહુમો મેહેરબાઈ તથા શાપુરજી ઈરાનીના દીકરા. (ઉં.વ. ૭૯). રહેવાનું ઠેકાણું: એફ. એસ. પારૂખ ધર્મશાલા, ૩૪ હ્યુજીસ રોડ, ઓલ્ડ ખરેઘાટ કોલોની, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા તા. ૨૧-૩-૨૪એ બપોરના ૦૩.૪૫ વાગે ગોદાવરા અગિયારીમાં છેજી.