મરણ નોંધ

પારસી મરણ

નાવારસ
જાલ માનેકશા એલાવ્યા (ઉં. વ. ૮૪) રે. ઠે. એનેક્ષ રૂમ. નં. ૧, આંબાવાડી, મલબાર હીલ, મુંબઇ-૬. જેઓ તા. ૨૬-૯-૨૩ના મુંબઇ મધે ધી બી. ડી. પીટીટ પારસી જનરલ હોસ્પિટલમાં ગુજરી ગયા છે. જેમનું કોઇ પણ સગાસંબંધી નથી. જો કોઇ પણ તેમનું સગા-સંબંધી કે ફ્રેન્ડ હોય તો તેઓ મુંબઇ ડુંગરવાડી પર (૧) ડ્ઢ ૯૧ ૯૫૯૧૨ ૪૪૫૨૬. (૨) ડ્ઢ ૯૧ ૮૩૬૯૪ ૬૦૩૩૬ પર સંપર્ક કરશો. જો કોઇ પણ સગા-સંબંધી કે ફ્રેન્ડ નહીં મળશે તો તેમના રવાનને મુંબઇ ડુંગરવાડી પર મુંબઇ પારસી પંચાયતના હસ્તકે લઇને દોખ્મેનશીન કરવામાં આવશે.

અદી મેરવાનજી મોવજી (ઉં. વ. ૮૬) તા. ૨૬-૯-૨૩એ ગુજરી ગયા છે. તે મરહુમ સુના અને મરહુમ મેરવાનજીના દીકરા. મરહુમ રુસીના ભાઇ. નતાશા અનોશ વાડિયા અને રુશના ખોરઝાદ મહેતાના અંકલ. ઉઠમણું : તા. ૨૭-૯-૨૩ના બપોરે ૩-૪૦ વાગ્યે.

મેહેરનોશ હોશંગ સંતોક તે મરહુમો સુનામાય તથા હોશંગ સંતોકના દીકરા. તે મરહુમ પરવીન સાયરસ પંથકીના ભાઇ. તે સાયરસ દારબશા પંથકીના સાલાજી. તે પીનાઝ તથા અદી પંથકીના મામાજી. તે વહીશતા અને તીયા પંથકીના મોટા મામાજી. (ઉં. વ. ૭૨) રે. ઠે. બિલ્િંડગ નં. ૬૯૪, ૧લે માળે, રૂમ નં. ૪, દીનશા માસ્તર રોડ, દાદર પારસી કોલોની, મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૭-૯-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે વાડયાજી આતશ બેહરામ, પ્રિન્સેસ સ્ટ્રીટમાં થશેજી.

જેરુ મીનુ મિસ્ત્રી (ઉં. વ. ૯૨) તા. ૨૬-૯-૨૩એ ગુજરી ગયા છે. તે મરહુમ મીનુના વાઇફ. રુસી અને સેનામ માસ્ટરના દીકરી. ઝેસસ, ખુશરુ, શેરનાઝ, આદિલના મધર. પરીઝાદના સાસુ. યોહાન, અલીશા, સાન્યા, નતાશા, જેમી, પ્રિયા, જોનજોન, લીઝી, અનુષ્કા, નકિતા, ઇવા, નિકોના દાદી. ઉઠમણું તા. ૨૮-૯-૨૩ના બપોરે ૩-૪૦ વાગ્યે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button