પારસી મરણ | મુંબઈ સમાચાર

પારસી મરણ

આલુ જીવનજી સીધવા તે મરહુમો ઓસ્તી દીના તથા એરવદ જીવનજી સીધવાના દીકરી. તે મરહુમો એરવદ રૂસી જે. સીધવા તથા નરગીશ ૨. મોવદાવાલાના બહેન. તે મરહુમ રૂસ્તમ તી. મોવદાવાલાના સાલીજી. તે પરસીસ પરસી બાતલીવાલા તથા યઝદી આર. મોવદાવાલાના માસીજી. તે પરસી મીનુ બાતલીવાલાના માસી સાસુ. તે આફ્રીન તથા ચેરાગ બાતલીવાલા તથા ખુશનાઝ પરસી બાતલીવાલાના ગ્રેન માસીજી. (ઉં. વ. ૯૩) ઠે. ૧-૯ કોન્ટ્રેકટર ચાલ, દાદોજી કોનડેવ માર્ગ, ભાયખલા (પૂ.), મુંબઈ-૨૭. ઉઠમણાંની ક્રિયા: ૧-૨-૨૪ના રોજે, બપોરે ૩-૪૦ કલાકે મેવાવાલા અગિયારી, ભાયખલામાં થશેજી.
કુમી બરજોર કુપર તે મરહુમ બરજોર સોરાબજી કુપરનાં ધનીયાની તે મરહુમો સુનામાય તથા જમશેદજી ગાંધીના દીકરી. તે નેનસી બુરઝીન આગા તથા કઈનાઝ બરજોર કુપરના માતાજી. તે બુરઝીન જહાંગીર આગાના સાસુજી. તે ડૉ. નોશીર ગાંધી તથા મરહુમો કેકી અને ડો. દારા ગાંધીના બહેન. તે શાઝનીન તથા આઝમીન બુરઝીન આગાના મમુઈજી. (ઉં. વ. ૮૧) ઠે. વાચ્છા ગાંધી બિલ્ડીંગ નં. ૧, ૨જે માળે, ગામદેવી, બાબુલનાથ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાની ક્રિયા: ૨-૨-૨૪એ બપોરના ૩-૪૫ વાગે ભાભા બંગલી નં.-૧માં છેજી. (ડુંગરવાડી- મુંબઈ)

Back to top button