પારસી મરણ | મુંબઈ સમાચાર

પારસી મરણ

બેહરામ ખોદાદાદ ઈરાની તે મરહુમો ખોરશેદ તથા ખોદાદાદ ઈરાનીનાં દીકરા. તે શહેનાઝ, કેટી, દીલશાદ, દીનાઝ ઈરાની તથા મરહુમ રોહીન્ટન ઈરાનીનાં ભાઈ. તે રૂસ્તમ ઈરાની, શાઝનીન દાસ, શાહઝાદ તથા રૂહી મોરેનાં મામાજી. (ઉં.વ. 72) ર.ઠે. એફ/50, માનીક મોતી, ઓફ યારી રોડ, પંચ માર્ગ, વરસોવા, અંધેરી-(વેસ્ટ), મુંબઈ-400061. ઉઠમણાંની ક્રિયા: 06.01.24એ બપોરનાં 3.45 વાગે, મેહેલ્લા પટેલ અગિયારીમાં છેજી. (ગ્રાંટરોડ-મુંબઈ).
બેહરોઝ હોમી બામબોટવાલા તે મરહુમ હોમી બામબોટવાલાના ધનીયાની. તે મરહુમો મેહેરબઈ તથા ફીરોજશાહ મઉડાવાલાના દીકરી. તે કેકી દેહનુગરાનાં કઝીન તથા પરસી મઉડાવાલા તથા પેસી આરીઆ તથા આદીલ મીસ્ત્રીના કઝીન. તે મરહુમ બહાદુરનાં બહેન. (ઉં. વ. 92) ઠે. નારીયેળવાલા બિલ્ડીંગ, 1લે માળે, સ્ટેશન રોડ, માહીમ (વે), મુંબઈ-400016. ઉઠમણાની ક્રિયા: 7-1-24એ બપોરના 3-45 વાગે. ભાભા બંગલી નં. 1માં છેજી. (ડુંગરવાડી- મુંબઈ).

Back to top button