મરણ નોંધ

પારસી મરણ

એમી બોમન કુપર તે બહમન નવરોઝજી કુપરનાં ધણિયાની. તે મરહુમો ફ્રેની તથા ફરેદુન દાજીનાં દીકરી. તે ઝીનીયા શ્રોફ તથા ઝુબીન કુપરનાં માતાજી. તે રયોમંદ શ્રોફનાં સાસુજી. તે મહારૂખ આંતીયા તથા મરહુમ દીનશાહ દાજીના બહેન. તે નાદીર દાજી તથા નાઝનીનનાં ફૂઇજી. (ઉં. વ. ૮૮) રે. ઠે. ૬૨૧ ખુશ વીલ્લા, ખરેઘાથ રોડ, પારસી કોલોની, દાદર, મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૩૧-૧૨-૨૩ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, રૂસ્તમ ફ્રામના અગિયારી, દાદરમાં થશેજી.
પરવીઝ દાદાભાઇ અદગરા તે મરહુમ દાદાભાઇ રૂસ્તમજી અદગરાના ધનિયાની. તે મરહુમો મેહરામાય તથા પીરોજ શાહ પાવરીના દીકરી. તે મરહુમો મનીજેર તથા રૂસ્તમજી અદગરાના વહુ. તે હીરા બહેરામ નરીમાનના કાકીજી. તે પરવીન અદી પાવરી તથા મરહુમો પેરીન સોહરાબ પાવરી તથા મોતી પરસી પટેલના કઝીન.(ઉં. વ.૯૩) રે.ઠે. ફલેટ નં.૦૦૧, ગ્રાઉન્ડ ફલોર, આનંદ પેપીલોન, કો.ઓ. સોસાયટી ક્રોસ રોડ નં-૩, સેફલ બિલ્ડિંગ, આઇ.સી. કોલોની, બોરીવલી (વે), મુંબઇ-૪૦૦૧૦૩. ઉઠમણાની ક્રિયા: તા. ૩૧-૧૨-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, ભાભા-૨ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
ખોદાબકસ બહેરામ રસ્તાગરી (ઉં. વ. ૭૨) તા. ૨૭-૧૨-૨૩એ ગુજરી ગયા છે. તે પરવાનાના હસબન્ડ. મરહુમ મહેરબાનુ અને મરહુમ બહેરામના દીકરા. દારાયસના ફાધર. મોતી, પરવાના, હોમાઇ, પરિચેરના ભાઇ. મરહુમ કેટી અને મરહુમ મેરવાનના જમાઇ. ઉઠમણું : તા. ૨૮-૧૨-૨૩ના બપોરે ૩-૪૦.
જમાસ જમશેદ મસ્વા (ઇરાની) (ઉં. વ. ૭૩) તા. ૨૪-૧૨-૨૩એ ગુજરી ગયા છે. તે મરહુમ હોમાઇ અને મરહુમ જમશેદના દીકરા. રૂસ્તમ, નીલોફર, મરહુમ બહેરામ, દિનાઝ, મરહુમ શિરીન, કૈકોબાદના ભાઇ. બેનાઝ, રકશીન, તેહેમતન, કેનાઝના અંકલ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker