મરણ નોંધ

પારસી મરણ

વિલી નસરવાનજી કામા તે મરહુમો બાનુ તથા નસરવાનજીના દીકરી. તે હોરમસજી તથા મરહુમ મંચેરજીના બહેન. તે જહાંગીરના ફોઇ (ઉં.વ.૭૨) રે. ઠે. ફલેટ નંબર-૭, ફિરપોશ, ૪૭-એ, ભુલાભાઇ દેસાઇ રોડ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૮-૨૦૨૩ના બપોરના ૨-૩૦ કલાકે. ઠે. વરલી પ્રેયર હોલમાં છેજી, વરલી.
કુમી માનેક કાંગા તે મરહુમ માનેકના ધનિયાની. તે મરહુમો મીની તથા દારા હાથીરામના દીકરી. તે ઝુબીન તથા પોરસના માતાજી. તે કોમલ તથા શીરાઝ કાંગાના સાસુજી. તે મરહુમ કેરસી હાથીરામના બહેન. તે અનમોલ તથા એરવદ કીઆનના બપઇજી. (ઉં. વ. ૮૭) રે. ઠે.૩, વાઘલા કુપર બિલ્ડિંગ, ૧લે માળે, ખેતવાડી, ૧૨મી લેન, ઓ. હોટેલ બલવાસની સામે, ગ્રાન્ટ રોડ, (ઇ). મુંબઇ-૪૦૦૦૦૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૮-૨૩ના બપોરનાં ૩-૪૫ વાગે, મેહેલ્લા પટેલ અગિયારીમાં છેજી. (ગ્રાન્ટરોડ, મુંબઇ).
રૂઝવા જહાંગીર માસ્ટર તે રોશન રૂઝવા માસ્ટરના ખાવીંદ. તે મરહુમો ગુલજાર તથા જહાંગીર માસ્ટરના દીકરા. તે મેહેર તથા અરીઝના બાવાજી. તે નવાઝ તથા અરનાવાઝ માસ્ટરનાં સસરાજી. તે મરહુમો બાનુ તથા વીરાના ભાઇ. તે મરહુમો પુતલી તથા હોશંગના જમાઇ. (ઉં. વ. ૮૯) રે. ઠે. ૬૦૮, જ. વીલા, જામે જમશેદ રોડ, પારસી કોલોની, દાદર (ઇસ્ટ). મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૮-૨૩ના બપોરના ૩-૪૫ વાગે, રૂસ્તમ ફરામના અગિયારીમાં છેજી. (દાદર-મુંબઇ).
કેરફેગર ફિરોઝ દેબુ તે મરહુમો પેરીન તથા ફિરોઝના પુત્ર. તે ફરીદા અને અનાહિતાના ભાઇ. તે એરિક, અરનેઝ અને બર્જિસના મામા. (ઉં. વ.૬૫) રે. ઠે. ૬૨૬, એડનવાલા બિલ્ડિંગ, ફલેટ નં. ૪, હોમા વઝીર રોડ, પારસી કોલોની, દાદર (ઇસ્ટ), મુંબઇ: ૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૮-૨૩ના બપોરના ૨-૩૦ કલાકે. પ્રેયર હોલ, વરલીમાં છેજી.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker