મરણ નોંધ
પારસી મરણ
મેકી જહાંગીરજી બાગવાલા તે મરહુમો શેરામય તથા જહાંગીરજીના દીકરી. તે ધન ડોશુ કરકરીયા, ડોલી દારા દોટીવાલા, હોશી, વિરાફ ને મરહુમ જીમીના બહેન. તે વિસ્પી, કયોમર્ઝ, આશીશ, નેવીલ ને યઝદીના માસી. તે રયોમંદ, નીલુફર, માઝરીન, માહતાબ ને પિકીના ફઈજી. તે કેટી, ફરીદા ને દિનાસના નરન. તે મરહુમો દારા દોટીવાલા તથા ડોશુ કરકરીયાના સાલી. (ઉં.વ. 87) રે.ઠે. ઈ/26, ગોદરેજ બાગ, ઓફ નેપ્યનસી રોડ, મુંબઈ-400026. ઉઠમણાંની ક્રિયા: 7-4-24ને બપોરે 3.40 કલાકે મુંબઈ, ડુંગરવાડી પર વાડિયા બંગમીમાં.