જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઉમરાળા હાલ મુલુંડ સ્વ. મણીલાલ છગનલાલ શાહના સુપુત્ર હસમુખભાઈ (ઉં. વ. ૭૮) તા. ૨૦-૧૦-૨૩ના શુક્રવારે સ્વર્ગવાસ થયેલ છે. તે નયનાબેનના પતિ. ચિંતન – દિપાલીના પિતા. કેતકી બાવડ અને નિશાંત પટેલના વડાસસરા. અરવિંદ, સ્વ. અશોકભાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. પ્રવિણભાઈ, વિરેન્દ્રભાઈ, જયંતભાઈ, સરોજબેન કુમારવાળ દોશીના ભાઈ. અમૃતલાલ ગોપાળજી શાહ પાલીતાણાવાળા (અમદાવાદ)ના જમાઈ. તેમની બંને પક્ષની ભાઈઓ તથા બહેનોની સાદડી તારીખ ૨૨-૧૦-૨૩ને રવિવારે ૩ થી ૬. ઠે: બાલાજી એસી હોલ, પુરુષોતમ ખેરાજ એસ્ટેટ, જ્ઞાન સરિતા સ્કૂલ પાસે, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુન્ડ (વે).
કચ્છી ગુર્જર જૈન
ગામ કચ્છ ભુજ હાલે ચેન્નાઇ સંદીપ કાંતિલાલ શાહ (ઉં.વ.૫૭) શુક્રવાર, તા. ૨૦-૧૦-૨૩ના ચેન્નાઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કાંતિલાલ હંસરાજ શાહ તથા સ્વ. શ્રીલાબેનના પુત્ર. તે હેમાંગના મોટાભાઇ. તે ડોલીના જેઠ. તે લીના નેત્રપાલ શાહ તથા નિશા ભરત મહેતાના ભાઇ. તે પરજના કાકા. લૌકિક વ્યવહાર બંધ છે.
વેરાવળ દશા શ્રીમાળી જૈન
હાલ સાંતાક્રુઝ સ્વ. પ્રભુદાસ કરમચંદ શાહના સુપુત્ર જયંતીલાલ (ઉં. વ. ૮૪) તે સ્વ. નિર્મળાબેનના પતિ. તે નૈનેશ, સુનિલ, દિપેશના પિતા. તે કામીની, નીતા, શીતલના સસરા. તે સ્વ. નેમીદાસ મદનજી શાહના જમાઇ. તે સ્વ. માલતીબેન, સ્વ. જયબાળાબેન, સ્વ. હેમલતાબેન, સ્વ. હેમેન્દ્રભાઇ, સ્વ. મધુબેનના ભાઇ. તા. ૨૧-૧૦-૨૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વાસા બાવચંદભાઇ ધરમશીભાઇ ચોગઠવાળા હાલ ભાવનગર મહેન્દ્રભાઇના ધર્મપત્ની ઇન્દુમતીબેન (ઉં. વ. ૭૨) શનિવાર, તા. ૨૧-૧૦-૨૩ના અવસાન પામેલ છે. તે પ્રકાશભાઇ, હિતેશભાઇ તથા દિનેશભાઇ, પુષ્પાબેન, સુશીલાબેન તથા ઇલાબેનનાં ભાભી. તે હિના, ધર્મિષ્ઠા, પ્રજ્ઞાના જેઠાણી. તે તવલેશ, રેખાબેન કેતનકુમાર, બિન્દુબેન સંકેતકુમાર તથા જીજ્ઞાબેન આશિષકુમારનાં માતુશ્રી. તે દિપાલીના સાસુ. તે સંઘવી પ્રભુદાસભાઇ પ્રેમચંદ વડીયાવાળાનાં દિકરી. સાદડી તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બત્રીસી સમાજ જૈન
કૈલાસબેન શાહ (ઉં. વ. ૮૮) તા. ૨૧-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. ભરતભાઇના ધર્મપત્ની. હેમેન અને દીપાના માતુશ્રી. રક્ષા અને તુષારભાઇના સાસુ. સ્વ. વિમળાબેન નગીનદાસના પુત્રી. જીનેશભાઇ અને સુરેશભાઇ કોઠારીના ભાભી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. ૪૦૧-એ, ચંદનબાળા, રતિલાલ ઠક્કર માર્ગ, મલબાર હિલ, મુંબઇ-૪૦૦૦૦૬.
ઘોઘારી દશા શ્રીમાળી જૈન
ગારીયાધાર હાલ ભાવનગર ઇન્દુબેન હિંમતલાલ ભગવાનદાસ મહેતાના સુપુત્ર દિપકભાઇ (ઉં. વ. ૭૪) તે કૌશલ, કાજલ, ઉપેશકુમાર શાહ, સેજલ કુનીલકુમાર સલોતના પિતાશ્રી. તે નાથુભાઇ, મધુકરભાઇ, અરવિંદભાઇ, ભૂપતભાઇ, પ્રવીણભાઇ તથા હિનાબેન પ્રમેશકુમાર ફાફડીયા તથા ઉલ્લાસબેન પ્રફુલભાઇના ભાઇ. તથા શ્ર્વસુર પક્ષે કેશવલાલ હરજીવનદાસ મહેતાના જમાઇ તા. ૧૩-૧૦-૨૩ શુક્રવારના ભાવનગર મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબડી હાલ કાંદિવલી નીતીનભાઇ હિંમતલાલ ખંધારના ધર્મપત્ની ધર્મિષ્ઠા (ઉં. વ. ૭૧) તા. ૨૧-૧૦-૨૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે કેતન, રૂપા, ડોલી તથા અમિના માતુશ્રી. તે હિતેશકુમાર મહેતા, દેવાંગકુમાર શાહ, મિહિરકુમાર શાહ તથા હિનાના સાસુ. તે વિણા સુરેશકુમાર, ગં. સ્વ. નલીની હસમુખરાય, સ્વ. જતીનભાઇ હિંમતલાલના ભાભી. તે પિયરપક્ષે સ્વ. કનકરાય છોટાલાલ, ગં. સ્વ. સુશીલાબેન હસમુખરાય, સ્વ. નિર્મળાબેન, જસવંતરાય, સ્વ. વસુમતિબેન ભાસ્કરરાયના બહેન. તે દેવાંગ, દિપા, જય, રોમીલ, માહી, પ્રિયાન, નિશી તથા વંશના નાની-દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોથારાના દેવરાજ સાવલા (ઉં. વ. ૭૯) ૧૯-૧૦ના નાઈજીરીયામાં અવસાન પામેલ છે. કેશરબાઇ ધારશી કાનજીના પુત્ર. હાલાપરના મુલબાઇ માલશી ઉમરશીના જમાઇ. સુશીલાના પતિ. કલ્પેશ, ભારતી, મિતાના પિતા. ધનજી, હરખચંદ, વિનોદ, કસ્તુર, શાંતાના ભાઇ. પ્રાર્થના દિન પાછળથી જણાવવામાં આવશે. ઠે. કલ્પેશ દેવરાજ, ૩-૪-૨૨૩, ૩૦૭, એમ.એચ.ટાવર્સ, કાચીગુડા, હૈદરાબાદ – ૫૦૦૦૨૭.
ફરાદીના અ.સૌ. ચંચળબેન તલકશી દેવજી ગાલા (ઉં. વ. ૭૨) ૧૮-૧૦-૨૩ના બેંગ્લોરમાં અવસાન પામેલ છે. ખેતબાઈ દેવજીના પુત્રવધૂ. તલકના પત્ની. જીગ્નેશ, નીલના માતુશ્રી. ના. તુંબડી રતનબેન કુંવરજી હંસરાજ છેડાની પુત્રી. હસમુખ, લાછબાઈ, ચુનડી જેન્તીલાલના બેન. પ્રા.: શ્રી માટુંગા ક. મૂ. શ્ર્વે. જૈન સંઘની શ્રી નારાણજી શામજી વાડી, પહેલે માળે, ભાઉદાજી રોડ, માટુંગા (ઈ.). ટા. ૪ થી ૫.૩૦ નિ.: તલકશી ગાલા, ટી-૩, ૪થે માળે, ક્રેસેન્ટ ક્લાસિક એપાર્ટ. ૧૩ મો મેઈન રોડ, બેંગ્લોર-૫૬૦૦૭૬.
મેરાઉ ના રમણીકલાલ ખીમજી ફુરીયા (ઉં. વ. ૮૫) તા. ૧૯-૧૦-૨૩ના અવસાન પામેલ છે. ઉમરબાઇ ખીમજીના પુત્ર. સરલાના પતિ. લીનેશ, મીતા, શીતલના પિતા. ભાવીન, કેવીન, મોક્ષ, નિયતી, આયુષીના નાના.પ.પૂ.સા. શ્રી ભદ્રગુણાશ્રીજી મ.સા., માવજી, મણીલાલ, સાકરબાઇ, તારાબેનના ભાઈ. માપર ખેતબાઇ દામજી ગડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. લીનેશ ફુરિયા, ૧૦૧, ઓમ શંભુ નિવાસ, કેબિન ક્રોસ રોડ, ભાયંદર (ઈ).
કાંડાગરાના શ્રી મોરારજી (લક્ષ્મીચંદ) મેઘજી છેડા (ઉં. વ. ૮૭) તા. ૧૯-૧૦-૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. માતુશ્રી લાછબાઈ મેઘજી છેડાના પુત્ર. મંજુલા (જયા)ના પતિ. અમર (રાજુ), કિરણ, જયોતિના પિતાશ્રી. પત્રીના અમૃતબેન જયંતિલાલ ગાલાના ભાઈ. કોડાયના માતુશ્રી કસ્તુરબેન કાનજી આસધીરના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અમર છેડા: બી-૫૦૫, નીલ શીલ અપાર્ટમેન્ટ, લજપતરાય રોડ, વિલેપાર્લા (વે.).
ઝાલાવાડી શ્ર્વે મુ. પુ. જૈન
ધ્રાંગધ્રા, હાલ મુંબઈ ભરતભાઈ ભોગીલાલ દોશી (ઉં. વ. ૬૧) તે સ્વ. મધુબેન તથા સ્વ. ભોગીભાઈ ચતુરદાસ દોશીના પુત્ર. સ્વ. રમેશભાઈ, સુરેશભાઈ, તથા ભાવનાબેન ગીરીશભાઈ મશ્કરીયાના ભાઈ. શિયાણી નિવાસી માણેકલાલ પોપટલાલ વોરાના ભાણેજ. ૨૦/૧૦/૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાધનપુર તીર્થ જૈન
કનૈયાલાલ પૂનમચંદ શેઠ તથા રંભાબેનના સુપુત્ર, જ્યોતિબેનના પતિ. કપડવંજ નિવાસી પદ્મકાંત ચીમનલાલ ગાંધીના જમાઈ તથા સંદીપભાઈ, અલકાબેન, સુનીતાબેન, સ્વપ્નાબેનના બનેવી. અમીતભાઈ (ઉં. વ. ૬૭) તા.૨૦/૧૦/૨૦૨૩ના સ્વર્ગસ્થ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સ્થા જૈન
અમરેલી, હાલ કોલકત્તા જ્યોત્સ્નાબેન અમૃતલાલ હેમાણી (ઉં. વ. ૮૫) તે ૧૮/૧૦/૨૩ના અરિહંત શરણ પામેલ છે. તે રાજેશભાઈ, અતુલભાઈ, નિપુલભાઈ, ભાવનાબેન કિરીટભાઈ શેઠના માતુશ્રી. મધુબેન, ભાવિનીબેન તથા રૂપલબેનના સાસુ. શીતલ અગરવાલ, નિકિતા જૈન, પ્રતીક, દર્શિન, નિરાલી, હર્ષ, સલોનીના દાદી. ગોંડલ નિવાસી સ્વ. પોપટલાલ જીવરાજ કામદારના પુત્રી. કિશોરભાઈ, નગીનભાઈ કામદારના બહેન.