મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
દેશલપુર (કંઠી)ના ચંદનબેન સાવલા (ઉં.વ. 74)ના 20/9ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. લખમીબેન નાનજી મોનજીના પુત્રવધૂ. જેઠાલાલના પત્ની. નરેશ, મયુરના માતા. નવિનાર મમીબાઇ રામજી લખમશી છેડાના પુત્રી. કસ્તુરબેન, દિશાના પુષ્પાબેન અમૃતલાલ, ધનવંતી બાબુલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જેઠાલાલ નાનજી સાવલા, ખારી ફરીયો, દેશલપુર (કંઠી) તા. મુન્દ્રા, કચ્છ-370415.
બાડાના ગાંગજી કુંવરજી વિસરીયા (ઉં.વ. 74) તા. 22-9-23 ના બાડા મધે અવસાન પામેલ છે. સાકરબેન કુંવરજીના પુત્ર. ગુણવંતીના પતિ. મિતલ, જયેશના પિતા. કસ્તુર, પુષ્પા, વનીતા, હેમચંદ, ભૂપેન્દ્રના ભાઇ. લક્ષ્મીબેન પ્રેમજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. નિ. ગુણવંતી વિસરીયા, 102, કુણાલ એ., ઉદય શ્રી રોડ, ભાંડુપ (ઇ).
કચ્છ વાગડ સાત ચોવીસી ગુર્જર જૈન
ગામ લાકડીયા (કચ્છ)નાં હાલે ઘાટકોપર ભણશાલી મણીલાલ સુંદરજીના ધર્મપત્ની ગં. સ્વ. લિલાવંતીબેન શનિવાર તા. 23-9-23ના અરિહંતશરણ થયેલ છે. તે શૈલેષભાઇ દિપકભાઇ, નિરૂબેન મનસુખલાલ પારેખ, મિનાબેન અવંતીલાલ મોથારીયાનાં માતુશ્રી. કાંતીભાઇ, મોહનભાઇ, અનીલભાઇ, ચંચળબેન, મંજુબેનનાં કાકી. મહેતા જેવતલાલ મોતીચંદના દીકરી. સુધાબેન, અરુણાબેનનાં સાસુ. અપેક્ષા, નેહલ, પૂજન, પૂજાનાં દાદી. ભાવયાત્રા સોમવાર તા. 25-9-23ના 3-30થી 5. ઠે. કપોળ વાડી, એમ. જી. રોડ, ઘાટકોપર (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
જેતપુર હાલ પ્રભાદેવી અતુલ બાલુભાઇ દેસાઇના પત્ની રીટાબેન (ઉં.વ.66) અ. સૌ. રચના વિરલ ગાંધી અને અંકિતના માતુશ્રી. સ્વ. સુશીલાબેન બાલુભાઇ દેસાઇનાં પુત્રવધૂ. અ. સૌ. રાયનાનાં સાસુ. મીરાના નાની. સ્વ. ભારતીબેન દીનકરભાઇ પારેખની પુત્રી. તા. 9-9-23 શનિવારે, જર્મનીમાં અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 26-9-23ના મંગળવારે સાંજે 5થી 7. ઠે. નારાયણજી શામજી મહાજનવાડી, 1લે માળે, ભાઉદાજી રોડ, માટુંગા (સે. રે.) મુંબઇ-19. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…