મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી દશા શ્રીમાળી મુંબઈગરા વણિક જૈન
કુક્કડ (બુધેલ), હાલ ઘાટકોપર સ્વ. ઈશ્ર્વરલાલ ત્રીકમલાલ શાહ (બદડુક)ના ધર્મપત્ની ગં. સ્વ. પ્રભાવતી (ઉં. વ. ૯૨) બુધવાર, ૧૩-૧૨-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. પિયર પક્ષે પાલેજવાળા હિંમતલાલ ચંપકલાલ, ઈશ્ર્વરલાલ ચંપકલાલ, ચંદ્રાબેન સોલંકી, મંજુલાબેન કપાસીના બેન. તે શૈલેશભાઈ, વિનેશભાઈ, કિર્તીભાઈ, પ્રમોદીની કિશોરકુમાર, ભારતીબેન અરવિંદકુમારના માતુશ્રી. દક્ષા, વર્ષા, માધવીના સાસુજી. નેમીષ, હેમાંગ, ભાવીક, વત્સલ, વૈશાલી મેઘા, રૂચી તથા ખુશાલીના દાદી. પરાગ, મીતેષ ભાવીકા તથા રીધ્ધીના નાનીમાની પ્રાર્થનાસભા શનિવાર ૧૬-૧૨-૨૩ના ૩ થી ૫. પરમ કેસવબાગ, નવરોજી લેન, ઘાટકોપર (વે).
વિશા નિમા જ્ઞાતિ દેરાવાસી જૈન
મહુધા, જીલ્લો ખેડા (હાલ વાલકેશ્ર્વર) ગં. સ્વ. ભાનુબેન શંકરલાલ દોશી (ઉં. વ. ૬૩) તે જતીનભાઈ, અલકાબેન, સંગીતાબેનના માતુશ્રી. જયના બેન. નૈષધકુમાર, જયંતકુમાર શાહના સાસુ. પ્રિયાંકના દાદીમાં, કુણાલ, ઋષભ, વિનય, દર્શનના નાનીમા ૧૩-૧૨-૨૩ના મુંબઈ મુકામે અરિહંતશરણ પામ્યા છે. ભાવયાત્રા ૧૬-૧૨-૨૩, શનિવારના ૨ થી ૪. સરનામું: ધી બ્લાવટસ્કી લોજથિયોસોફીકલ સોસાયટી હોલ, ૨-એ, એ. આર. રાંગણેકર રોડ, ગામદેવી, મુંબઈ-૦૪.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ (હાલ ઘાટકોપર) સ્વ. શારદાબેન કાનજી શાહના પુત્રવધૂ શ્રીમતી નીર્મળાબેન (નીમુબેન) (ઉં. વ. ૭૬) તે ચંદ્રકાંતભાઈ શાહના ધર્મપત્ની ગુરુવાર, ૧૪-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે તુષાર, ભાવનાના માતુશ્રી. સાવરકુંડલાના સ્વ. નાથાલાલ ગોહરદાસ ગોડાની પુત્રી. હર્ષ, ખુશ્બુનાં દાદી. લૌકીક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સ્વ. રસિકલાલ નાનચંદ વાસાના ધર્મપત્ની હીરાબેન (ઉં. વ. ૯૨) તે જીતેન્દ્ર, સ્વ. કિરીટ, રેખા લલિતકુમાર દોશી, અંજના પંકજકુમાર શાહ, મીના યોગેશકુમાર શાહના માતુશ્રી. મીનલ, કલ્પનાના સાસુ. ભાવિકા વિશાલ, ખુશ્બુ નેમિશ, મૈત્રી- ભૂમિક, ક્રિના વિનીતકુમારના દાદી. પિયર પક્ષે સલોત ચુનીલાલ રતિલાલના દીકરી ૧૩-૧૨-૨૩ના સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ડુંગર, હાલ ડોંબીવલી દોશી છગનલાલ માધવજીના પુત્ર હર્ષદભાઈ (બાલાભાઈ) (ઉં. વ. ૭૩) મંગળવાર, ૧૨-૧૨-૨૩ના અવસાન પામેલ છે. હીરાબેનના પતિ. વિનુભાઈ, જયોતીબેન ધીરજલાલ, ભાવનાબેન સંજયકુમારના ભાઈ. સ્વ. ગૌરાંગ તથા હીના વિપુલકુમાર તથા શાહ (જાળીયાવાળા)ના પિતાશ્રી. વિપુલકુમાર તથા શીતલના સસરા. સસરાપક્ષે મગનલાલ ભાણજીભાઈ શાહ (બાબરાવાળાના) જમાઈ. બંને પક્ષની સાદડી રવિવાર, ૧૭-૧૨-૨૩ના ૨-૩૦થી ૪-૩૦ શ્રી સુવિધાનાથ દેરાસર ઉપાશ્રય હોલ, જગન્નાથ ફોમર્સ પ્લાઝાની સામે, ચાર રસ્તા પાસે, ડોંબીવલી (ઈ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડા (વીછી ફરીયા)ના વિનોદ વોરા (ઉં.વ. ૬૯) બિદડા ખાતે ગુરૂવાર, તા. ૧૪/૧૨ના અવસાન પામેલ છે. માતુશ્રી રાણબાઇ વસનજી (લખપતી) મેઘજીના સુપુત્ર. મધુબેનના વર. નયન, ડેનીના પિતાશ્રી. કાંતિલાલ સ્વ. જયંતિ, નિતીન, નવીનારના મીઠાબેન નાગજી, વડાલા મંજુલાબેન વસંત, સાડાઉ જયાબેન ચુનીલાલના ભાઇ. ગુંદાલાના કાનબાઇ જખુ આણંદના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ડેની વીનોદ વોરા, કોડાય નગર, આચોલે રોડ, નાલાસોપારા (ઇસ્ટ).
કોડાયના નેમચંદ શામજી હીરજી સાવલા (ઉ. ૭૬) ૧૪-૧૨ના અવસાન પામેલ છે. ભાણબાઇ શામજીના પુત્ર. મધુના પતિ. વલ્લભજી, નાગજી, લક્ષ્મી શાંતીલાલ, રેખા જયંતીલાલ, નિર્મલા કિશોર, રાયણ ચંચલ ખીમજી, ડોણ ચંપા લખમશી, તલવાણા સ્મિતા મુલચંદના ભાઇ. ધનવંતી જેઠાલાલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. રાજુ સાવલા, ૨/૧૧, શંકર સદન, ડીએકે રોડ, કિંગ્ઝ સર્કલ, મુંબઇ- ૪૦૦૦૧૯.
કુંદરોડીના મંજુલાબેન જાદવજી પાસુ છેડા (ઉ. ૮૦) તા. ૧૩-૧૨ના ટુંકી માંદગીથી અવસાન પામેલ છે. માતુશ્રી લાછબાઇ/પાંચીબાઇ પાસુ મુરજીના પુત્રવધુ. જાદવજીના પત્ની. યોગેશ, મીના, પ્રીતીના માતુશ્રી. પત્રી પાનબાઇ ડુંગરશી પદમશીના સુપુત્રી. નાનજી, કુસુમબેન (કેસર), તલકશી, સરોજ (સરલા)ના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. મંજુલા છેડા, એચ-૧, નેનશી કોટેજ, જૈન મંદિરની સામે, બોરીવલી (ઇ.).
ડોણના લીલાવંતી માવજી વોરા. ઉ.૮૩. તા. ૧૨-૧૨-૨૩ ના ડોણમાં અવસાન પામેલ છે. મકાબાઈ ચુનીલાલ ભારમલના પુત્રવધુ. માવજીના પત્ની. પિયુષ, ઉપેન્દ્ર, સ્વ.ભુપેન્દ્ર, શૈલેષ, તૃપ્તી, નવદીપ, કુંતલના માતા. ભારાપુર પાનબાઈ પુનશી નેણશીના પુત્રી. ડોણ જયા વેણીકલાલના બેન. યોગી સભાગૃહ, ગ્રા.ફલોર. દાદર (સે.રે.). ટા.૨ થી ૩.૩૦.
દેશલપુર (કંઠી) હાલે ડોંબીવલીના દામજી રામજી વરજાંગ દેઢિયા (ઉ.૮૪) તા. ૧૪/૧૨/૨૦૨૩ના અવસાન પામેલ છે. સ્વ. જેતબાઇ વરજાંગ મોનાના પૌત્ર. લક્ષ્મીબાઇ (ગંગાબાઇ) રામજી વરજાંગના સુપુત્ર. મણીલાલ, હરખચંદ, દિનેશ, કેશર, જયાના ભાઇ. નાની તુંબડીના તેજબાઇ મોણશી પદમશીના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ધીરેન મણીલાલ દેઢિયા, નીલમ નગર બિલ્ડીંગ નં. ૧૧/જે વિંગ, ૬૦૨, જૈન દેરાસરની બાજુમાં, ગવ્હનપાડા, મુુલુંડ (ઇસ્ટ).
દશા શ્રીમાળી જૈન
તોરી વળીયા હાલ બોરીવલી કાંતિલાલ માણેકચંદ દોશી (ઉં.વ.૯૦) તે સ્વ. જશવંતીબેનના પતિ. મિલન તથા નીરૂ (નિશા)ના પિતા. હિના તથા ચંદ્રેશ લાખાણીના સસરા. સોમચંદભાઈ, સ્વ. નાથાભાઈ, શાંતાબેન, લીલીબેન, કપૂરબેનના ભાઈ. તે તારાચંદ અંદરજી પારેખના જમાઈ. ૧૪/૧૨/૨૩ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઢસા નિવાસી હાલ વસઈ સ્વ. વિનોદરાય જગજીવનદાસ સંઘરાજકાના ધર્મપત્ની ગં.સ્વ. દિનાબેન (દિનબાળા), (ઉં.વ.૭૩), તા. ૧૪-૧૨-૨૦૨૩ ગુરૂવારના અરિહંતશરણ પામેલ છે. તે મનીષ, પ્રકાશ, સોનલ અતુલ , મમતા નિતીન, તેજલ ભાવેશના માતુશ્રી. તૃપ્તિબેન તથા રીનાબેનના સાસુ. કમીકેરાળા નિવાસી હાલ રાજકોટ મોહનલાલ ભુરાલાલ માટલીયાના પુત્રી. હસુભાઈ, અરૂણાબેન દેસાઈ, જ્યોતિબેન, અનીબેન શાહના બેન. જય, રુષભ, જાનવી તથા પ્રિયંકા પ્રિતેશકુમારના દાદી. પ્રાર્થનાસભા તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૧૬-૧૨-૨૦૨૩ને શનિવાર, ટાઈમ-૪ થી ૬, .
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
પાલીતાણા, હાલ બોરીવલી સ્વ. પ્રતાપરાય જાદવજી મહેતાના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ.૮૫) તારીખ ૧૪.૧૨.૨૦૨૩ને ગુરુવારના અરિહંતશરણ પામેલ છે, તે સ્વ. કિશોરભાઈ-હંસાબેન, જયસુખભાઇ- સરોજબેન, કળાબેન ભોગીલાલ, પુષ્પાબેન ચીમનલાલના ભાભી. તે પ્રફુલાબેન ધર્મેન્દ્રકુમાર ધામી, રીટાબેન દેવેન્દ્રકુમાર, રૂપાબેન દીપકકુમાર, કામિનીબેન મનોજકુમારના માતુશ્રી. પિયરપક્ષે સ્વ.બેચરદાસ ખોડીદાસ શાહ (ઠવી વાળા)ના દીકરી. તે નેહલ વિરલ , નિકિતા ઉમંગ ,રિદ્ધિ , ખુશી, મિત , દેવાંશના નાની. તેમના ભાવયાત્રા ૧૭/૧૨/૨૦૨૩ના રવિવાર, ૧૦. ૦૦ થી ૧૨. ૦૦. ફ્રેન્ડ બેન્ક્વેટ, જયવંત સાવંત રોડ, રૂસ્તમજી સ્કૂલ પાસે , દહિસર (વેસ્ટ)
દશા શ્રીમાળી સ્થા જૈન
ધ્રોલ, હાલ કલ્યાણ સ્વ. મુલચંદ મણિલાલ શેઠના પુત્ર વિપુલકુમાર (ઉં.વ.૬૫) તે ૧૦/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. સ્વ. કિશોર, સ્વ. ધીરેન, દિનેશ, ચંદના કિશોર મહેતા, સ્વ. જયશ્રી સુધીર ગાંધીના ભાઈ. સ્વ. લાભુબેન જગજીવનદાસ મોદીના જમાઈ. સ્વ. વિનુભાઈ, કિશોરભાઈ, પ્રવીણભાઈ, રંજનબેન ઇન્દુકુમાર બિલખિયા તથા વિલાસ નવનીતરાય ઘેલાણીના બનેવી. પ્રાર્થનાસભા ૧૬/૧૨/૨૩ ના ૫ થી ૬.૩૦. ભાનુશાલી વાડી, સંતોષ નગર, યુના લિંક રોડ, કલ્યાણ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વરલ નિવાસી સ્વ. અમૃતલાલ નાનચંદ શાહના સુપુત્ર હાલ ભાયંદર સ્વ. નવીનચંદ્ર શાહના ધર્મપત્ની ગં. સ્વ મંજુલાબેન (ઉં.વ. ૮૪) તે ૧૪/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ધનેશ, મનીષના માતુશ્રી. વિલાસબેન માસુખરાય દોશી, જાગૃતિબેન બુધેશકુમાર શાહ, સોનલબેન દિપકકુમાર ભાયાણીના માતુશ્રી. કાશ્મીરાબેન તથા રીટાબેનના સાસ. રિતિકા અને માનસીના દાદી. પિયરપક્ષે ભાવનગરવાળા છગનલાલ ગોકળદાસના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
ધ્રાંગધ્રા નિવાસી હાલ અંધેરી સ્વ. કોકીલાબેન (ઉં.વ. ૮૨) તા. ૧૩-૧૨-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ભિવંડી નિવાસી સ્વ. રસિકલાલ ત્રંબકલાલ કસ્તુરચંદ શેઠની દિકરી. સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button