મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
ચુડા નિવાસી હાલ કાંદિવલી નિખીલ રંભાબેન શીવલાલ ગોસલીઆ (ઉં. વ. ૮૨) તે સ્વ. પ્રિતીબેનના પતિ. શૈલેન-ગીતા, મેહુલ-સ્વાતિના પિતાશ્રી. તે હેનલ, નિસર્ગના દાદા. તે સ્વ. ભોગીભાઈ, સુરેશભાઈ, સ્વ. ધીમંતભાઈ, સ્વ. શરદભાઈ, સ્વ. કાંતાબેન, સ્વ. સવિતાબેન, સ્વ. શારદાબેન, સુશીલાબેન, સ્વ. સરલાબેનના ભાઈ. તે સ્વ. મણીલાલ પ્રાગજી સંઘવીના જમાઈ. તે અમૃતલાલ હીરજી ગડા, સ્વ. મહેન્દ્રભાઈ હિંમતલાલ શાહના વેવાઈ તા. ૭-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૦-૧૨-૨૩ના ૩ થી ૫. ઠે: પાવનધામ, એમસીએ ગ્રાઉન્ડની નજીક, સત્યા નગર, કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વંડા હાલ મલાડ સ્વ. નગીનદાસ નરોત્તમદાસ પટેલના ધર્મપત્ની ચંદ્રાબહેન (ઉં. વ. ૮૬) તા. ૮-૧૨-૨૩ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે જયશ્રીબેન, અજયભાઈ, ચેતનભાઈના માતુશ્રી. મનીષા અને મહેન્દ્રકુમાર (ભગત)ના સાસુ. જેનીલ, પાર્થ, પારસના દાદી/નાની. જીતુભાઈ, નરેન્દ્રભાઈ, અનિલભાઈ, પુષ્પાબેન, સવિતાબેન, મંછાબેન, હંસાબેન, કોકિલાબેનના ભાભી. પિયર પક્ષે રતિલાલ લક્ષ્મીચંદ ગાંધી તળાજાવાળાના દીકરી. સાદડી રવિવાર, તા. ૧૦-૧૨-૨૩ના ૨ થી ૫. ઠે: ચેતન પટેલ, ૧૦૪, વરુણ એપાર્ટમેન્ટ-સેક્ધડ, રાહેજા ટાઉનશીપ, મલાડ ઈસ્ટ.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ગોંડલ હાલ ડોંબિવલી અનિલભાઈ શાંતાબેન જમનાદાસ કોઠારી (ઉં. વ. ૭૬) તે ભાનુબેન કોઠારીના પતિ. તા. ૮-૧૨-૨૩ અરિહંતશરણ પામેલ છે. જુલી-પ્રતીક, દિપ્તી-શ્રેણીકના પિતાશ્રી. રૂશીલના દાદા, સુધા-હેમંતભાઈ, પરિમલભાઈ, કુંદનબેન, વનિતાબેન, મીનાક્ષીબેનના ભાઈ. સ્વ. રેવાબેન વ્રજલાલ શેઠના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નવાવાસ (દુર્ગાપુર)નાં હેમલતા દેવચંદ સાવલાના જમાઇ અવિનાશ રામકૃષ્ણા અંકોલા (શાહ) (ઉં. વ. ૫૭) તા. ૦૪-૧૨-૨૦૨૩ના અવસાન પામેલ છે. હર્ષિકાના પતિ. જશ, ફોરમના પિતા. મલાડના શકુંતલા રામકૃષ્ણા અંકોલાના પુત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. દેવચંદ શામજી સાવલા, બી-૪૧, ત્રિમુર્તિ પાર્ક, મામલતદાર વાડી, મલાડ (વે.), મુંબઇ-૬૪.
પત્રીના વિસનજી પદમશી કક્કા (ઉં. વ. ૮૭) તા. ૮/૧૨/૨૦૨૩ના અવસાન પામેલ છે. મોંઘીબાઈ પદમશી ભુલાના પુત્ર. સુંદરબેનના પતિ. છસરાના નાનબાઈ/ દેવકાબેન વેલજી જેસંગના જમાઈ. દિપક-વિરાજ, બાડાના કલા ગુલાબ, દેશલપર કનક પ્રવિણ, ડો.નિતીન- ડો. દ્વારિકા, પુનડીના વિમલ જયેશના પિતા. પ્રાગપરના ભાનુબેન મેધજી શીવજી, રામજી, રતીલાલ, વીરચંદના ભાઈ. પ્રાર્થના : ૪ થી ૫.૩૦. એડ્રસ : ઠઠ્ઠાઈ ભાટીયા હોલ નં. ૫, શંકરલેન-એસ. વી. રોડ જંકસન, નમ: હોસ્પિટલની સામે, કાંદિવલી વેસ્ટ, મું. ૬૭. ઠે. ડો.નિતીન કક્કા, બી ૧૦૩, ઉમંગ, મથુરાદાસ ઊડ્ઢિ.ં રોડ, કાંદિવલી વેસ્ટ, મું. ૬૭.
મોથારાના ગોરબાઈ વાલજી સાવલા (ઉ.વ.૯૩)તા. ૩/૧૨ના અવસાન પામેલ છે.ખેતબાઈ પાસુના પુત્રવધુ. વાલજીના પત્ની. અરવિંદ, તારાચંદ, વિજયા, શાંતા, સાકર, તરૂલતા, મંજુલા, સરોજ, સં.પક્ષે કાવ્યગુણાશ્રી મ.સા.ના માતા. મોથારા મુલબાઈ ડાઈયાના પુત્રી. નાનજી, વેલબાઈ, જેઠીબાઈ, જેતબાઈના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. તારાચંદ સાવલા, સી-૧૫/૩૦૪, મૃગ વિહાર. સુભાષ નગર, ચેમ્બુર-૭૧.
હરસોલ સતાવીસ વિશા શ્રીમાળી જૈન
રૂપાલ, હાલ ભાયંદર મુકેશભાઈ વખારીયા, (ઉં. વ. ૬૫) તે સ્વ. સવિતાબેન ડાહ્યાલાલ દલીચંદ વખારીયાના પુત્ર. નયનાબેનના પતિ. ધર્મેન્દ્ર (રીનલ), દર્શના હર્મિષકુમાર શાહના પિતા. સ્વ. દિનેશભાઈ, કલ્પનાબેન, સ્વ.અંજનાબેન, લીનાબેન ગુણવંતલાલ ગાંધી, સ્વ. નયનાબેન, સ્વ. સીમાબેન કીર્તીલાલ શાહ, કિરણબેનના ભાઈ, હીયાન, મેહાન, પરમ, જીશાના દાદા. શ્ર્વસુર પક્ષે પોપટલાલ નાગરદાસ દોશીના જમાઈ તા. ૯-૧૨-૨૦૨૩ શનિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
વાંકાનેર હાલ ઘાટકોપર જયોત્સનાબેન શાહ (ઉં.વ. ૮૫) તે સ્વ. રમેશભાઈ મગનલાલ શાહના ધર્મપત્ની. સ્વ. શામકુંવરબેન અને સ્વ. હરિલાલ દોલતચંદ મોદીના દીકરી. જયેન, તુષારના માતુશ્રી. નીતા, બિનાના સાસુ. રાજેશ, મુકેશના ભાભી. ગીતા, જયશ્રીના જેઠાણી તા. ૭-૧૨-૨૩, ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૧-૧૨-૨૩ના યોગી સભાગૃહ – દાદર ખાતે ૪.૩૦ થી ૬.
પાટણ જૈન
ભાવિન (ઉં.વ. ૪૬) (પાટણ – મલ્લાતનો પાડો) હાલ પુના તે સ્વ. રેખાબેન તથા સ્વ. કિરીટભાઈ બાબુલાલ શાહના પુત્ર. હિરલના પતિ. કાવ્યાના પિતા. હેમાંગના ભાઈ. સ્વ. જયવંતભાઈ હેમચંદ શાહના જમાઈ તા. ૮-૧૨-૨૩, શુક્રવારના અરિહંતશરણ પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
પ્રભાસ પાટણ વિશા ઓસવાળ જૈન
સ્વ. વીણાબેન ચુનીલાલ શાહના પુત્ર રશ્મિકાંત (ઉં.વ. ૭૫) શનિવાર, તા. ૯-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ઉષાબેનના પતિ. પ્રાંજલ-સેજલના પિતા. રિયાના દાદા. સ્વ. ધનવંતીબેન ગુલાબચંદ વોરાના જમાઈ. સુધા, શૈલેશ, રેખાના ભાઈ. ઠે. ૯૮/સી-૨ કર્મક્ષેત્ર, હરબંસલાલ માર્ગ, સાયન (ઈસ્ટ). લૌકિક વ્યવહાર રાખેલ નથી.
વાગડ વિ. ઓ. જૈન
ભચાઉના સ્વ. નેણશીભાઈ કારા ગાલા (ઉં.વ. ૭૧) તા. ૭-૧૨-૨૩ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. દેવઈબેન કારા ગાલાના પૌત્ર. રામુબેન આસધીરના પુત્ર. ગં. સ્વ. મણીબેનના પતિ. ભારતી, નયના, ટીનાના પિતાશ્રી. દિલીપ, ચેતન, વિનોદના સસરા. ભચાઉના પુનઈબેન જખુભાઈના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ગાગોદરના સ્વ. વેલુબેન ફુરીયા (ઉં.વ ૭૬) ગુરુવાર, તા. ૭-૧૨-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. અવચર રાઘવજીના ધર્મપત્ની. સ્વ. શાંતિલાલ, રસીક, સ્વ. રાજેશ, જવેરના માતુશ્રી. નીલુબેન, ગુણશીના સાસુ. નેહા, મીતના દાદી. સાગર, રોશનીના નાનીમા. મીતલ, બિપીન, નાનજી સાસુ. ગામ દેશલપરના સ્વ. લક્ષ્મીબેન ધનજી ગાલાના દિકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રૂમ નં. ૩, કેસુ માસ્ટર ચાલ, ગણેશ કુટીર, એકસર અજમેરા સ્કુલની સામે, યોગીનગર, બોરીવલી વેસ્ટ.
સ્થાનકવાસી જૈન
જેતપુર, હાલ મલાડ (મુંબઈ) સુમનભાઈ (ઉં.વ. ૮૨) તે સ્વ. ગૌરીશંકર દયાળજી ભોડિયાના દીકરા. સ્વ. ભુપતરાય, સ્વ. હરસુખભાઈ, ભરતભાઈ તથા સ્વ. રમેશભાઈ, તે સ્વ. શારદાબેન ટીમ્બડીયા, સ્વ. નીલમબેન હપાણી, સ્વ. મંજુલાબેન ગાંધી તથા હંસાબેન હપાણીના ભાઈ તે તા. ૮-૧૨-૨૩ ને શુક્રવારના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ભરત જી. ભોડિયા, બી/૯, સિલ્વર ક્રોફટ, આદર્શ લેન, માર્વે રોડ, મલાડ (વે).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમરેલી, હાલ વસઈ રોડ, હરીશભાઈ કાંતિલાલ ગોહેલ (ઉં.વ. ૬૪) તે સ્વ. કંચનબેન કાંતિલાલ ગોહેલના સુપુત્ર. હાર્દિક તથા નીકીતા દસાડીયાના પિતાશ્રી. તે અમદાવાદ નિવાસી પુષ્પાબેન કનુભાઈ ગાંધીના જમાઈ તે સ્વ. પીનાબેનના પતિ તથા જયશ્રીબેન વિક્રમભાઈ જોબાલીયાના ભાઈ. તા. ૮-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર
બંધ છે.)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી