જૈન મરણ
ભાવિકા ચંદુલાલ જૈન (ઉં.વ. ૪૨) અરિહંતશરણ પામેલ છે. માતાપિતા: શુક્ધતલા સ્વ. ઘીસુલાલજી કોઠારી (ધાણેરાવ, રાજસ્થાન). કાકા, કાકી: મંજુ મનોજ કોઠારી. ભાઈ, ભાભી: લલિતા નરેન્દ્ર કોઠારી, વિમલા હુકમ કોઠારી, લતા સ્વ. રવિંદ્ર કોઠારી, નીતા અશોક કોઠારી, પ્રિતી પ્રશાંત કોઠારી, શ્ર્વેતા રિતેશ કોઠારી, તૃપ્તિ મિતેશ કોઠારી. સાસરિયા પક્ષ: મોહનજી ગુણેશમલજી રાંકા, બાલી (રાજ.). બન્ને પક્ષની પ્રાર્થનાસભા સ્થળ: ગુંદેચા ગાર્ડન, કમ્યુનિટી હોલ, લાલબાગ, ગેસ કમ્પાઉન્ડ ગલી, મુંબઈ. તા. ૭-૧૨-૨૩, સમય: ૧૧ થી ૧ સુધી.
વિશા શ્રીમાળી પાટણ જૈન
હર્ષદાબેન મધુભાઈ કોહીનુરવાળા, (ઉં. વ. ૭૨) ચૌધરીની શેરી, ફોફળીયા વાડો, તે ભોગીલાલ મોતીલાલ કોહીનુરવાળાનાં પુત્રવધૂ તા. ૫-૧૨-૨૩ના અરીહંતશરણ પામેલ છે. તે પૂર્વી, હેતલ અને જીગીષાનાં માતુશ્રી. શાલીન, મેહુલ અને વિરલના સાસુ. અમદાવાદ નિવાસી વિજયાબેન ધીરજલાલ પંડ્યાના સુપુત્રી. હરીશભાઈ તથા કૈલસભાઈના બહેન. પ્રાર્થનાસભા ‘લીજેન્ડ’ બેન્કવેટ હોલ, ‘એ’ વીંગ, ૨૨૦ વાલકેશ્ર્વર રોડ, વાલકેશ્ર્વર બસ ડેપોની પાસે, ગુરુવાર, તા. ૭-૧૨-૨૩ના સાંજે ૫ થી ૭ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી દિગંબર (કાનજી સ્વામી) જૈન
વઢવાણ નિવાસી (વસ્તડી વાળા) હાલ અમદાવાદ હસમુખલાલ કેશવલાલ શાહ (ઉં.વ. ૮૨) તા. ૪-૧૨-૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. તે કનકબેનના પતિ. સભદ્રાબેન-શાંતાબેન કેશવલાલ શાહના પુત્ર. સાંકળચંદ ખુશાલચંદ શાહ ધોળકા વાળાના જમાઈ. રીના તથા હિમાંશુના પિતાશ્રી. રમેશ-ચંદ્રકાન્ત-ઈન્દ્રવદન-મુકેશ-નીતિન ભારતી નરેશભાઈ શાહ પ્રીતિ અતુલભાઈ શાહના વડીલ ભાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૮-૧૨-૨૩ના સવારે ૧૦.૦૦ વાગે રાખેલ છે. સ્થળ: નીલકંઠ મહાદેવ મંદિર હોલ નં. ૧, કે કે નગર રોડ, રાણા પાર્ક સોસાયટીની પાછળ, ઘાટલોડિયા, અમદાવાદ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મંજલ (રે.)ના અ.સૌ. રોહિણી ગોસર (ઉં.વ. ૩૭) ૫/૧૨ના અવસાન પામેલ છે. કસ્તુર ચંદ્રકાંતની પુત્રવધૂ. કેયુરની પત્ની. શેલડી (ખેડ) પ્રવિણા પ્રકાશ આંબ્રેની સુપુત્રી. રોહનની બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કસ્તુર ગોસર, ૨/૮, શીવ સાગર, અંબીકા નગર, ગોગ્રાસવાડી, ડોંબિવલી (ઈ).
લાખાપુરના રતિલાલ લખમશી લાલજી છેડા (ઉં.વ. ૭૧) તા. ૫-૧૨-૨૩ના અવસાન પામેલ છે. નાનબાઇ લખમશી લાલજી (અહમદનગર)ના સુપુત્ર. તારાબેનના પતિ. કૌશિક, એકતાના પિતા. રતન (રેખા), અમૃત, સ્વ. હરીલાલ, રમેશ, રસિક, ભારતીના ભાઇ. ટુંડાના વેલબાઈ શામજી મોમાયા ગોગરીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. રતીલાલ છેડા, ૭૦૮, અષ્ટવિનાયક, બી.એસ.યુ.પી. બિલ્ડીંગ નં.૬, સમાધાન વાડી, પાથર્લી, કલ્યાણ રોડ, ડોંબિવલી (ઈ).
રાયણના વાડીલાલ રવજી છેડા (ઉં.વ. ૭૭) તા. ૩-૧૨-૨૩ના અવસાન પામેલ છે. ભચીબેન રવજી લીલાધરના પુત્ર. મધુબેનના પતિ. અજય, દિપેનના પિતા. જેઠાલાલ, નવાવાસ નિર્મળાબેન શામજી, ધનબાઈ લાલજી, જેતબાઈ વસનજી, રતનબેન વિસનજી, મણીબેન નેમચંદ, ઝવેરબેનના ભાઈ. રાયણ સાકરબાઈ/જેઠીબાઈ નાનજી ચનાના જમાઈ. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૨ થી ૩.૩૦.
ગોધરાના નેમીદાસ પ્રેમજી ગોસર (ઉં.વ. ૭૫) મંગળવાર, તા. ૫-૧૨-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. મમીબાઇ પ્રેમજીના સુપુત્ર. સરયુના પતિ. ગૌરવના પિતાશ્રી. રતનશી, વિશનજી, ધનજી, હેમકુંવર મણીલાલ, પ્રભા કલ્યાણજી, ચંચળ ખીમજી, હેમચંદ, પોપટ, લક્ષ્મીચંદ, કાંતિ, ડોલર ઝવેરચંદના ભાઇ. ગોધરા સાકરબેન ખીમજી કોરશી સાવલાના જમાઇ. નેત્રદાન, ત્વચાદાન, દેહદાન કરેલ છે. પ્રા. યોગી સભાગૃહ, દાદર (ઇ), ટા. ૩ થી ૪.૩૦.
ઝાલાવાડી સ્થાનકવાસી દશાશ્રીમાળી જૈન
અમલનેર નિવાસી હાલ બોરીવલી સ્વ. રસિકલાલ ન્યાલચંદ ગોસલિયાના ધર્મપત્ની ગં.સ્વ. મંજુલાબેન (ઉં.વ. ૯૧) તા. ૫/૧૨/૨૩ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે રક્ષાબેન, સ્વ. ચેતનભાઈ, મીતાબેન તથા પરેશના માતુશ્રી. લતિકા, ભાવના, સ્વ. રાજેશભાઈ, હિમાંશુભાઈના સાસુ. ચિ. રાજ, જાનવી અને ધ્રુવિલના દાદી. મનહરભાઈ, સ્વ. સવિતાબેન, પુષ્પાબેનના બેન. ભોગીલાલ, છબીલદાસ, બટુકભાઈના ભાભી. પ્રાર્થનાસભા તા. ૮-૧૨-૨૩ના શુક્રવારે, સમય સવારે ૧૦ થી ૧૨, પાવનધામ કાંદિવલી વેસ્ટ ખાતે રાખેલ છે.
પાટણ વિશા શ્રીમાળી જૈન
પાટણ નિવાસી (કુંભારીયો પાડો), હાલ અંધેરી, સ્વ. મહેન્દ્રભાઈ રમણલાલ શાહના ધર્મપત્ની નિર્મળાબેન (ઉં.વ. ૮૭), તે સુનિલભાઈ, સ્વ. સંદિપભાઈ, ભાવિનભાઈના માતુશ્રી. તે શિલ્પાબેન, કવિતાબેન નીપાબેનના સાસુ. તે સ્વ. મણિલાલ લલ્લુચંદભાઈ શાહના પુત્રી. તે સ્વ. મુળચંદભાઈ મિતીનભાઈ, મુકેશભાઈ, સ્વ. કલ્પનાબેનના ભાભી. તેઓ હર્ષિલ, ખ્યાતિ, નિધિ, યુતિ, હાર્દિકના દાદી. તા. ૫-૧૨-૨૩, મંગળવારના અરિહંત શરણ થયેલ છે. તેઓની પ્રાર્થનાસભા તા. ૭-૧૨-૨૩, ગુરુવારે સાંજે ૫ થી ૭માં વિલેપાર્લે મેડિકલ ટ્રસ્ટ હોલ, દેવલે રોડ, સાઈનાથ નગર, મ્હાડા કોલોની, જુહુ, અંધેરી (વેસ્ટ).
કચ્છી દશા શ્રીમાળી વણીક જ્ઞાતી – જૈન
સ્વ. શ્રીમતી ભારતી યશવંત સોમચંદ દલાલ ધર્મ પત્ની (ઉં. વ. ૬૮) ગામ અંજાર કચ્છ, હાલે પ્રભાદેવી તા. ૬-૧૨-૨૩ના સ્વર્ગવાસ થયેલ છે. તે તેજસ, જીમીતનાં માતુશ્રી. સ્વ. નવિનચંદ્ર સોમચંદ દલાલ, હીરાબેન નરેન્દ્ર હાથીભાઈ દેસાઈનાં ભાભી. તે માનકુવા હાલ ઓપેરા હાઉસનાં સ્વ. કમળાબેન મગનલાલ મુલજી મહેતાની દીકરી. સ્વ. જગદીશભાઈ મગનલાલ મહેતા અને જયાબેન ઢીલાની બેન (ચક્ષુદાન કરેલ છે.) (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.) એડ્રેસ: બી/૨૫, સિલ્વર એપાર્ટમેન્ટસ, શંકર ઘાનેકર માર્ગ, દાદર (પશ્ર્ચિમ).