જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વલ્લભીપુર હાલ કાંદિવલી અમિતાબેન તથા કેતનભાઈ પ્રેમચંદ ફુલચંદ દોશીના પુત્રવધૂ. કોમલ જનક દોશી (ઉં.વ. ૩૨) તે ૧૪/૯/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે નિધિના ભાભી. રૈવતના માતુશ્રી. પિયરપક્ષે ઇંગરોળાવાળા હાલ કાંદિવલી સરોજબેન તથા અનંતરાય પ્રભુદાસ પારેખના દીકરી. નિકિતા શ્રેણિક શાહ, જીનલ હર્ષિત ચોખાની તથા અક્ષયના બહેન. સદ્દગતની સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઇંગરોળાવાળા હાલ કાંદિવલીના સરોજબેન તથા અનંતરાય પ્રભુદાસ પારેખના દોહિત્રી ઝિયા (ઉમર:૦૧) તે ૧૪/૯/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે અમિતાબેન તથા કેતનભાઈ પ્રેમચંદ ફુલચંદ દોશીના પૌત્રી. સ્વ. કોમલ જનક દોશીના પુત્રી. નિધિના ભત્રીજી. નિકિતા શ્રેણિક શાહ, જીનલ હર્ષિત ચોખાની, અક્ષયના ભાણકી (ભાણેજ). સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
વાંઢના મીરા ગીરીશ નંદુ (ઉં. વ. ૫૮) ૧૫-૯ના અવસાન પામેલ છે. કંકુબેન પ્રેમજી દેસરના પૌત્રવધૂ. હેમલતા મુલચંદના પુત્રવધૂ. ગીરીશના પત્ની. અક્ષીપ્તા, સિધ્ધાર્થના મમ્મી. નવલબેન વિશનજીની પુત્રી. સનતના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ગીરીશ નંદુ, ૫૦૪, આઇ, બ્રીઝા, એંકરપાર્ક, નાલાસોપારા (ઇ.).
વિનોદચંદ્ર વિસરીયા (ઉં. વ. ૭૨) તા. ૧૫-૯-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. ગંગાબાઈ નાનજીના પુત્રવધૂ. વિનોદચંદ્ર વિસરીયાના ધર્મપત્ની. સ્વ. લીના, દિપેશના માતુશ્રી. તલવાણા સ્વ. તેજબાઈ વિજપાર તેજશી મારૂના સુપુત્રી. સ્વ. તલકશી, સ્વ. પ્રેમજી, ખીમજી, શામજી, ડો. શાંતીલાલ, મણીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિનોદચંદ્ર નાનજી વિસરીયા, ડી-૧/એન-૫, એમ. જી. કોમ્પલેક્ષ, સે. ૧૪, વાશી, નવી મુંબઈ.
માપરના જયંત (ટબુભાઇ) વેરશી જાગાણી (ઉં. વ. ૮૦) તા. ૧૫-૯ના અવસાન પામેલ છે. મુલબાઇ વેરશીના પુત્ર. રમીલાના પતિ. કુંવરજી, વિસનજી, નવિન, વિજયા મગનલાલ ડુંગરશીના ભાઇ. લઠેડી દેવીબેન દામજી તલકશીના જમાઇ. ત્વચાદાન, ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. એ. રીધ્ધી પુનીત છેડા, સી-૬૦૬, લોટસ કુકરેજા કોમ્પલેક્ષ, એલ.બી.એસ. રોડ, ભાંડુપ (વે.) ૭૮.
ટોડાના મણીબેન ચુનીલાલ સંગોઇ (ઉં. વ. ૮૭) તા. ૧૪-૯-૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. ચુનીલાલ મેઘજીના પત્ની. કેસરબેન મેઘજીના પુત્રવધૂ. હરીશ, નરેશ, સુરેશ, પ્રવિણા, પ્રજ્ઞાના માતુશ્રી. રતાડીયા લક્ષ્મીબેન ભીમશીની સુપુત્રી. નેમચંદ, મનસુખ, અમૃત, જ્યોતિ, હેમલતા, પલ્લવીના બેન. પ્રાર્થના શ્રી વ.સ્થા.જૈ.શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વેસ્ટ) ટા. ૨ થી ૩.૩૦. એ. હરીશ સંગોઇ, એ-૬૦૨, ઇશ્ર્વર સ્વરૂપ, ૩ મામલતદારવાડી, મલાડ (વે) ૬૪.
પત્રીના હીરબાઇ જાદવજી ગાલા (ઉં. વ. ૮૭) તા. ૧૨-૯-૨૩ના કચ્છ ભુજપુરમાં અરિહંત શરણ પામ્યા છે. નેણબાઇ/લાછબાઇ નરશી ઉમરશીના પુત્રવધૂ. જાદવજીના પત્ની. જવેર, હેમલતા, પુષ્પા, રવિન્દ્ર, હીતેશના માતુશ્રી. ભુજપુર લક્ષ્મીબાઇ કરમશી દેઢીયાના પુત્રી. કસ્તુરબેન, નેણશી, હરીલાલ, મણીલાલ, કાંતી, મોહન, રામજી, મણીબેન, હીરબાઇના બેન. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય છે. ઠે. હીતેશ ગાલા, ૪૦૧, જશોદા કુટીર, અનંત પાટીલ માર્ગ, દાદર, મુંબઇ-૨૮.
ત્રગડીના દામજી વેલજી ગોગરી (ઉં. વ. ૯૧) તા.૧૫-૯ના અવસાન પામ્યા છે. ઉમરબાઈ વેલજીના પુત્ર. વસુંધરાના પતિ. વિપિન, લતાના પિતા. ત્રગડી મેઘજી, જેવતના ભાઈ. ના.ખાખર ભચીબાઈ માણેક ચનાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દામજી ગોગરી, ૪૦૭, પગરવ, એસ. વી.રોડ, ગોરેગામ (વે.), મું.-૧૦૪.
વડાલાના અ.સૌ. મંજુબેન હરખચંદ ગોગરી (ઉં. વ. ૮૧) તા. ૧૪-૯-૨૦૨૩ના અરિહંતશરણ પામ્યા છે. સુંદરબેન ઉમરશી ચાંપશીના પુત્રવધૂ. હરખચંદભાઈના ધર્મપત્ની. શશીન, ચેતનના માતુશ્રી. શાંતાબેન ડો. મણીલાલ ડગલીના સુપુત્રી. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. ચેતન ગોગરી, એ-૧૫૦૨, શ્રીધામ ક્લાસીક, એસ.વી. રોડ, ગોરેગામ (વે.) મું-૧૦૪.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઓથા હાલ સાયન સ્વ. હઠીચંદ ખોડીદાસ દોશીના ધર્મપત્ની જશવંતીબેન (ઉં. વ. ૯૧) તા. ૧૨-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે કીર્તિભાઇ, સુર્યકાંતભાઇ તથા કુમુદચંદ્રના માતુશ્રી. દક્ષા, પ્રતિભા તથા નીમાના સાસુ. તે સ્વ. હરિલાલભાઇ, સ્વ.ચંપકભાઇ, સ્વ. નિર્મળાબેન રતિલાલ, સ્વ. મંગળાબેન હીરાલાલ, સ્વ. કાંતાબેન ધીરજલાલ, સ્વ. તારાબેન શાંતિલાલના ભાઇના પત્ની. તે અક્ષય-ભૂમિ, તેજસ-દેવાંશી, નૈતિક-નિકી, મૌલિક-ક્રીશ્મા, વત્સલ-રિચા, પ્રેમલ-પૂજા તથા અમી-ભૌતિકના દાદી. તે પિયર પક્ષે મહુવા નિવાસી હાલ માટુંગ સ્વ. મુકુંદરાય દીપચંદ, સ્વ. ભરતભાઇ, સ્વ. શારદાબેન બાબુલાલ, સા. શ્રી. સૌમ્યપ્રભા શ્રી મ. સા., સા. શ્રી. પ્રિયધર્મા શ્રી મ. સા. તથા સા. શ્રી સુવર્ણપ્રભા શ્રી. મ. સા. ના બેન. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમરેલી દુધાળાબાઇના હાલ ચર્ચગેટ મુંબઇ સ્વ.શાંતાબેન દયાળભાઇ ચકુભાઇ લાખાણીના દીકરા વિનુભાઇ લાખાણી (ઉં. વ. ૯૩) શુક્રવાર તા. ૧૫-૯-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. સ્વ. અનુપચંદ અમીચંદ ગાંધીના જમાઇ. સ્વ. મહેન્દ્રભાઇ, લલીતભાઇ, હર્ષદભાઇ, સ્વ. વનીતાબેન બાલુભાઇ, ગં. સ્વ. જયશ્રીબેન તરુણભાઇ, નીરુબેન રમેશભાઇના ભાઇ. કમલેશભાઇ, કેતનભાઇ, મિલનભાઇ, ધરાબેનના પિતાશ્રી. જાગૃતિબેન, ભાવનાબેન, બીનાબેન, તથા વિજયભાઇના સસરા. તેજસ, પૂરવ, રોહિલ, દેવાંશ, પાર્થ, કેવલ, ધ્રુવી, ઇશિતા, પ્રાચીના દાદા. લૌકિક વ્યવહાર બંધ છે.
વેરાવળ દશા શ્રીમાળી જૈન
ઉષાબેન (ઉં. વ. ૮૦) તે બાબુલાલ નેમીદાસ શાહના ધર્મપત્ની તા. ૧૫-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે કેતન, ધવલના માતુશ્રી. સોનલ તથા ભાવનાના સાસુ. ઋષભ, રીયા, આનીકા, કરીનાના દાદી. તે જયસુખાલ ત્રિભોવનદાસ પીપલીયાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. સુરેશ પ્રેમજી કારીયા (ઉં. વ. ૫૦) મુંબઇમાં અવસાન પામેલ છે. સ્વ. નાથીબેન ધનજી દેસરના પૌત્ર. સ્વ. જવેરબેન સ્વ. કેતલ (પીંકી)ના પતિ. કલ્પ, હેત્વીના પિતા. હેતના પિતાતુલ્ય. શિલ્પા, હીના, મનીષાના ભાઇ. પ્રજ્ઞાબેન શામજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૨૦૧, શિવપ્રસાદ રામચંદ્ર લેન, મલાડ (વેસ્ટ).