જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વલભીપુર હાલ મુલુંડ સ્વ. દીનેશભાઇ પ્રભુદાસ મહેતાના ધર્મપત્ની સુશીલાબેન (ઉં. વ.૭૫) તા. ૩-૧૨-૨૩ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે પિયુષ, કમલ અને લીનાના માતા. કોમલ, સેજલ અને નૈલેશભાઇના સાસુ. સ્વ. ગુણવંતભાઇ, સ્વ. દિલીપભાઇ, સ્વ. પ્રવીણાબેન અને સ્વ. નિર્મલાબેનના ભાભી. પિયરપક્ષે સ્વ. શાંતિલાલ ગાંડાલાલ શાહ ભાવનગરવાળાનાં દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ રવના સ્વ. હંસરાજ દેસર ગાલા (ઉં.વ. ૬૯) તા. ૨-૧૨-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. સતીબેન દેસરના પુત્ર. શાંતીબેનના પતિ. ભાવેશ, રશ્મી, દર્શનાના પિતાશ્રી. હીના, મિતેશ, હાર્દિકના સસરા. મણીલાલ, સ્વ. પ્રેમજીના ભાઇ. નિલુબેનના દેર. ત્રંબૌના સ્વ. કામલબેન શામજી મુરજી શાહના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ છે તા. ૫-૧૨-૨૩ના મંગળવાર, સમય સવારે ૧૦-૩૦થી ૧૨. સ્થળ. ટીપ ટોપ પ્લાઝા, થાણા (વેસ્ટ).
પાટણ જૈન
મહેશભાઈ ગભરૂચંદ શાહ (ઉં. વ. ૭૭) તે લીમડીનો પાડો હાલ બોરીવલી પ્રતિભાબેનના પતિ. દીપેન, મિતેષ, મોનાના પિતા. મિલિન્દકુમાર, નેહા તથા શિલ્પાના સસરા. સ્વ. ભીખીબેન ગભરૂચંદ શાહના પુત્ર. વિદ્યાબેન પ્રવિણચંદ્ર શાહના જમાઈ ૩/૧૨/૨૩ ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ખારૂઆના જયંતીલાલ લાલજી ગાલા (ઉં. વ. ૭૩) ૩-૧૨ના અવસાન પામેલ છે. ભાણબાઇ લાલજીના પુત્ર. નિર્મલાના પતિ. સ્વ. દિપક, હીરેન, ભાવેશના પિતા. બિદડાના રમીલા વલભજી, લક્ષ્મીચંદના ભાઇ. દેવપુર ખેતબાઇ શામજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એ. ૨૦૨, ડ્રીમ હાઉસ, સી.કે.પી. હોલની બાજુમાં, ગડકરી પથ, ડોંબીવલી (ઇ.)
રતાડીયા (ગણેશવાલા) હાલે વિરારના દામજી ખીમજી છેડા (ઉં. વ. ૭૭) ૨-૧૨-૨૩ના અવસાન પામેલ છે. માતૃશ્રી જમકુરબાઇ (મેઘબાઇ) ખીમજી ખેરાજના પુત્ર. હેમલતાના પતિ. પ્રીતી, આશા, અમીતના પિતાશ્રી. જાદવજી, વસંત, વિનોદ, રતાડીયાના રાણબાઇ જાદવજી નંદુના ભાઇ. કપાયાના સાકરબેન પ્રેમજી વેરશી મામણીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અમીત દામજી છેડા, એ-૭૦૧, સિધ્ધી વિનાયક ટાવર, એક્સપર્ટ સ્કુલની બાજુમાં, વાય. કે. ગડ, વિરાર (વે.).
કપાયાના માતુશ્રી ચંચળબાઇ કેશવજી ગોગરી (ઉં. વ. ૮૫) તા. ૩-૧૨-૨૩ના અવસાન પામેલ છે. નેણબાઇ ધનજી ઉમરશીના પુત્રવધૂ. તલકશી, બીપીન, જયેશ, ડેપાના વિમળા વાડીલાલ, કોડાય મીના ભાઇલાલ, નાના આસંબીયા મનીષા ગીરીશના માતાજી. ભુજપુર ખીમઇબાઇ સોજપાર પુનશી ગડાના સુપુત્રી. ગાંગજી, ડુંગરશી, કાનજી, પ્રેમજી, બેરાજા વેજબાઇ કરમશી, દેશલપુરના વેલબાઇ ડુંગરશી, બેરાજા પુરબાઇ વીરજીના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. એ. ચંચળબાઇ ગોગરી, બી-૪૦૩, સેફી પાર્ક-૧, માઉન્ટ રોડ, મઝગામ, મું. ૧૦.
નરેડીના હર્ષલ જયંતિલાલ નાગડા (ઉં. વ.૫૧) તા. ૩-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. વિમળાબેન જયંતિલાલના પુત્ર. મીનલના પતિ. સ્મિત, કેવલના પિતા. રૂપેશના ભાઇ. દેવપુરના રમીલાબેન કાંતિલાલ નિસરના જમાઇ. પ્રાર્થના : શ્રી વ. સ્થા. જૈ.શ્રા.સંઘ, કરસન લધુ નિસર હોલ, દાદર (વે) ટા. બપોરે ૨ થી ૩.૩૦.
માંગરોળ જૈન
માંગોરળ નિવાસી હાલ મુંબઈ, જસવંતી જસવંતલાલ વોરાના સુપુત્ર, કિશોરભાઈ વોરા, (ઉં. વ. ૮૪) તા. ૩/૧૨/૨૦૨૩ ના અરિહંત શરણ પામ્યા છે. હંસાબેનના પતિ. ભાવેશ અને મનિષના પિતા. નિવા અને રાશિનાં સસરા.વિનોદીનીબેન નવિનભાઈ પારેખ, મધુરીબેન રમેશભાઈ શાહ, નલિનભાઈ, દિપકભાઈના ભાઈ. સ્વ.ઉષાબેનતથા રેખાબેનના જેઠ. રસિકલાલ લિલાધર શેઠના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મેંદરડા (બગડુ) હાલ મીરારોડ અમૃતલાલ નરભેરામ માવાણી (ઉં.વ.૮૯)નું તા. ૨-૧૨-૨૩ને શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે કિરીટ, વિજય, ચેતન તથા ઉષાબેન નટવરલાલ કામાણી તથા દક્ષાબેન સુધીરકુમાર શેઠના પિતાશ્રી. તે સ્વ. પ્રભુલાલભાઈ, સ્વ. બિપિનચંદ્ર તથા રમણિકલાલ તથા સ્વ. પુષ્પાબેન શશીકાંત કામાણી તથા ભાનુબેન જયવંતલાલ ઝાટકીયાના ભાઈ. તે રજનીકાંત દેવચંદ દોશી તથા હંસાબેન કનકરાય બાટવિયાના બનેવી. તે મીનાબેન, સોનલબેન, રીટાબેનના સસરા. તેમ જ હેમલ, હાર્દિક, અર્ચિત, સિદ્ધાર્થ, મોક્ષાના દાદા. સર્વેે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.