મરણ નોંધ

જૈન મરણ

કાળધર્મ
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નેમીસૂરીશ્ર્વરજી મ.સા. સમુદાયના પરમ પૂજ્ય શ્રીમદ્ વિજય હેમચંદ્રસુરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિ પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી દક્ષયશાશ્રીજી મ.સા. ના શિષ્યા પ. પૂ. સાધ્વીજી શ્રી અક્ષતયશાશ્રીજી મ.સા, ૫૩ વર્ષ નો સુદીર્ઘ સંયમ પર્યાય (ઉં.વ.૬૮) તા.૧/૧૨/૨૩ ના રોજ કાળધર્મ પામ્યા છે. તે પાલીતાણા નિવાસી હાલ મુલુંડ,મુંબઈ સ્વ.જશવંતરાય હિરાચંદ સંઘવીના સંસારી પુત્રી, તે પરેશ, સંજય, અજય, ભાવનાબેન વિજયભાઈ શાહ, રીટા જીગ્નેશભાઈ શાહના સંસારી (બેન મ સા) તે મોસાળ પક્ષે પચ્છેગામ નિવાસી સ્વ. શાહ મુળચંદભાઈ વનમાળીદાસ ગોરધનદાસ.
સ્થાનકવાસી જૈન
ગઢડા સ્વામીના હાલ ઘાટકોપર કિરીટભાઇ ત્રિભોવનદાસ દોશી (ઉં. વ. ૭૬) તા. ૨-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. દક્ષાબેનનાં પતિ. તે કમલેશ, રિતેશ, વિરલ, સ્વ. ફાલ્ગુની છાયાબેનના પિતાશ્રી. તે સંગીતા, રિંકુ, અવની, કેતનભાઇ, હિમાંશુભાઇના સસરા. તે પોપટલાલ ગોકળદાસ સંઘવીના જમાઇ. તે સ્વ. કેશવભાઇ, સ્વ. દિનેશભાઇ, રમેશભાઇ, સ્વ. રસિકભાઇ, શારદાબેન રમણીકલાલ ધોળકીયાના ભાઇ. પ્રાર્થનાસભા તા. ૫-૧૨-૨૩ મંગળવાર સવારના ૧૦થી ૧૨. ઠે. પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ).
વેરાવળ વિશા ઓસવાલ જૈન
વેરાવળ નિવાસી, હાલ મુંબઈ ધીરેનભાઈ નલિનકાંત શાહ (ઉં. વ. ૬૦) તે નલિનીબેન નલિનકાંત શાહના પુત્ર તા ૨/૧૨/૨૩ના શનિવારે અરિહંત શરણ પામેલ છે. તે મોનાબેનના પતિ. શનય, શનીલ, માનસીના પિતાશ્રી. દીપેશભાઈ, ધર્મેશભાઈ, મયુરભાઈ જસ્મીનાબેન ના ભાઈ, શુભમના કાકા શ્ર્વસુર પક્ષે : વિનોદભાઈ આણંદજી વાલાના જમાઈ. તેઓની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૪/૧૨/૨૩ના ૪ થી ૫.૩૦ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી મધ્યે રાખવામાં આવી છે.
વેરાવળ વિશા ઓસવાલ જૈન
વેરાવળ નિવાસી, હાલ મુંબઈ ગં.સ્વ. નલિનીબેન નલિનકાંત શાહ (ઉં. વ. ૮૦) તે સ્વ. નાથીબેન વ્રજલાલ ના પુત્રવધૂ, ધીરેનભાઈ, દીપેશભાઈ, જસ્મીનાબેનના માતુશ્રી. મોનાબેન, નિશાબેન, ડો. રિકીનભાઈ કનાનીના સાસુ. શનય, શનીલ, શુભમ, માનસી, વિશેસના દાદી. સસુરપક્ષે રંજનબેન પ્રફૂલભાઈ શાહના જેઠાણી. તા ૨/૧૨/૨૩ના શનિવારે અરિહંત શરણ પામેલ છે. તેઓની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૪/૧૨/૨૩ના ૪ થી ૫.૩૦ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી મધ્યે રાખવામાં આવી છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
રાજ સીતાપુર નિવાસી હાલ વિલેપાર્લે સુભદ્રા બેન પ્રહલાદભાઈ શાહ (ઉં. વ ૮૬) તા.૦૩/૧૨/૨૦૨૩ રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. પ્રહલાદ ભાઈ ભીખાલાલ શાહના ધર્મપત્ની, હિતેશ ભાઈ , રાજેશ્રી ઉદય શાહ તથા કવિતા યતીન શાહના માતૃશ્રી. તે નવીનચંદ્ર ભીખાલાલ શાહ, વસુબેન હસમુખલાલ શાહના ભાભી,તે અમૃતભાઈ મૂળચંદ ભાઈ દોશી, હિંમતભાઈ, જશવંતભાઈ, સૂર્યકાંતભાઈ, સુશીલાબેન ચંદ્રકાંત શાહના બેન. તે સાહિલ, હિલેરી, હિમાંશી, રિયાંશી, હિલોની નિશાંત મહાજનના દાદીની પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી તા.૦૪/૧૨/૨૦૨૩ સોમવાર ના રોજ ૩ થી ૫ રાખેલ છે. સ્થળ: ખડાયતા ભવન, હનુમાન રોડ , વિલેપાર્લે (પૂર્વ), મુંબઈ ૪૦૦૦૫૭. લોકિક વ્યવહાર સદંતર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button