મરણ નોંધ

જૈન મરણ

નૃસિંહપુરા દિગંબર જૈન
રાજેન્દ્રભાઈ ભાઈચંદ શાહ, ઉમરાયા હાલ મુંબઈ તા. ૩૦-૧૧-૨૩ને ગુરુવારના અરિહંતશરણ થયા છે. સદ્ગતનું બેસણું તા. ૨/૧૨/૨૩ શનિવારના બપોરે ૩. થી ૫ કલાકે તેમ જ પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. રે. ઠે.: ૨૨૮, જવાહર નગર રોડ નં. ૧૫, આર્ય સમાજ મંદિર માર્ગ, ગોરેગાંવ પશ્ર્ચિમ. તે રેણુકાબેન રાજેન્દ્ર શાહ, અમિત રાજેન્દ્ર શાહ, હર્ષ રાજેન્દ્ર શાહ, મેહુલ રાજેન્દ્ર શાહ (પુત્રવધૂ) ચૈતાલી અમિત શાહ (પૌત્ર) ચૈત્ય અમિત શાહ (પૌત્રી) ફલક અમિત શાહ, સ્વ. જશવંતલાલ નવલચંદ શાહ (મોટી જહેર). લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી દશા ઓસવાલ જૈન
ગામ નાની સીંધોડીના સ્વ. ગોવિંદજી ધરમશી (ઉં.વ. ૭૪), તા. ૧/૧૨/૨૩, શુક્રવારના ડોંબિવલી અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. ધનબાઈ દેવશી ધરમશીના પુત્ર. રંજનબેનના પતિ. જયેશ, મીના, શિલ્પાના પિતા. ગીતા, મુકેશ હીરાચંદ દંડ (નલિયા), ધીરજ રાજેન્દ્રના સસરાજી. તેઓ સ્વ. ટોકરશી, સ્વ. માણેકજી, લક્ષ્મીચંદ, હંસરાજ, રતિલાલ, ધનજી, સ્વ. લીલબાઈ હિરજી, સ્વ. સુશીલા મણિલાલ, બાયાબાઇ માણેકજીના ભાઈ. સામાપક્ષે સ્વ. ઠાકરશી હરશી દંડ (પરજાઉ)ના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩/૧૨/૨૩. રવિવારના ૩-૦૦ થી.
સુરત વિશા શ્રીમાળી જ્ઞાતિ જૈન
મુંબઈ નિવાસી સ્વ. જ્યોતિ ઝવેરી (ઉં.વ. ૮૩) તા. ૨૮/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. માનચંદ અમીચંદ ઝવેરીના પત્ની. હિતેશ અલ્પાના માતા. સપના અને શિતલકુમારના સાસુ. મેઘલ પૂજાના દાદી. સાહિલકુમારના દાદીસાસુ. સ્વ. ચીમનલાલ અને પુષ્પાબેન કારાણીના પુત્રી. લૌકિક વ્યાવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડા (ઓ.ફ.)ના નગીનદાસ દામજી છેડા (ઉ. ૭૨) ૧-૧૨-૨૦૨૩ના ટુંકી માંદગીથી અવસાન પામેલ છે. સ્વ. માકબાઇ તેજશી રવજી છેડાના પૌત્ર. સ્વ. ઝવેરબાઇ દામજી છેડાના પુત્ર. જયંતી, જેવંતી, સ્વ. નિર્મળા, પ્રવિણના મોટા ભાઇ. મોટી રાયણના સ્વ. સુંદરબાઇ ચના ઘેલાના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રવિણ દામજી છેડા (શાહ), ૧૧૦૪, શિવ સિધ્ધી સીએચએસ, સયાની રોડ, પ્રભાદેવી, મું. ૨૫.
ખારૂઆ હાલે અલીબાગના ભાનુબેન કારાણી (ઉ.વ. ૮૨) તા. ૩૦-૧૧-૨૩ના અવસાન પામેલ છે. ભચીબાઇ રણશીના પુત્રવધ. જાદવજીના ધર્મપત્ની. સુનીલ, દિનેશ, હસમુખ, ધીરેન્દ્રના માતુશ્રી. મોથારાના દેમીબાઇ હીરજીના સુપુત્રી. રતનશી, લખમશી, માવજી, લાધીબાઇ, મણીબાઇના બેન. પ્રાર્થના રાખેલ નથી. કોઇએ ઘરે આવવાની તસ્દી લેવી નહીં. એડ્રેસ : ધીરેન્દ્ર કારાણી, કારાણી વિલા, સેન્ટ મેરી સ્કુલની પાછળ, ચેંઢરે, અલીબાગ-૪૦૨૨૦૧.
બિદડા (દ.ફ.)ના મુલચંદ શીવજી ગાલા (ઉ.વ. ૮૬) તા. ૨૬-૧૧-૨૩ના દેશમાં અવસાન પામેલ છે. મઠાંબાઇ શીવજી મેઘજીના સુપુત્ર. રંજનબેનના પતિ. જીજ્ઞાના પિતા. મમીબાઇ, રામજીભાઇ, કસ્તુરબેનના ભાઇ. વાંઢ કુંવરબાઇ નાગશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મુલચંદ ગાલા, દખણો ફરીયો, બિદડા, કચ્છ. પીન-૩૭૦૪૩૫.
બિદડા (મઠ ફરીયા)ના લક્ષ્મીબેન વીરા (ઉ.વ. ૮૯) ૧-૧૨ના મરણ પામ્યા છે. ખીમજીના પત્ની. સ્વ. લધીબાઇ શામજી શીવજી વીરાના પુત્રવધૂ. જયા, અરવિંદના માતુશ્રી. રતનબેન વીરજી કેશવજીના પુત્રી. જાદવજી, વસનજી, પ્રવિણ, સુશીલ, ભાનુમતી, નિર્મળાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અરવિંદ વીરા, એ-૪, દ્વારકેશ નિકેતન, માર્વે રોડ, મલાડ (વે.), મું. ૬૪.
કપાયાના અ.સૌ. દમયંતીબેન કેનીયા (ઉ.૭૦) તા. ૧-૧૨-૨૩ ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન રામજીના પુત્રવધૂ. વીરચંદ રામજી લાલજીના પત્ની. પરીન, જીગ્નાના માતા. લાછબાઇ રતનશી ગાલાના પુત્રી. તલકશી, ગાંગજી, શાંતિલાલ, નિર્મળાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વીરચંદ કેનીયા, ફ્લેટ નં.૧૫૦૧, અન્વયા, તેલંગ રોડ, માટુંગા (ઈ), મું. ૧૯.
ડોણના શ્રી કંચનલાલ લાલજી ફોરિયા (ઉ.વ. ૭૧) તા. ૩૦/૧૧/૨૦૨૩ ના કચ્છમાં અરિહંત શરણ પામ્યા છે. માતુશ્રી મણીબેન લાલજી કરમશીના સુપુત્ર. જયવંતીના પતિ. કાજલ, હરેશ, આશીષના પિતા. હરખચંદ, તલકશી, કાંતિલાલ, કિશોર, વિજયાના ભાઈ. ભુજપુરના ઝવેરબેન કેશવજી મેઘજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કંચનલાલ ફોરિયા : સી/૫-૬, શીતલછાયા, શીતલનગર, મિરારોડ (ઈસ્ટ)-૪૦૧૧૦૭.
દશા શ્રીમાળી સ્થા જૈન
સરસઈ નિવાસી હાલ નાલાસોપારા સ્વ. હસમુખભાઈ જગજીવનદાસ ગોડાના ધર્મપત્ની ગં.સ્વ વનીતાબેન (ઉં.વ.૭૫) તે ૩૦/૧૧/૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે રેશ્મા, ચંદ્રેશ, તોરલના માતુશ્રી, હેમા, પરાગ તથા વિપુલના સાસુ, કચ્છ છસરાના રતનબેન ભીમજી દેવરાજના દીકરી, સ્વ. શશીકાંતભાઈ, સુનિલના બહેન, મયુરીબેન, ચંદનબેનના નણંદ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button