મરણ નોંધ

જૈન મરણ

સ્વ. શારદાબેન રમણીકલાલ ઝવેરચંદ દોશી તે સોમવાર ૨૭.૧૧.૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રજની, દીપક, રેખા, ભારતી, મનીષા, આરતીના માતુશ્રી. તે ગીતા, પુનમ, નિતિન, રાજેશ, સમીર, શૈલેષના સાસુ. તે હેનીલ, પ્રતિક, દિક્ષિતાના દાદી. તે ભાવિક, બીજલ, કિંજલ, હેલી, ક્રીમા, હર્ષ, વિધિના નાની. પિયરપક્ષે નાથાલાલ વ્રજલાલ અજમેરાના બેન. પ્રાર્થનાસભા શુક્રવાર ૧.૧૨.૨૩ના સવારે ૧૦ થી ૧૨. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન, એસ.વી.રોડ, કાંદીવલી (વે).
કચ્છી વિશા ઓશવાળ જૈન
બાડા હાલે વડોદરાના જયંતીલાલ વિસરીયા (ઉં.વ. ૮૦) ૨૭-૧૧ના અવસાન પામેલ છે. મુલબાઇ મેઘજીના પુત્ર. કલ્પના (કેસર)ના પતિ. સંજય, હીતેન, સેજલના પિતા. ગોધરા પ્રભા વલ્લભજી, કોડાય લીલાવંતી મધુકાંત, વિજયના ભાઇ. ગોધરા રતનબેન શીવજી જેસંગના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. ઠે. જયંતીલાલ વિસરીયા, ૧૨, વિઠ્ઠલ સોસાયટી, જય રતન પાસે, નવાપુરા, વડોદરા. પી.નં. ૧.
વિઢના માતુશ્રી કેસરબેન ગાંગજી ગોસર (ઉં.વ. ૮૦) ૨૫-૧૧ના અવસાન પામ્યા છે. ગાંગજી લખમશીના પત્ની. વેજબાઇ લખમશી દેવશીના પુત્રવધૂ. જયંતીલાલ, વિજય, લીલાવંતી, સરલા, રમીલાના માતુશ્રી. માપર હીરબાઇ મુરજી મોનજીના પુત્રી. શાંતીલાલ, જેઠાલાલ, કલ્યાણજી, દેવચંદના બેન. પ્રા. નપુ હોલ, (માટુંગા) ટા. ૩ થી ૪.૩૦. નિ. જયંતીલાલ ગાંગજી, ૨૦૧-૨૦૨, કૃપા બિંદુ, સાને હૉસ્પિટલ સામે, નાલાસોપારા (વે.).
ગોધરાના મીઠાબાઇ હંસરાજ છેડા (ઉં.વ. ૮૬) ૨૭-૧૧ના અવસાન પામેલ છે. જેઠીબાઇ ડુંગરશીના પુત્રવધૂ. હંસરાજના ધર્મપત્ની. ભારતી, હર્ષા, ભાવના (રીના), નીતીન, બીનાના માતુશ્રી. બાડા દેમીબાઇ કોરશી નેણશીના પુત્રી. દામજી, કલ્યાણજી, નાગજી, મેરાવા પાનબાઇ શાંતીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હંસરાજ છેડા, રૂમ નં.૩, વિવેક નિવાસ, ૨જે માળે, ચંદન હૉસ્પિટલની સામે, વિલેજ રોડ, ભાંડુપ (વે.).
દેવપુરના લક્ષ્મીચંદ વીરા (ઉં.વ. ૭૫) ૨૭-૧૧ના દેશમાં અવસાન પામેલ છે. લીલબાઇ રવજી હેમરાજના પુત્ર. ગુણવંતીના પતિ. સંગીતા, લલીત, રેખા, હર્ષા, વિશાલના પિતા. નેણશી, દેવરાજ, શેરડી વેલબાઇ લાલજી, મણીબેન નેણશીના ભાઇ. કોટડા (રો)ના વેલબાઇ ધનજી વેલજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિશાલ વીરા, એ-૭, સે. ૨, ૧૦૨, શાંતિનગર, મીરા રોડ (ઇ.).
ડેપાના ચુનીલાલ કરમશી મામણીયા (ઉં.વ. ૭૨) તા. ૨૫-૧૧-૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. રતનબેન કરમશી નરશીના પુત્ર. ઉર્મિલાના પતિ. નેહાના પિતા. ધનજી, ભવાનજી, મોટી ખાખર જવેરબેન દામજી, કાંડાગરા દેવકાબેન નેમજી, બિદડા ભાનુબેન વસંતના ભાઈ. કાંધીવાળાના મંજુલાબેન બાબુભાઈ પરમારના જમાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે), ટા. ૨.૦૦ થી ૩.૩૦. નિ. ઉર્મિલા મામણીયા. ઝેડ-૬૦૪, નવનીત નગર, દેશલેપાડા, ડોંબિવલી (ઈ).
દશા શ્રીમાળી દિગંબર જૈન
લાઠી, હાલ કાંદીવલી, અનંતરાય મોહનલાલ કેશવજી ભાયાણી (ઉં.વ. ૮૫) તે તા. ૨૭/૧૧/૨૩નાં અરિહંતશરણ પામેલ છે. તે જ્યોતિબેનના પતિ. બિંદુ, ભાવિન, જીજ્ઞાના પિતા. ચિરાગ, સોનલ, ચેતનના સસરા. સ્વ. ઉત્તમચંદ માણેકચંદ રવાણીના જમાઈ. સ્વ. ગુણવંતભાઈ, ભુપતભાઈ, કાંતિભાઈ રમેશભાઈ, સુરેશભાઈ, શોભાબેન અને સ્વ. મધુબેનના ભાઈ. પ્રાર્થનાસભા તા. ૩૦-૧૧-૨૩ના ૧૦ થી ૧૨. પાવનધામ મહાવીર નગર, સત્ય નગર, કાંદિવલી વેસ્ટ.
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
રાણા, હાલ મુંબઈ સ્વ. નાનાલાલ હકમચંદ શાહના ધર્મપત્ની ગજરાબેન (ઉં.વ. ૯૦) તે ૨૮/૧૧/૨૩ અરિહંતશરણ પામેલ છે. તે કિરીટભાઈ, સ્વ. અરવિંદભાઈ, મંજુબેન તથા ઈલાબેનના માતુશ્રી. સ્વ. જ્યોત્સનાબેન, વર્ષાબેન, સ્વ. રમેશચંદ્ર તથા રાજેન્દ્રકુમારના સાસુ, જયંત, જીજ્ઞા, હિતેશ, ભાવિકા તથા અંકિતાના દાદી. પિયરપક્ષે નાગરદાસ ઝવેરચંદના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપડવંજ વિશા-નિમા શ્ર્વે. મૂ. જૈન
કપડવંજ હાલ કાંદીવલી સુરેન્દ્રભાઈ નગીનદાસ દોશી (ઉં.વ.૭૪) તે મંગળવાર ૨૮.૧૧.૨૩ના અવસાન થયેલ છે. તે કૃતિ, નિયતી, દિશાંતના પિતાશ્રી. તે પ્રિતેશકુમાર, વિશાલકુમાર, શ્રૈયાના સસરા. પ્રાર્થનાસભા (બેસણું) ગુરુવાર ૩૦.૧૧.૨૩ના ૩ થી ૫. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ.વી.રોડ, કાંદિવલી (વે).
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
જુના ઘાટીલા નીમચંદ હરજીવનદાસ લોદરીયાના પુત્ર સ્વ. રજનીભાઈના ધર્મપત્ની હંસાબેન (ઉં.વ.૭૮) તે રાજકોટ મુકામે મંગળવાર ૨૮.૧૧.૨૩ના અરીહંતશરણ પામેલ છે. તે રસેષભાઈ તથા અલ્પાબેન હરેશકુમાર સલોતના માતુશ્રી. તે સ્વ. નવીનભાઈ – સ્વ. મંજુલાબેન, જગદીશભાઈ-હેમાબેન, બીપીનભાઈ-જાગૃતિબેન, સ્વ. રાજેશભાઈ-રક્ષાબેન, નીલમબેન ધીરેન્દ્ર સંઘવી, રેખાબેન નરેન્દ્ર શેઠના ભાભી. પીયરપક્ષે ફતેહચંદ છગનલાલ મહેતાની દીકરી. તે પ્રમીલાબેન, જ્યોતીબેન, સરોજબેનના બેન. લૌકિક. પ્રથા બંધ છે.
દશા શ્રીમાળી જૈન
કાલાવડ, હાલ બોરીવલી સ્વર્ગીય છોટાલાલ વોરાના ધર્મપત્ની વિમળાબેન (ઉં.વ. ૮૭), ૨૬/૧૧/૨૩ના અરિહંતશરણ થયેલ છે. તેઓ મહેન્દ્રભાઈ, નિલેશભાઈ, હિતેશભાઈ, નીલાબેન, વીણાબેન, રેખાબેન, ભાવનાબેન, રીટાબેનના માતુશ્રી. ભાવનાબેન, દીપાબેન, જયશ્રીબેન, યોગેશભાઈ, અમિતભાઈ, સ્વ. સંદીપભાઈ, શૈલેષભાઈ, જયદીપભાઈના સાસુમા. પ્રાર્થનાસભા ૨/૧૨/૨૩ના શનિવારના ૧૦ થી ૧૨માં પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી પશ્ર્ચિમ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button