મરણ નોંધ

જૈન મરણ

મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન
મોરબી નિવાસી હાલ વિલેપાર્લે દુર્લભજી કાશીદાસ મહેતાના પુત્ર અનંતરાયના ધર્મપત્ની અ. સૌ. ઉષાબેન (ઉં. વ. ૭૫) તે સ્વ. મગનભાઇ, ધીરજલાલભાઇ, સ્વ. જિનેન્દ્રભાઇ તથા સ્વ. ધનકુંવરબેન શાહના બંધુપત્ની. તે વાંકાનેર નિવાસી (હાલ ભાયંદર) સ્વ. પુષ્પાબેન જયંતીલાલ પ્રેમચંદ મહેતાની દીકરી. તે સ્વ. વાસંતીબેન, અરુણાબેન, ધર્મિષ્ઠાબેન, સંધ્યાબેન, ઇલાબેન, પરાગભાઇ, દક્ષાબેન, દિવ્યાબેનના મોટાબેન તા. ૨૫-૧૧-૨૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દિહોર નિવાસી હાલ કાંદિવલી સ્વ. માનચંદ ગુલાબચંદ લખાણીના સુપુત્ર વિનયચંદભાઇ અને સ્વ. હિરાલક્ષ્મીબેનની સુપુત્રી કુ. મમતાબેન (ઉં. વ. ૪૭) તા. ૨૫-૧૧-૨૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છ. તે કીર્તિભાઇ, શૈલેષભાઇ, નરેશભાઇ, સંજયભાઇના બેન. પ્રીતીબેન, સેજલબેન, કલ્પનાબેન, વૈશાલીબેનના નણંદ. પાર્થ, યેશા, દીક્ષિત, રીષિ, મોક્ષા, દર્શન, ચૈત્ય, ક્રિશીના ફઇ. ઠે. વિનયચંદ માનચંદ લખાણી, ૧૦૨, ખોડીયાર એપાર્ટમેન્ટ, એસ. વી. પી. રોડ, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થા. જૈન
બાબરા હાલ વિલેપાર્લે સ્વ. રમણિકલાલ છગનલાલ ગોયાણીના ધર્મપત્ની રમાબેન (ઉં. વ. ૮૬) શુક્રવાર તા. ૨૪-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે નયના-જનક, બેલા-સંજય, સંગીતા-ધીમંત, શિલ્પા-ચેતનના માતુશ્રી. તે પુના નિવાસી સ્વ. છગનલાલ ગીરધરલાલ જાગાણીના સુપુત્રી. તે સિદ્ધિ-પિંકલ, કિંજલ-મિલન, જીનલ-યશ, વિદિતા-નિશાંત, જિલના દાદી. પ્રલય, કેવીશના વડદાદી. તેમની ભાવયાત્રા મંગળવાર, તા. ૨૮-૧૧-૨૩ના સવારે ૧૦થી ૧૨. ઠે. સરદાર પટેલ બાગ, પાર્લેશ્ર્વર રોડ, ચિંતામણી દેરાસર પાસે, વિલેપાર્લે (ઇસ્ટ).

કચ્છી વિશા ઓશવાળ જૈન
ગોધરાના કસ્તુરબાઈ ખીમજી મણશી છેડા (વર્ષ ૯૬) તા. ૨૨.૧૧.૨૦૨૩ માં અવસાન પામેલ છે. માતુશ્રી કંકુબાઈ મણશી લાડણના પુત્રવધૂ. સ્વ ખીમજી છેડાના પત્ની. સ્વ કાંતી, પ્રવીણ, કુસુમ, જયવંતી, રસીલા, હેમંતના માતુશ્રી. ઉનડોઠના માતુશ્રી સ્વ રાજબાઈ ચાંપશી વેરશીના સુપુત્રી. સ્વ. મોરારજી, હેમલતા, સ્વ. મોતીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી.

સંબંધિત લેખો

ભુજપુરના લક્ષ્મીચંદ રામજી ગાલા (ઉ.૮૦) તા. ૨૫-૧૧-૨૩ ના મુંબઇમાં અવસાન પામેલ છે. જેઠીબાઇ રામજીના પુત્ર. સ્વ. નિર્મળાબેન (નીરૂબેન)ના પતિ. રાજેશ, હીનાના પિતા. મુલચંદ, પ્રાગપુરના સુંદરબેન વાલજી, ભુજપુરના લક્ષ્મીબેન (લાડબાઇ) માવજીના ભાઇ. માતુશ્રી તેજબાઇ ગગુભાઇના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. : હીના છેડા, ૯, ડી.કે. હાઉસ, જામલી ગલી, બોરીવલી (વે).

રાધનપુર તીર્થ દેરાવાસી જૈન
મંજુલાબેન રજનીકાંતભઈ શાહ (ઉં.વ.૭૮)તા. ૨૫-૧૧-૨૦૨૩, શનિવારના દુ:ખદ અવસાન થયેલ છે. તેઓ જયેશ ભાઈ,દીપેન ભાઈ અને જાગૃતિબેનનાં મમ્મી, છાયાબેન, નીકીતાબેન, આસિતકુમારનાં સાસુ. કીરીટભાઈ તથા જીતેન્દ્ર ભાઈના ભાભી અને માલતીબેન તથા સુરેખાબેનના જેઠાણી શૈલેશભાઇ મહાસુખભાઈ શાહ, અરૂણાબેન સેવંતીલાલ શાહ, પ્રેમિલાબેન રજનીકાંત દલાલ તથા જ્યોત્સનાબેન સુર્યકાંત દોશીના બેન લૌકીક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button