મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર, હાલ મુલુંડ ગીરધરલાલ ફૂલચંદભાઈ શાહનાં પુત્ર ભાસ્કરભાઈ (ઉં.વ. ૮૦) તે સોમવાર, તા. ૨૦-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેઓ શારદાબેનનાં પતિ. કેતનભાઈ તથા તેજલબેનનાં પિતા. સ્વ. છોટુભાઈ, સ્વ. કનુભાઈ, યશવંતભાઈ, સ્વ. ચંદ્રાબેન, વિલાસબેનનાં ભાઈ. કામરોળવાળા મનસુખલાલ જેચંદભાઈ વોરાનાં જમાઈ. શાહ જયંતીલાલ કાળીદાસ (ટાણાવાળા) સ્વ. જયસુખલાલ કાળીદાસ શેઠ (સાવરકુંડલાવાળા)નાં સાળા. તેમની સાદડી તા. ૨૪-૧૧-૨૩ને શુક્રવારના ૬થી ૮.૩૦ હેતલ-ઘોઘારી સમાજ હોલ, (સમ્યક ટાવર) ઝવેર રોડ, મુલુંડ વેસ્ટમાં રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
સાભરાઇના વિપુલ તલકશી ગડા (ઉં.વ. ૪૯) તા. ૨૦-૧૧-૨૩ના અવસાન પામેલ છે. પુરબાઈ પાસુ ડાયાના પૌત્ર. વિજયા તલકશીના સુપુત્ર. જયશ્રી, કિરણ, હરેશના ભાઈ. ભોજાયના પુરબાઈ શામજી શીવજી ગાલાના દોહિત્ર. પ્રાર્થના સભા રાખેલ નથી. કુટુંબીજનો મુંબઈમાં ન હોવાથી ઘરે આવવાની તસ્દી લેવી નહીં. નિવાસ: તલકશી પી. ગડા, ૯, અલંકાર અપાર્ટમેન્ટ, કીલપાક, ચેન્નઇ-૮૪.
ડોણના ક્રિશ નિતીન છેડા (શાહ) (ઉં.વ. ૩૨) મુંબઈમાં તા. ૨૧-૧૧-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી ગુણવંતી કાનજીના પૌત્ર. નાગલપુરના માતુશ્રી સાકરબેન ખીમજી લાલજી ફુરીયાના દોહિત્ર. હેમા (ટીના) નિતીનના પુત્ર. રાશીના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હેમા નિતીન શાહ. ૨૦૪, મંગલ સ્મૃતિ, ૧૧મો રોડ, ચેમ્બુર, મું .૭૧.
નાંગલપુર હાલે ઇંદોરના રોહિતાબેન ભુપેન્દ્ર કક્કા (ઉં.વ. ૫૯) તા. ૨૦/૧૧/૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. ઇંદિરાબેન લક્ષ્મીચંદ પુંજાના પુત્રવધૂ. ભુપેન્દ્રના પત્ની. સંકેત, અમી, મીનલ, ડીમ્પી, ઉર્વીના માતા. ઇલાબેન હિંમતલાલના પુત્રી. પરિનના બેન. પ્રા.: તા. ૨૩/૧૧/૨૩, ગુરૂવાર- ૪ થી ૫.૩૦. નારાયણજી શામજી વાડી, કિંગસર્કલ-માટુંગા. નિ. ભુપેન્દ્ર કક્કા, ૧૬/૬, આર.એસ. ભંડારી માર્ગ, ઈંદોર (એમ.પી.).
મેરાઉ હાલે કોડાયના શાંતિલાલ મોરારજી સાવલા (ઉં.વ. ૮૫) તા. ૧૯-૧૧-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. કેસરબેન મોરારજી નરશી સાવલાના સુપુત્ર. પાનબાઇ (પુષ્પાબેન)ના પતિ. કલ્યાણજી, શામજી, વસંત, કોટડી મહાદેવપુરીના મધુબેન ઉત્તમ ગોસરના ભાઇ. ધનલક્ષ્મી, ઇલા, પ્રિતી, ઉદયના પિતા. બાડાના દેમીબાઇ કોરશી નેણશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. શાંતિલાલ સાવલા, રાજવી એપાર્ટમેન્ટ, નામ ફરીયો, તા. માંડવી, કોડાય-૩૭૦૪૬૦.
કુંદરોડી હાલે બારોઇના કલ્યાણજી વેરશી છેડા (ઉં.વ. ૮૫) ૧૬-૧૧ના અવસાન પામેલ છે. વેલબાઇ વેરશી રવજીના પુત્ર. સાકરબેનના પતિ. લતા (રશ્મી)ના પિતા. મગન, ઉમરશી, મેઘજી, ખેતબાઇ, લક્ષ્મીબેન, રતનબેનના ભાઇ. પત્રીના પુરબાઇ ભવાનજી ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રાજેશ ભીમશી દેઢીયા, એ-૨૦૨, સત્યમ સોસાયટી, છેડા પાર્ક, અચોલે રોડ, નાલાસોપારા (ઇ.).
નાના ભાડીયાના લખમશી જેસંગ શાહ/ગડા (ઉં.વ. ૮૯) તા. ૨૦-૧૧-૨૩ના અવસાન પામેલ છે. હીરબાઈ જેસંગના પુત્ર. ભાનુમતીના પતિ. ધીરજલાલ, પ્રદિપ, જયાના પિતા. શામજી, હરખચંદ, હેમચંદ, કાંતિલાલ, મોહનલાલ, મનસુખલાલ, મનહરલાલ, નવીનચંદ્ર, બિદડા ઝવેરબેન ખીમજી, નાગલપુર ચંદન કિશોર, ઈંદુ હરિશના ભાઈ. દેશલપુર (કંઠી) વાલબાઈ માલશી નેણશીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ: ધીરજલાલ ગડા, એ-૬૦૩, બાવા ટાવર, નારાયણ નગર, સાયન ટ્રોમ્બે રોડ, ચુનાભઠ્ઠી, મું-૨૨.
નાની ખાખરના માતુશ્રી રતનબેન (જીવીબાઈ) તલકશી ગણપત દેઢિયા (ઉં.વ. ૯૭) તા. ૨૦-૧૧-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી પુરબાઈ ગણપત પાસુના પુત્રવધૂ. માતુશ્રી મોંઘીબાઈ મોણશી ધારશીના સુપુત્રી. નાંગલપુર દિવ્યા નવીન, નવાવાસ ભાનુ સુરેશ, કુંદરોડી ઈંદિરા શશીકાંત, જીતુ, જગદીશના માતુશ્રી. મુલચંદ મોણશી, કપાયા લક્ષ્મીબાઈ જવેરીલાલ, ભુજપુર વેલબાઈ જગશી, મોટી ખાખર જ્યોતિબેન નાનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જગદીશ તલકશી, ૨૦૧, ગોકુલ દર્શન, નોર્થ સાઉથ રોડ નં. ૪, વિલે પાર્લે (વે).
દેઢિયાના દેવકાબેન પદમશી છેડા (ઉં.વ. ૯૦) તા. ૨૧-૧૧-૨૩ના અવસાન પામેલ છે. આસબાઇ ઘેલાના પુત્રવધૂ. પદમશીના પત્ની. તનસુખ, મંજુલા, સરસ્વતી, હેમા, ભારતી, દિવ્યાના માતુશ્રી. વિઢ માલબાઇ આશારીયાના પુત્રી. ખેરાજ, વિશનજી, કાંતી, રમેશ, રજની, ચીઆસર પાનબાઇ આણંદજી, ડુમરા માનબાઇ આણંદજી, કોટડા મંજુલા રામજી, ચાંગડાઇ વિજયા ચંદ્રકાંત, હેમલતા, હીરામણી, લક્ષ્મીના બેન. પ્રાર્થના: શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં.સ. કરસન લધુ નીસર હોલ, દાદર (વે), ૨ થી ૩.૩૦ ત્વચાદાન કરેલ છે. નિ. હીમેશ છેડા, ૪૦૫, વૈતી અપાર્ટમેન્ટ, મુલુંડ (ઇ).
દશાશ્રીમાળી દિગંબર જૈન
સુરેન્દ્રનગર, હાલ મરીનલાઈન્સ મુંબઈ. જનકભાઈ ગુલાબચંદ શાહ (ટોળિયા)ના ધર્મપત્ની હંસાબેન (ઉં.વ. ૭૫), તે અપૂર્વ, સ્વ. આનંદ તથા પૂજાના માતુશ્રી. તે નેહા, પીના તથા રીતેનભાઈના સાસુ. તે વઢવાણ નિવાસી સ્વ. રસીકલાલ ચુનીલાલ શાહની દીકરી. સ્વ. રંજનબેન, મૃદુલાબેન, સ્વ. સુધાબેન, જસ્મીનભાઈ તથા રીટાબેનના બેનનું મંગળવાર, તા. ૧૪-૧૧-૨૩ના દેહ પરિવર્તન થયેલ છે. વૈરાગ્ય સભા તા. ૩-૧૨-૨૩, રવિવાર ૩-૫ાળ, પાટણ જૈન મંડળ હોલ, ૭૭, પાટણ જૈન મંડળ રોડ, મરીન ડ્રાઇવ, મુંબઈ-૪૦૦૦૨૦. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી જૈન
હંસાબેન સંઘવી, મૂળ જેતપુર, હાલ મુંબઈ સ્વ. સી. એન. સંઘવીના ધર્મપત્ની તેમજ મૂળ જેતપુર નિવાસી હાલ રાજકોટ નિવાસી સ્વ. લાભુબેન ગુલાબચંદ દોમડીયાના સુપુત્રી તા. ૨૧/૧૧/૨૩ મંગળવારનાં અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૪/૧૧/૨૩ને શુક્રવારે, ૪.૦૦ થી ૬.૦૦, સ્થળ: ધ બેન્કવેટ હોલ, ધ રીઝર્વ, (વરલી), રાજીવ છોટાલાલ સંઘવી (સુપુત્ર), અ.સૌ. બીનાબેન રાજીવ સંઘવી (પુત્રવધૂ), હરેન છોટાલાલ સંઘવી (સુપુત્ર), અ.સૌ. પારૂલબેન હરેન સંઘવી (પુત્રવધૂ), નયન છોટાલાલ સંઘવી (સુપુત્રી), મીરાંબેન અવલાણી (ભાણેજ-દીકરી).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button