જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના ભાડીયાના અ.સૌ. વાસંતી વિનોદ ગોગરી (ઉં.વ. ૭૩) તા. ૧૨-૧૧-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. લીલબાઈ શીવજી લખમશીના પુત્રવધૂ. વિનોદ શીવજીના ધર્મપત્ની. શૈલેશ, વિરેશ (બોબી)ના માતુશ્રી. કાંડાગરાના સોનબાઈ લખમશી રવજી બોરીચાના સુપુત્રી. મનીષ, નિતીન, જયાબેન, પ્રતાપરના લિલાવંતી પ્રેમજી મેઘજી, કોડાયના નિર્મળા હરખચંદ જેઠાલાલ, બેરાજાના નિરૂપા મોરારજી ભાણજી, નાના ભાડીયાના રેખા પ્રવિણ જખુભાઈના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિરેશ ગોગરી : બી-૫૦૨, પારસ એપા., રોકડીયા લેન, બોરીવલી (વે.).
નવાવાસ હાલે લોનાવલાના જગદીશ શાંતીલાલ છેડા (ઉં.વ. ૬૯) ૧૨-૧૧ના અવસાન પામેલ છે. મણીબેન શાંતીલાલ હંસરાજના પુત્ર. ચંદ્રીકાના પતિ. જસ્મીન, ભાવિની, જ્યોતિ, પારસના પિતા. સુરેશ, રોહીત, કલ્પના, તુષારના ભાઇ. શેરડી મણીબેન દામજી ગણશી દેઢીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જગદીશ છેડા, ૧૭/૧, નડીથ વોર્ડ, ગાવઠન, લોનાવલા-૪૧૦૪૦૧.
ઝા. દશા શ્રીમાળી સ્થા. જૈન
ચુડા નિવાસી, હાલ મલાડ, સ્વ. સવિતાબેન મણીલાલ શાહના સુપુત્ર, પ્રફુલભાઈ (ઉં. વ.૭૧) તે છાયાબેનના પતિ, કુમુદ રમેશભાઈ વોરાના ભાઈ, ડો. સેજલ ગોસલિયા તથા ચી. વિરલના પિતાશ્રી. મલાડ નિવાસી શેઠ શ્રી સ્વ. રમણીકલાલ મનસુખલાલ શાહ ના જમાઈ તા. ૧૨/૧૧/૨૩ ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. હાલના સંજોગ અનુસાર પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ જૈન
સેવંતીલાલ ચીમનલાલ શાહ (ઉં.વ. ૯૬) કનાસાનો પાડો હાલ મુંબઈ સોમવાર, તા. ૧૩-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પદ્માબેનના પતિ. ફિરોઝ, વર્ષા, હિનાના પિતાશ્રી. ક્રેનીલ, દર્શીનીના દાદા. પરાગભાઈ, પરેશભાઈ, સ્વ. ફાલ્ગુનીબહેનના સસરા. અમિષી, કવિશા, વિશાલ, માલવના નાના. સ્વ. જયંતીભાઈ, સ્વ. ભગવાનદાસભાઈ, સ્વ. વસંતબેન ચંપકલાલ ઝવેરીના ભાઈ. નેમચંદભાઈ મણીલાલ પુનાવાલાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભરૂડિયાના સ્વ. મુરઈબેન વેલજી સુરજી ડાઘા (ઉં.વ. ૮૫) મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. ભચીબેન સુરજીના પુત્રવધૂ. સ્વ. વેલજી સુરજીના ધર્મપત્ની. શાંતિલાલ, નાનજી, કાનજી, જીતુ, અમૃત, કસ્તુરના માતુશ્રી. નિર્મળા, કલ્પના, સ્વ. સરલા, કરશન, દામજી, વિનોદના સાસુ. રાજેશ, આશીષ, ઈષા, ફોરમ, લેહા, સરીતા, દીપાના દાદી. મનફરાના તેજીબેન ભારમલ ખેતશી રાંભિયાના દિકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. ત્રિદેવ એપાર્ટમેન્ટ, બી-૪૦૧, ભક્તિમાર્ગ, મુલુન્ડ વેસ્ટ.