મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા, હાલ મલાડ મંજુલાબેન દિપચંદભાઈ મહેતાના પુત્ર નીતિનભાઈ મહેતા (ઉં. વ. ૬૫) તે ૯/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે શીલાબેનના પતિ. પૂજા તથા વિશાલના પિતા. કૈલાશબેન ધન્વંતરાય, સ્વ. રશ્મિબેન લહેરચંદ, વર્ષાબેન મધુકાંત, નયનાબેન વિનોદકુમાર, શિલ્પાબેન અજયકુમાર, કૌશિક, જીતેનના ભાઈ. સાસરાપક્ષે દાઠાવાળા વિનુભાઈ જયંતીભાઈ દુર્લભદાસ શાહ તથા ધર્મેન્દ્રના બનેવી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા જૈન
આખા, હાલ મુંબઈ સ્વ. ખુશાલચંદ શામળજી શેઠના ધર્મપત્ની ગં. સ્વ લીલાવતી શેઠ (ઉં. વ. ૯૧) તે રમેશચંદ્રના ભાભી. સ્વ. હરેશ, કિશોર, સ્વ. મેઘના, નીતિન, ભવ્યાના માતુશ્રી. સ્વ. શિલ્પા, મંદા, પ્રીતિના સાસુ. દીપલ, જિનેશ, જેનીલ, નીરવ, આશુમિ તથા નેમિલના દાદી ૯/૧૧/૨૩ ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ગુર્જર જૈન
કચ્છ માંડવી, હાલ મલાડ, સ્વ. સુશીલા શાંતિલાલ મકનજીના સુપુત્ર રોહિત કુમાર (ઉં. વ. ૭૧) તે સ્વ. શાંતિલાલ વચ્છરાજ દોશી ગામ અંજારના જમાઈ, તે શોભનાના પતિ. પ્રેરણાના પિતાશ્રી. કુમુદિનીબેન, લલિત, જીતેન્દ્ર, ભાલચંદ્ર, વિનય અને ભુપેન્દ્રના ભાઈ, શુક્રવાર તા.૧૦-૧૧-૨૩ ના રોજ અરિહંત શરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા.જૈન
જેતપુર, હાલ મલાડ સ્વ.કંચનબેન કાંતીલાલ દોશીના પુત્રવધૂ. સ્વ.ગુણવંતભાઈના ધર્મપત્ની ગં.સ્વ. પુષ્પાબેન,ઉ.વ.૮૩, તે સરોજબેન ભુપેન્દ્રભાઈ દોશીના ભાભી, કોમલ મુકેશકુમાર અવલાણી, દીપા ચેતન દોશી, હીના મયુરકુમાર હેમાણીના ભાભુ, સ્વ.ચંદ્રકાન્તભાઈ, સ્વ. નરેશભાઈ, સતીષભાઈ પ્રાણજીવનદાસ , સ્વ. શારદાબેન રતીલાલના બેન, ધૈર્ય-પ્રાચી, સિદ્ધાંત-કૃપાલી, ભવ્ય-ખુશીના ભાભીબા તા. ૧૦-૧૧-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
બોટાદ, હાલ સાંતાક્રુઝ , સ્વ. જયંતીલાલ ચત્રભુજ ગાંધીના સુપુત્ર શ્રી નિખીલભાઈ ગાંધી (ઉ.વ.૮૧) તા. ૯-૧૧-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.ઉષાબેનના પતિ, ભાવિક અને જીગ્નેશના પિતા, નીપા અને નેહાના સસરા, રાહાન, હિતાલી, હિતિકાના દાદા, સ્વ.સમતાબેન મંગળદાસ શાહના જમાઈ, સાદડી અને લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નવીનાર હાલે બારામતીના હિરેન ડુંગરશી (હરેશ) વોરા (ઉ.વ.૫૨) ૬/૧૧/૨૩ના અવસાન પામેલ છે. પુષ્પાબેન હરેશભાઈના પુત્ર. બંસરીના પતિ. ગ્રીષ્માના પિતા. જયેશ, દિપનના ભાઈ. પ્રભાબેન વસંતલાલના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. બંસરી હીરેન વોરા, ઇ-૩, પ્રભા એપાર્ટમેન્ટ, મોતાનગર, બારામતી, પુણે-૪૩૧૧૦૨.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
વણી હાલ સાયન મનહરલાલ નાનાલાલ મહેતા (ઉં. વ. ૯૯) તા. ૧૦-૧૧-૨૩ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જશવંતીબેનના પતિ. નીલાબેન, ઉર્વશીબેનના પિતા. તથા સ્વ.મુળજીભાઇ મણિલાલ કામદારના જમાઇ. સ્વ. લલિતાબેન અને સ્વ. કમળાબેનના ભાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button