મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના નેણબાઇ વિશનજી ગાલા (ઉં.વ. ૮૭) તા. ૭/૧૧ના અવસાન પામેલ છે. માતુશ્રી વેલબાઈ મોરારજીના પુત્રવધૂ. બિદડાના પુરબાઈ વેલજીના દીકરી. વિશનજીના પત્ની. ચંદન, પ્રફુલ્લા, સરલા, સુરેશ, હિતેનના માતુશ્રી. તલવાણાના મુરીબાઈ ખીમજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. હિતેન ગાલા, મા-બેલા મેન્શન, સેન્ટ્રલ એવેન્યુ રોડ, ચેમ્બુર. મું-૭૧.

દેશલપુર (કંઠી) મીરજ હાલે મુંબઇના ટોકરશી ભારાણી (ઉં.વ. ૬૯) તા. ૬-૧૧-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી પુષ્પાબેન કલ્યાણજી દેવજી ભારાણીના સુપુત્ર. સ્વ. કીર્તીદાના પતિ. તારક અને ડો. દિપીકાના પિતાશ્રી. ડો. નીતીનચંદ્ર તથા કુંદનબેન અશોક જોઇસરના ભાઇ. મોટા આસંબીયાના હેમકુંવરબેન અરવિંદ છેડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ડો. દિપીકા ભારાણી, ૭૦૪, એ-વિંગ, સુવિધા પર્લ, ફીરોઝશા મહેતા રોડ, હનુમાન મંદિર પાસે, કંકુવાડી, વિલેપાર્લા (ઇસ્ટ).

માપરના શ્રીમતી વર્ષા મહેન્દ્ર ગડા (ઉં.વ. ૬૮) તા. ૭-૧૧-૨૩ના દેહ પરીવર્તન કરેલ છે. લીલબાઇ મગનલાલના પુત્રવધૂ. મહેન્દ્રના ધર્મપત્ની. કૌશલ, પ્રીયેશ, ગૌરવના માતુશ્રી. સુશીલાબેન રતનશીના પુત્રી. રમેશ, હેમંત, ચેતન, દેઢીયાના અમીતા જગદીશના બેન. પ્રાર્થનાસભા રાખેલ નથી. રહેઠાણ: મહેન્દ્ર ગડા, સી/૧૧, શિવ દર્શન, એમ.એમ. માલવીયા રોડ, મુલુંડ (વે.).

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઘાટકોપર નિવાસી સ્વ. મનહરલાલ દફતરી – વિજયાબહેનના પુત્ર ડૉ. નિલેશ દફ્તરીનાં પત્ની તે જામનગર નિવાસી રતિલાલ છગનલાલની પુત્રી હર્ષિદા (નેહા) (ઉં.વ. ૬૭) તથા પ્રશાંત- દિશાંતનાં મમ્મીનું ૭ નવેમ્બર – ૨૦૨૩ના અવસાન થયું છે. બધી લૌકિક ક્રિયાઓ બંઘ રાખી છે.

સંબંધિત લેખો

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા, હાલ બોરીવલી અનસૂયાબેન મહેતા (ઉં.વ. ૮૯) તે ૭/૧૧/૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. ખાંતીલાલ બાવચંદ મહેતાના ધર્મપત્ની. વર્ષા ચેતન મહેતા, જયશ્રી વિજય વડાલીયા, રેણુકા કમલેશ શાહના માતુશ્રી. પ્રતીક-કોષા તથા દીપ-ચાર્મીના મોટીબા. સ્વ. ચંદુભાઈ, સ્વ. કનૈયાલાલ, સ્વ. ભુપતભાઇ, સ્વ. નિર્મળાબેન અને સ્વ. હીરાબેનના ભાભી. પિયરપક્ષે વીરડીવાળા સ્વ. ગોરધનદાસ લવજીભાઈ ગાંધીના દીકરી. તેમની માતૃવંદના ૯/૧૧/૨૩ના ૧૦ થી ૧૨. લોટસ હોલ, રઘુલીલા મોલ, કાંદિવલી વેસ્ટ.

પાટણ દશાશ્રીમાળી જૈન
પાટણ, (કોકાનો પાડો), હાલ રતન નગર બોરીવલી કમલાબેન વરજીવનદાસ શાહના પુત્ર કિરીટભાઇ (ઉં.વ. ૭૮) – તેઓ શ્રીમતી શોભનાબેનના પતિ. ચંદ્રાબેન જયંતીલાલ મુલચંદ શાહના જમાઇ. તેઓ હેતલબેન બિનીશભાઈ, અલ્પાબેન મનીષભાઈ, જેસલબેન તેજસભાઈના પિતા. તે મહેશભાઈ, સતિષભાઇ હંસાબેન, સ્વ. દેવબાળાબેન અને સાધ્વીજી પ્રિયદર્શનાશ્રીજીના સંસારીભાઈ. તેઓ રચિત, ક્રીનલ, મિતાંશ, માન્યના નાના, તે તા. ૩-૧૧-૨૩, શુક્રવારના અરિહંતશરણ થયેલ છે. નિવાસસ્થાન બિલ્ડીંગ નંબર ૨૨ ફ્લેટ નંબર ૧, રતન નગર, દહીંસર (ઈસ્ટ). લૌકિક વ્યવહાર રાખેલ નથી.

પાલનપુરી જૈન
રેખાબેન શાહ (ઉં. વ. ૭૬) તે તા. ૮-૧૧-૨૩ બુધવારના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. દિપકભાઈ શાહના ધર્મપત્ની. તે સ્વ. ભગવતીબેન જયંતીલાલ શાહના સુપુત્રી. તે મુક્તાબેન ભોગીલાલ શાહની પુત્રવધૂ. ડિમ્પલ, બીજલ, બીરવા તથા દેવાન્શીના માતુશ્રી. તે મિલનભાઈ, સચીનભાઈ, વિશાલભાઈના સાસુ. દર્શનાબેન, નયનભાઈ, ગીતાબેન, સ્વ. સતીષભાઈ, શૈલેષભાઈ, નૂતનબેન, પૂર્ણિમાબેન, નિકુંજભાઈ તથા મુકેશભાઈના ભાભી. પ્રાર્થનાસભા તા. ૯-૧૧-૨૩ ગુરુવારના ભારતીય વિદ્યાભવન, ચોપાટી ૯ થી ૧૧.

વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. જેઠીબેન આણંદજી ગાલા (ઉં. વ. ૮૭) અવસાન પામેલ છે. સ્વ. આણંદજી થાવર ગાલાના પત્ની. સ્વ. શાંતિલાલ, ધરમશી, ઈશ્ર્વર, હરખુ, દિવાળી, ચંપા, શોભના, લક્ષ્મી, સાવિત્રી, કેશરના માતુશ્રી. સ્વ. વસંત, પ્રભા, દમયંતી, લખમશીભાઈ ગડા, ચાંપશીભાઈ નંદુ, દેવરાજ રીટા, ધીરજ નંદુ, લખમશી ખુથીયા, ઘનશ્યામ નિસર, જીતેન્દ્ર દેઢિયાના સાસુ. દિપાલી, રાકેશ, અશોકના દાદીસાસુ. દિનેશ, રાહુલ, સમીર, ઝલક, આકાંક્ષા, પારૂલ, મયુરીકા, સ્વ. દેવાંશી, સ્વ. પ્રિયંકા, ફોરમના દાદીમા. સ્વ. સોનાબેન રીણાના દેઢિયા પુત્રી પ્રાર્થના તા. ૯-૧૧-૨૩. ૩ થી ૪.૩૦ પીપલ સ્કૂલ, ખાર, મુંબઈ.

ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વેતામ્બર મુ.પૂ. જૈન
સુદામડા, હાલ ગોરેગાંવ સ્વ. શારદાબેન ભાઈલાલભાઈ મશ્કરીયા (શાહ)ના પૌત્ર કિરણબેન સુરેશભાઈના પુત્ર. પૂજાના પતિ. ધીયરાના પિતા ચિ. જીગર (ઉં.વ. ૩૭) તે સમૌ નિવાસી હાલ મલાડ નંદાબેન હસમુખભાઈ શાહના જમાઈ. તે જોરાવરનગર નિવાસી સ્વ. બાલચંદ કસ્તુરચંદના ભાણેજ મંગળવાર, તા. ૭-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે: રોનક હાઈટ, પ્લોટ નં. ૧૩૭, ફલેટ નંબર ૪૦૨, રોડ નં. ૯, જવાહરનગર, ગોરેગાંવ (વેસ્ટ).

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ત્રાપજ હાલ સાયન શ્રીમતી સવિતાબેન રમણીકલાલ રતિલાલ શાહના પુત્ર જગતભાઈ (ઉં.વ. ૬૫) બુધવાર, તા. ૮-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જયોતીબેનના પતિ. દર્શન, રીકીન, રીપા હર્શીલકુમાર વોરાના પિતાશ્રી. દિપક-ચેતના, યોગેશ-રેખા, મનોજ-ચેતનાના વડીલ બંધુ. રિદ્ધિ અને રાજવીના સસરા. સ્વ. તકલચંદ ચુનીલાલ શાહ વરતેજવાળાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૯-૧૧-૨૩, ગુરુવારે ૩-૫ કલાકે. સ્થળ: રવજી જીવરાજ ચાંદીવાલા હોલ (એસએનડીટી), રફી અહેમદ કીડવાઈ રોડ, માટુંગા ઈસ્ટ.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દાઠા, હાલ-મુલુંડ, નેમચંદ ચુનીલાલ દોશીના પુત્ર પ્રતાપરાય દોશી (ઉં.વ. ૮૩) તે મંજુલાબેનના પતિ. અમિતભાઈ તથા બીનાબેન પરેશકુમાર દોશી, સ્વ. કવિતાબેનના પિતા. સ્વ. બિપિનભાઈ, સ્વ. પ્રદીપભાઈ, ભાવનાબેન વિનોદરાય કાપડિયા, સ્વ. રંજનબેન દોલતરાય રાણા તથા કળાબેન અરવિંદભાઈ શેઠના ભાઈ અને જગજીવનદાસ હેમચંદ ગાંધી (બોરડીવાલા)ના જમાઈ. રીયા ને દીપના નાના તા. ૭-૧૧-૨૩, મંગળવારના સ્વર્ગવાસ થયેલ છે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.)

ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
વઢવાણ શહેર, હાલ તારદેવ સ્વ. શાંતાબેન પોપટલાલ ન્યાલચંદ વોરાના સુપુત્ર મહેન્દ્રભાઈ (ઉં.વ. ૮૪) તે સ્વ. ભાનુમતીબેનના પતિ. જસ્મિન-અલ્પા, પ્રીતિ અભયકુમાર, યામિની હેમલકુમારના પિતાશ્રી. તે સ્મિતા રમેશભાઈ, પ્રેમા મહેશભાઈ, મહેશ્ર્વરી મુકેશભાઈ, કલ્પના દીપકભાઈ, સ્વ. સરોજબેન હિંમતલાલ, ઊર્મિલાબેન લલિતકુમાર, ઉષાબેન મુકુન્દ્રાય, રેખાબેન નીતિનકુમારના મોટાભાઈ. તે સ્વ. રમણલાલ નારણદાસ સંઘવી (સાણંદવાળા)ના જમાઈ. તે માના, અભિષેક, દૃષ્ટિ, જયના દાદા-નાના તા. ૭-૧૧-૨૩ના તેમનો સંથારો સીજી ગયેલ છે. તેમની ગુણાંજલિ સભા તા. ૯-૧૧-૨૩, ગુરુવારે ૩થી ૫ સ્થળ: વાય.બી.ચૌહાણ હોલ, સચિવાલય પાસે, મુંબઈ મધ્યે રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button