મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દાઠા, હાલ મુલુંડ કનૈયાલાલ કુંવરજી દોશી (ઉં.વ. ૮૦) તા. ૧-૧૧-૨૩ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે સંદીપ, શીતલ, નીતુના પિતાશ્રી. સોનલ, નીરવકુમાર સલોત તથા સિદ્ધાર્થકુમાર શાહના સસરા. જાનવીના દાદા. સ્મિત અને આયુશીના નાના. જયાબેન, સ્વ. કાંતિભાઈ, નરેન્દ્રભાઈ તથા રંજનબેન ચંદ્રકાંત મહેતાના ભાઈ. સાસરા પક્ષે સ્વ. રતીલાલ ગાંડાલાલ શાહ (નવાગામ વાળા)ના જમાઈ. એમની શત્રુંજય ભાવયાત્રા શુક્રવાર, તા. ૩-૧૧-૨૩ના ભાવ યાત્રા સ્થળ: અશોક હોલ (જીવરાજ ભાણજી સભાગૃહ) મેહુલ સિનેમાનજીક, મુલુંડ (વેસ્ટ). સમય: સ. ૧૦થી ૧૨ . લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈન
સ્વ. રમણીકલાલ તલકશીભાઈ સંઘવીનાં ધર્મપત્ની નિર્મળાબેન (ઉં.વ. ૮૧) તે રાજીવ, સંજય, યાશીની ચેતનકુમાર, જેશીકા મીતેશકુમાર તથા મોનિકા હિતેશકુમારનાં માતુશ્રી. તે સોનલ અને વિમાનાં સાસુ. તે સ્વ. કઈવંતભાઈ, સ્વ. ચંપકભાઈ, સ્વ. સવિતાબેન ન્યાલચંદદાસ, સ્વ. કાંતિલાલ, ચંદુલાલ અને મંજુલાબેન ધીરજલાલનાં ભાભી. તે પીયર પક્ષે સ્વ. બાબુલાલ લક્ષ્મીચંદ શાહ (મોરબીવાલા)ના દીકરી. તા. ૨-૧૧-૨૩, ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૪-૧૧-૨૩ના શનિવારે ૪.૩૦થી ૬.૦૦. સ્થળ: એસએનડીટી કોલેજ હોલ, રફી અહમદ કીડવાઈ રોડ, અમુલખ અમીચંદ સ્કૂલની બાજુમાં, માટુંગા-૪૦૦૦૧૯. લૌકિક વ્યવહાર બંધ છે.

ઝાલાવાડ સ્થાનકવાસી દિગંબર જૈન
પાણસીણા (લિંબડી) હાલ-મુલુંડ સ્વ. પ્રાણલાલ ન્યાલચંદ શાહના મોટા સુપુત્ર અજય (અજીત)ભાઈ (ઉં.વ. ૬૮) તા. ૨-૧૧-૨૩ના દેહ પરિવર્તન થયેલ છે. તે મીનાબેનના પતિ. અતીત અને રૌમલના પિતાશ્રી. પ્રતિતીના સસરા. તે જયશ્રીબેન તરુણભાઈ ગોસલીયા, હર્ષિદાબેન મીલનભાઈ, હસમુખભાઈ-નૈલેષભાઈના મોટાભાઈ. તે સાસરા પક્ષે સાળંગપુર નિવાસી-ડાહ્યાભાઈ મણીલાલ શેઠના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૪-૧૧-૨૩, શનિવારે ૧૦થી ૧૨ વાગ્યે. સ્થળ: જીવરાજ ભાણજી હોલ (અશોક હોલ), મેહુલ સિનેમાની બાજુમાં, મુલુંડ (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.) નોંધ: ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.

શ્રી મચ્છુકાઠા વિશા શ્રીમાળી જૈન
રાજકોટ, હાલ માટુંગા ઉર્મિલાબેન સંઘવી (ઉં.વ. ૮૪), તા. ૧-૧૧-૨૩ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સૂર્યકાન્તભાઈ હરજીવનભાઈ સંઘવીના પત્ની. ભાવના, પરેશ, રૂપેશના માતુશ્રી. ધર્મેશભાઈ, ફાલ્ગુની, વિભાના સાસુ. સ્વ. હરજીવનભાઈ વીરજી સંઘવીના પુત્રવધૂ. પિયર પક્ષે સ્વ. વીરચંદ સોમચંદ મેહતાના દિકરી. કેવીન, ઝેનીલ, અપેક્ષા, વ્યોમા, દિશાન્તના દાદી-નાની. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

સંબંધિત લેખો

કચ્છી વિશા ઓશવાળ જૈન
દેવપુરના કાંતીલાલ ગાલા (ઉં.વ. ૬૯) તા. ૩૧-૧૦ના અવસાન પામેલ છે. વેજબાઇ દેવજીના પુત્ર. પુષ્પાના પતિ. વિશાલના પિતા. ચેતનાના ભાઇ. હીરબાઇ માવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિશાલ ગાલા, એ-૨, જીગ્નેશ જ્યોત, ટાટા પાવર લાઇન, ડોંબીવલી (ઇસ્ટ).

દેવપુરના કિશોર હેમરાજ હરીયા (ઉં.વ. ૫૮) તા. ૩૦-૧૦-૨૩ કચ્છમાં અવસાન પામેલ છે. કેસરબાઇ હેમરાજના પુત્ર. કલ્પના (નવલ)ના પતિ. નીલ, યશ, સલોનીના પિતા. વલ્લભજી, કંચનના ભાઇ. કોટડા (રો) કેસરબેન રણશી ભારમલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કિશોર હેમરાજ હરીયા, દેવપર (ગઢશીશા) તા. માંડવી (કચ્છ).

શ્રી મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
અરણીટીમ્બા, હાલ ભાયંદર ગં. સ્વ. રમાબેન અનંતરાય શાહના પુત્ર સંદેશ શાહ (ઉં.વ. ૬૨) તે અનિતાબેનના પતિ. કેવિન-મિતલ તથા રોનક ભાવિનકુમારના પિતા. સાસરાપક્ષે સ્વ. ચંદુલાલ ત્રિભોવનદાસ સંઘવી આણંદપર ભાડલાના જમાઈ. કેતન તથા લીના તુષાર ખંધારના મોટાભાઈ. ૧/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.

પ્રભાસ પાટણ વિશા ઓસવાલ જૈન
પ્રભાસ પાટણ, હાલ ગોરેગાવ ગં. સ્વ. લલીતાબેન નગીનદાસ શાહ (ઉં.વ. ૯૧) તે ૧/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે નરેન્દ્રભાઈ, ભારતીબેનના માતુશ્રી. નીલા તથા શૈલેષના સાસુ. જીગર તથા પૂજાના દાદી. ખ્યાતિના દાદીસાસુ. રિયાંશ તથા સ્વ. તનિષ્કાના પરદાદી. સ્વ. કબીબેન કેશવજીના પુત્ર. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button