મરણ નોંધ

જૈન મરણ

વાગડ વિ. ઓ. જૈન
ગામ રવના સ્વ. જશુબેન મોમાયા ગાલાના પૌત્ર. સ્વ. સોનાબેન ખીમજીના પુત્ર મણીલાલ (ઉં. વ. ૬૪) તા. ૩૦-૧૦-૨૩ના અવસાન પામેલ છે. ગં. સ્વ. કુંવરબેનના પતિ. મનસુખ, સ્વ. મહેન્દ્ર, ગં. સ્વ. રેખા, રંજનના ભાઈ. સ્વ. મણીલાલ, અરવિંદના સાળા. પાર્વતીના દિયર. ગં. સ્વ. મીનાના જેઠ. પ્રાર્થનાસભા રાખેલ છે. બુધવાર, તા. ૧-૧૧-૨૩. ૧૦.૩૦ થી ૧૨. જાપ: ૧૨ થી ૧૨.૩૦. સ્થળ: શ્રી થાણા વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, થાણા (વે). લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વંડાવાળા હાલ મુલુંડ સ્વ. દલીચંદ જેઠાલાલ પટેલના ધર્મપત્ની નકુક્ષી મંછાબેન (ઉં. વ. ૯૭) તા. ૩૦-૧૦-૨૩ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે દીપટ, સ્વ. મહેશ, પુર્ણકલાશ્રીજી મ.સા., ઉષા સુરેન્દ્ર શાહ, હસુમતી પ્રમોદચંદ્ર કોરડીયા, કોમલ (કૈલાશ) ધીરેન સલોતના માતુશ્રી. દિનાના સાસુ. ચિંતન-પૂજા, હર્ષના દાદી તથા દાદીસાસુ. પિયરપક્ષે માવજીંજવા વાળા તારાચંદ કેશવજી વોરાના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થા. જૈન
સાવરકુંડલા હાલ મુલુંડ સ્વ. જયાબેન અનંતરાય દોશીના સુપુત્ર નરેન્દ્રભાઈ (ઉં. વ. ૭૫) તે શીલાબેનના પતિ. નીલેશ-પૂજા, ધર્મેશ-તૃપ્તિ, તુષાર-હેતલના પિતાશ્રી. તે નરેશભાઈ-હર્ષાબેન, હરેશભાઈ-આશાબેન તથા સ્વ. રેખાબેન કનુભાઈના ભાઈ. તે સ્વ. હરગોવિંદદાસ ઓધવજી ગોહિલના જમાઈ. તે હેત્વી, દીપ તથા ક્રિશના દાદા તા. ૩૧-૧૦-૨૩ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨-૧૧-૨૩ ગુરુવારના ૫ થી ૭ કાલીદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મુલુંડ (વે). લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બગસરા હાલ ઘાટકોપર નટવરલાલ મણીલાલ બજરીયાના સુપુત્ર કલ્પેશભાઈ (ઉં. વ. ૫૫) ૨૯-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સોનાબેનના પતિ. રીયા તથા હેનાના પિતાશ્રી. તે મહેન્દ્રભાઈ પોપટલાલ મહેતાના જમાઈ. તે ધર્મેશભાઈના ભાઈ. ટીમ્પલના જેઠ તેમ જ શુભમ તથા હેતસ્વીના કાકા. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨-૧૧-૨૩ના પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઈ), સાંજે ૩.૩૦ થી ૫.૩૦.

સંબંધિત લેખો

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ચુડા નિવાસી હાલ પરેલ રાજેશભાઈ હિંમતભાઈ શાહના પત્ની પલ્લવીબેન (ઉં. વ. ૬૮) તા. ૨૮-૧૦-૨૩ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે નિર્મળાબેન હિંમતભાઈ શાહના પુત્રવધૂ. વિશાલ-પૂજા, સની-દિશીતા, સલોની મિલન દોશીના માતુશ્રી. મધુબેન ઈન્દુભાઈ ખાટડીયાના સુપુત્રી. રાહુલ-તોરલ, મયુરી, રેખા, રૂપા, રાજુલ, હિનાના ભાભી. આદિત્ય, વિવાન, ક્રિશીવના દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨-૧૧-૨૩ના ગુરુવારે ૪ થી ૫.૩૦. યોગી સભાગૃહ, ગ્રાઉન્ડ ફલોર, સ્વામીનારાયણ મંદિર પાસે, દાદર ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દાઠા, હાલ મલાડ સ્વ. સુશીલાબેન બાવચંદ ત્રિભોવનદાસ દોશીના સુપુત્ર રાકેશ (બુધેશ) (ઉં.વ. ૫૭) તા. ૨૮/૧૦/૨૩ શનિવારના સ્વર્ગવાસ પામેલ છે. તે રિદ્ધિના પતિ. સ્વ. ચંદુભાઈ, ગજરાબેન, ભારતીબેન, માયાબેન, વિભૂતિ (ટીકુબેન) ઇલાબેનના ભાઈ. સાસરા પક્ષે આત્મારામ તાતોજીરાવ કદમના જમાઈ. પૂનમચંદ ત્રિભોવનદાસના ભત્રીજા. મોસાળ – ફુલચંદ ઝવેરચંદ મહેતા (જેસર રાજપરા)ના ભાણેજ, શુક્રવાર, તા. ૩/૧૧/૨૩ના ૧૦:૦૦, શ્રી પંચ કલ્યાણની પૂજા રાખેલ છે. એડ્રેસ: શ્રી શીતલનાથ જૈન દેરાસર, ધનજી વાડી, મલાડ (ઇસ્ટ).

કચ્છી વિશા ઓશવાળ જૈન
ભોરારાના હીરેન શાંતીલાલ દેઢીયા (ઉં.વ. ૪૮) તા. ૩૦-૧૦-૨૩ના અવસાન પામેલ છે. જયવંતી શાંતીલાલના પુત્ર. બીજલના પતિ. હીમેશના ભાઇ. મોટી ખાખર વનિતા મુલચંદ નરશી ગંગરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શાંતી દેઢીયા, ૪૦૨, શ્રીરામ એપા., ગવનપાડા, ફડકે માર્ગ, મુલુંડ (ઇ.).

ભુજપુરના માતુશ્રી ભાનુબેન ગણપત દેઢીયા (ઉં.વ. ૯૦) ૩૦-૧૦ના અવસાન પામેલ છે. પાનબાઇ હરશી કેશવના પુત્રવધૂ. મોનજી, સુશીલા, હેમલતા, વાસંતી, ઉર્મિલા, અવની, કુમારના માતુશ્રી. દેશલપર જીવીબેન મેઘજી ઘેલા છેડાના પુત્રી. ખીમજી, જાધવજી, કપાયા મમીબેન મેઘજી, ડેપા નાનબાઇ રામજી, નિર્મળાબેન ગાંગજી, દેશલપર લક્ષ્મીબેન માવજી, સરલાબેન વીરજી, મો. ખાખર દીવાળીબેન ભોગીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. કુમાર દેઢિયા, ૨૩, ગીરીરાજ, રાજાવાડી પોસ્ટ ઓફિસની ઉપર, ઘાટકોપર (ઇ).

મોખાના હરેશ કાનજી છેડા (ઉં.વ. ૫૬) તા. ૨૯-૧૦-૨૩ના દેશમાં અવસાન પામેલ છે. ગં.સ્વ. સુંદરબેન કાનજી છેડાના સુપુત્ર. સ્વ. મનીષાના પતિ. કેતન, વિરલના પિતા. છગન, રમેશ, ગુણવંતી, નિર્મળાના ભાઇ. લુણીના મણીબેન રામજી વેલજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સુંદરબેન કાનજી છેડા, ગામ : મોખા, તા. મુંદ્રા.

સાડાઉના હસમુખ લાલજી શાહ (માલદે) (ઉં.વ. ૭૨) તા. ૩૦/૧૦ના અરિહંતશરણ પામેલ છે. સાકરબેન લાલજીના પુત્ર. વસુમતીના પતિ. સ્વ. નિખિલ, વૈશાલી, કોમલ, દર્શીનીના પિતા. સ્વ. અરવિંદ, સ્વ. રસિક, મહેન્દ્ર, ભરત, કિશોર, હેમલતાના ભાઈ. લાખાપર લક્ષ્મીબેન વસનજી પ્રેમજી છાડવાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: વસુમતી શાહ- ૪૦૧, પ્રિયેશ એપાર્ટમેન્ટ, સી. કે. પી. કોલોની, એક્સર રોડ, બોરીવલી (વેસ્ટ).

કપાયાના જીતેન્દ્ર ગાલા (ઉં.વ. ૭૬), ૩૦/૧૦ના અવસાન પામેલ છે. મણીબેન કેશવજી વીરજીના સુપુત્ર. હંસાના પતિ. કેતના, અંકિતના પિતા. શાંતિલાલ, અલ્કા/નીલમ, પુષ્પા, ભારતી, સરયુના ભાઈ. મુંદ્રા મંજુલાબેન માવજી લખમશીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ.: અંકિત ગાલા, ૧૦/૪૦, જૈન વિહાર, જુહુ સ્કીમ, રોડ નં.૩, વિલેપાર્લા (વે.).

ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
ધ્રાંગધ્રા, હાલ વિરાર સ્વ. વસંતબેન હીરાલાલ સંઘવીના પુત્રવધૂ, કૌશિકના ધર્મપત્ની, રેખાબેન (ઉં.વ. ૫૯) તે ભાવિન, કેતૂલ તથા હેતલ બિપીનભાઈ ડેલીવાલાના ભાભી. જેનીશા તથા સ્નેહાના માતુશ્રી. મમતા તથા સંજનાના જેઠાણી. ૩૦/૧૦/૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સોરઠ વિશા શ્રીમાળી જૈન
ધોરાજી, હાલ કોપરખૈરાને (નવી મુંબઈ) સ્વ. ધીરજબેન જયંતીલાલ સંઘવીના પુત્ર, કીર્તિભાઇ (ઉં.વ. ૬૭) તે ૨૯/૧૦/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. માલતીબેનના પતિ. કૃતિ, ધનંજય હાંડેના પિતા. પ્રદીપ, યોગેશ, હિના હરેશ મહેતાના ભાઈ. કાંતાબેન છબીલદાસ બાવીશીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પાટણ જૈન
ખેતરવસી મહાદેવાની શેરી, પાટણ હાલ મુંબઈ, શ્રી નરેન્દ્રભાઈ શાહ (ઉં.વ. ૮૦), તે સ્વ. સુભદ્રાબેન ભગવાનદાસના સુપુત્ર. સ્વ. અનિલાબેનના પતિ. સ્વ. કમલાબેન ચીમનલાલ શાહના જમાઈ. જેસલ (ટીના), મીતા, મનીષના પિતા. અનીશ, આશિષ, હેતાના સસરા. પ્રવિણભાઈ, મહેન્દ્ર, મુકેશ, તરૂણા, નયના, મીનળના ભાઈ, મંગળવાર, તા. ૩૧-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button