મરણ નોંધ

જૈન મરણ

શ્રી જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
જામનગર, હાલ ભાયંદર સુરેશભાઈ શાહ (ઉં. વ. ૭૩) તે ૨૬/૧૦/૨૩ ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. દમયંતીબેન વનેચંદ શાહના પુત્ર. તારૂલતાબેનના પતિ. હિમાંશુ તથા વૈભવના પિતા. હશેલાના સસરા. દેવાંશીના દાદા, માવજીઝવા નિવાસી હાલ કલકત્તા સ્વ. ભીખાલાલ મુલચંદ વોરાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી સ્વ. નંદલાલ અમરચંદ પારેખના જયેષ્ઠ પુત્ર પ્રવીણચંદ્ર નંદલાલ પારેખ, તે સ્વ. સુધાબેન પારેખના પતિ. જીજ્ઞેશભાઇ તથા નેહલબેન મનીષભાઇ શાહના પિતાશ્રી. રૂપલબેન જીજ્ઞેશભાઇના સસરા. તથા મહેન્દ્રભાઇ એન. પારેખ, મધુબેન દિલીપભાઇ ખંધાર, હર્ષાબેન વિપુલભાઇ શાહના મોટાભાઇ. તથા પાર્થભાઇ તથા પાર્થવીબેન તથા જેમિન મનીષભાઇ શાહના દાદા-નાનાનું અવસાન તા. ૨૫-૧૦-૨૩ના થયેલ છે. પ્રાર્થનાસભા બોરીવલી હિન્દુજા હોલ ખાતે બોરીવલી (ઇસ્ટ) તા. ૨૯-૧૦-૨૩ના ૧૦-૩૦.

જામનગર હાલાર વિશાશ્રીમાળી જૈન
સરપદર, હાલ બોરીવલી વસંતબેન હિમ્મતલાલ પ્રેમચંદ પટેલની સુપુત્રી કુ.પન્ના પટેલ (ઉં. વ. ૫૨) તે કિરણ સંજય જૈન, પ્રીતિ રાજીવ ઝવેરી અને દિપક પટેલની બહેન. રિશીતા દિપક પટેલના નણંદ તા: ૨૩-૧૦-૨૦૨૩ ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ મુલુંડ તરૂલતાબેન દફતરી (ઉં. વ.૭૨) તે સ્વ. અશ્ર્વિનભાઇ ફતેહચંદ મોહનલાલ દફતરીના ધર્મપત્ની અને સ્વ. જસવંતીબેન તથા સ્વ. દલસુખરાઇ હરિલાલ કામદારના સુપુત્રી. તે નંદિનીબેન મધુરભાઇ મોતા, નીલિમાબેન દીપકભાઇ મકીમ, કલ્પાબેન પિનાકીનભાઇ શાહ, પ્રગતિબેન ધર્મેશભાઇ વસા તથા વિકાસભાઇ અશ્ર્વિનભાઇ દફતરીના માતા. શીતલબેન વિકાસભાઇ દફતરીના સાસુ. તા. ૨૬-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી અને લૌકિક વ્યવહાર બંધ છે.

સંબંધિત લેખો

ઘોઘારી દશા શ્રીમાળી સ્થા. જૈન
ભાવનગર હાલ હિરાનંદાની-પવઇ સ્વ. વિઠ્ઠલદાસ નાગરદાસ ભાયાણીના સુપુત્ર કાંતિભાઇ ભાયાણી (ઉં.વ. ૮૫) તા. ૨૩-૧૦-૨૩ના મંગળવારે સ્વર્ગવાસ થયેલ છે. તે મંદાકિનીબેનના પતિ. તે તળાજા નિવાસી સ્વ. છગનલાલ વકીલના જમાઇ. કેતનભાઇ, મનીશભાઇ, દર્શકભાઇ, સ્વ. પારૂલ કમલેશ શાહ અને દિપ્તી મેહુલ ગાંધીના પિતાશ્રી. તે રૂપલ, છાયા, સેજલના સસરા. તે હંસા રમેશચંદ મહેતાના ભાઇ. પ્રાર્થનાસભા: તા. ૨૯-૧૦-૨૩ના રવિવારે ૧૦થી ૧૨. ઠે. લવંડર બાગ, ૯૦ ફીટ રોડ, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, ઘાટકોપર (પૂર્વ).

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દિહોર નિવાસી હાલ બોરીવલી સ્વ. મનસુખલાલ કુંવરજી ગુલાબચંદ લાખાણીના ધર્મપત્ની તારામતી (ઉં. વ. ૭૩) તા. ૨૬-૧૦-૨૩ને ગુરુવારના સ્વર્ગવાસ થયેલ છે. તે હિરેન, નીશાબેન-મહેન્દ્રકુમાર, ડિમ્પલ દર્શનકુમાર, વૈશાલી રૂપેશકુમાર, વિશ્રૃતી કૃણાલકુમારના માતુશ્રી. રાજુલના સાસુ. તથા વંદિતના દાદી. તથા અશોકભાઇ, ભરતભાઇ, હિતેશભાઇના કાકી. પિયર પક્ષે બાબુલાલ મોહનલાલ દોશી (કુંભણવાળા)ના બહેન. સાદડી તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થા. જૈન
મોરબી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. કંચનબેન તથા સ્વ. જયવંતલાલ મોહનલાલ કોઠારીના સુપુત્ર વિપીનભાઇ (ઉં. વ. ૭૩) તે કિરણબેનના પતિ. સચીનના પિતાશ્રી. સૌ. નીપાના સસરા. ચિ. સ્વયંના દાદા. પિયરપક્ષે સુલતાનપુર નિવાસી હાલ જામનગર, સ્વ. શાંતીલાલ ભગવાનજી જસાણીના જમાઇ તા. ૨૬-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૯-૧૦-૨૩ના રવિવારે ૧૦થી ૧૨. ઠે. પરમ કેશવ બાગ, નવરોજીલેન-ઘાટકોપર (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વાગડ વી. ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. અમૃતબેન રતનશી કારીઆ (ઉં. વ. ૬૮) ગોરેગામ મધે તા. ૨૪-૧૦-૨૩ના અવસાન પામેલ છે. ગૌરીબેન રતનશી લુંભાના પુત્રવધૂ. છગનલાલના પત્ની. ભાવેશ, વિપુલ,ગીતાના પિતા. ભૂમિકા, દિપેશ, માનશીના સાસુ. દેવના, દેશના, હેવિશ, ત્રિપ્શાના દાદી. ભચાઉના સ્વ. મોંઘીબેન વાલજી રવજી ગાલાની સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૫૦૯-ઇ-વિંગ, રોયલ સમ્રાટ, એસ. વી. રોડ, નીયર સિનેમેક્સ, એસ.વી.રોડની સામે, ગોરેગામ (વેસ્ટ).

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
નોંઘણવદર, હાલ કાંદિવલી સ્વ.હર્ષદરાય ગુલાબચંદ મહેતાના સુપુત્ર રાજેશભાઈ મેહતાના ધર્મપત્ની અ.સૌ.મીનાબેન મહેતા (ઉં. વ. ૬૨), તા. ૨૫/૧૦/૨૩ ને બુધવારના અરિહંત શરણ પામેલ છે. તેઓ ઋષભ, સમ્યગના માતુશ્રી. જીનલબેન, રિદ્ધિબેનના સાસુ. પિયર પક્ષે ચત્રભુજ રવચંદ ઝવેરી (તણસા વાળા ) હાલ: મુલુન્ડના દીકરી, તા.૨૯-૧૦-૨૩ રવિવારે ૪ થી ૬. બંને પક્ષ ની સાદડી સાથે રાખેલ છે. સ્થળ : શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ૪- માળે, એસ.વી.રોડ, કાંદિવલી વેસ્ટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button