મરણ નોંધ

જૈન મરણ

વિશા નીમા જૈન
કપડવંજ, હાલ ભાયંદર રાજેન્દ્રકુમાર કસ્તુરલાલ તેલી (ઉં. વ. ૮૫) તે ૨૫/૧૦/૨૩ના અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. ઇન્દીરાબેનના પતિ. રાકેશ, રૂપા, સોનલ, વૈશાલી, નિકિતાના પિતા. અમિષાબેન, સ્વ. મહેશકુમાર, રાકેશકુમાર, વિપુલકુમાર, વિકાશકુમારના સસરા. મહુધા નિવાસી સ્વ. કાંતિલાલ ચિમનલાલ શાહના જમાઈ. પૂર્વેશ, પવનના દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દિહોર, હાલ પાલીતાણા સ્વ.ડાહ્યાલાલ વર્ધમાનભાઈ લાખાણીના સુપુત્ર, સ્વ.ચુનીલાલના ધર્મપત્ની પુષ્પાબેન (પ્રેમીલાબેન) (ઉં. વ.૮૭) તે ધુળીયાવાળા હાલ પાલીતાણા સ્વ. અમૃતલાલ હઠીચંદ શેઠના દીકરી. સ્વ. મહેન્દ્રભાઈના બહેન તા.૨૦-૧૦-૨૩ના પાલીતાણા મુકામે અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સ્થાનકવાસી જૈન
બાબરા, હાલ વિરાર શ્રીમતી કુસુમબેન તે સ્વર્ગસ્થ શશિકાંત મણીલાલ ગોયાણીના ધર્મપત્ની (ઉં. વ. ૮૧) તે વિનોદરાય, હર્ષદરાય, હરેશભાઈ, કિરીટભાઈ, સ્વ મંજુલાબેન, સ્વ મૃદુલાબેન તથા મનોરમાબેન, વર્ષાબેનના ભાભી. તે તેજસ, જિગર, મનીષા દિનેશકુમાર ડેલીવાલાના માતુશ્રી. તે વેવાઈ પક્ષે હર્ષા ચંદ્રકાંત શાહ, કોમલ કૃષ્ણકાંતના સાસુ. તે પિયરપક્ષે મંગલાબેન વિઠ્ઠલદાસ લક્ષ્મીચંદ પાતાણીના દીકરી. ગામ ભાવનગર તે જ્યોતિબેન સુરેશકુમાર શાહના મોટા બહેન, ૨૫-૧૦-૨૩ બુધવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દેવગણા, હાલ કાંદિવલી પૂર્વ, ગં. સ્વ.ગજરાબેન અમૃતલાલ શાહ, (ઉં. વ. ૯૯) ૨૧-૧૦-૨૩ને શનિવારના અરિહંતશરણ પામેલ છે. રજનીકાંતભાઈ, જગદીશભાઈ, સ્વ. હંસાબેન, હેમાબેન, જયશ્રીબેનના માતૃશ્રી. સ્વ. પ્રીતિ, જાગૃતિબેન, સ્વ. દિનેશકુમાર, સ્વ. મોહિતકુમાર, ભરતકુમારના સાસુ. સ્વ. આશિષ, સંદીપ, પ્રિતેશ, શ્ર્વેતલ, વિરાલીના દાદી. પુત્રવધૂ. જ્યોતિ, નેહલ, મૈત્રીના દાદીસાસુ. પચ્છે ગામ નિવાસી સ્વ. ચુનીલાલ જયચંદ શાહની પુત્રી માતૃવંદના ૨૯-૧૦-૨૩ને રવિવારના ૧૦ થી ૧૨. દામોદર વાડી, અશોક ચક્રવર્તી રોડ, કાંદિવલી ઈસ્ટ.

સંબંધિત લેખો

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વરલ, હાલ ઘાટકોપર સ્વ. ચીમનલાલ રામજીભાઈ દોશીના પુત્ર, ચી. વિજયભાઈના ધર્મપત્ની અ.સૌ. વર્ષા ( ઇલાબેન ) (ઉં. વ. ૬૦) તા.૨૫/૧૦/૨૦૨૩ બુધવાર સ્વર્ગવાસ પામેલ છે. તે ઋશભ અને નિધિના માતુશ્રી. સ્વ. સુરેશભાઈ, મોટા સુરકાવાળા ઇલાબેન પંકજ કુમાર શાહ, રોહિતભાઈ તથા કિશોરભાઈના ભાઈના પત્ની. પિયરપક્ષે, ઘોઘાવાળા ચંદ્રહબેન કાંતિલાલ મનસુખલાલ શાહની દીકરી, ભારતીબેન પ્રતાપરાય શાહ તથા કિરીટભાઈના બેન, સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. એડ્રેસ: વિજયભાઈ ચીમનલાલ દોશી ફ્લેટ નં ૦૦૧, જય અરિહંત બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફ્લોર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર ઈસ્ટ.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
શારદીકા, હાલ વસઈ પુરુષોત્તમ વેલસીના સુપુત્ર દોલતરાય ખોખાણી, (ઉં. વ. ૮૭) તે સ્વ. ધીરજબેનના પતિ તા. ૨૫-૧૦-૨૦૨૩, બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયંતિલાલ, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. રમણીકભાઈ તથા મનસુખભાઈ, અરવિંદભાઈ, સ્વ. જસુબેન ધીરજલાલ હેમાણી, પ્રભાબેન ન્યાલચંદ ઝાટકીયાના ભાઈ. તે ચીરાગ, વિનય, મીતલ સમીર ઠોસાણીના પિતા. પ્રિતી, બીજલના સસરા. તે તલકચંદ જીવરાજ ગાંડાણીના જમાઈ. લોકિક વ્યવહાર બંધ છે.

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
સાયલા, હાલ મલાડ ગં.સ્વ. જયશ્રીબેન વિનોદચંદ્ર શાહના સુપુત્ર સુનિલ (ઉં. વ. ૬૬), તા. ૨૫-૧૦-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રતીલાલ છગનલાલ શાહના દોહીત્ર. સ્વ. પલ્લવી કીરીટ વોરા, ડેઈઝી કિશોરભાઈ ટોલીયા તથા પીનાંકના ભાઈ. ફાલ્ગુનીના જેઠ. તે ધીરજબેન લલીતભાઈ, વિમળાબેન પ્રવીણચંદ્ર, ભારતીદેવી હસમુખભાઈ તથા હંસાબેન બિપીનચંદ્રના ભત્રીજા. તે પુજા નિકેશ, શ્રદ્ધા હૃદય, કરણ કિશોરના મામા. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
નોંધણવદર, હાલ કાંદિવલી સ્વ.હર્ષદરાય ગુલાબચંદ મહેતાના સુપુત્ર રાજેશભાઈ મેહતાના ધર્મપત્ની અ.સૌ.મીનાબેન મહેતા (ઉં. વ. ૬૨) તા. ૨૫/૧૦/૨૩ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે ઋષભ, સમ્યગના માતુશ્રી. જીનલબેન, રિદ્ધિબેનના સાસુ. મીરાબેન દિનેશભાઈ, રેખાબેન ધનેશભાઈના દેરાણી તથા લતાબેન શરદભાઈ, બીનાબેન હરેશભાઈના જેઠાણી. પિયરપક્ષે ચત્રભુજ રવચંદ ઝવેરી (તણસાવાળા) હાલ: મુલુન્ડના દીકરી તા. ૨૯-૧૦-૨૦-૨૩ રવિવારે ૪ થી ૬. બંને પક્ષની સાદડી સાથે રાખેલ છે: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ૪- માળે, એસ.વી.રોડ , કાંદિવલી વેસ્ટ.

જામનગર હાલર વિશા શ્રીમાળી જૈન
પડધરી, હાલ મીરારોડ સ્વ. અમૃતલાલ માણેકચંદ પટેલના સુપુત્ર વિજયકુમાર પટેલ (ઉં. વ. ૭૬) તે ૨૫/૧૦/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. જ્યોત્સ્નાબેન, ઉર્મિલાબેન, સુરેશભાઈના ભાઈ. અલ્પા, સમીર તથા મિત્તલના પિતા. સ્વ. ગીરધરલાલ તુલસીદાસ શેઠના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૨૦૪, ન્યુ પારિજાત, શાંતિ પાર્ક, વિજ પાર્કની સામે મીરારોડ ઈસ્ટ.

કચ્છી વિશા ઓશવાળ જૈન
રાયણના હીરાકુંવર (બચુબાઈ) લીલાધર ટોકરશી ગાલાના જમાઈ વિનાયક લક્ષ્મણ કારેકર (ઉં.વ. ૯૧) તા. ૨૪-૧૦-૨૩ના મુંબઈમાં અવસાન પામ્યા છે. તે પ્રભાબેનના પતિ. શૈલેષ, સંગીતાના પિતાશ્રી. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: શૈલેશ વી. કારેકર, બી-૮૦૩, દીપાશ્રી, આઝાદ નગર નં. ૨, અંધેરી વેસ્ટ.

માંગરોળ દશા શ્રી. શ્ર્વે. મૂ. જૈન
માંગરોળ હાલ ઘાટકોપર સ્વ. લલીતાબેન ભદ્રકુમાર શેઠના પુત્ર જયેશભાઈ (ઉં.વ. ૬૧) ગુરુવાર, તા. ૨૬-૧૦-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. અર્ચનાના પતિ. નિમીત, હીતના પિતાશ્રી. વાણીના દાદા. કિંજલના સસરા. સ્મિતા, અમીતા, સમીરના ભાઈ. ગં. સ્વ. ઈચ્છાબેન અમુલખભાઈ વોરાના જમાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
લીંબડી હાલ બોરીવલી ગં. સ્વ. રંજનબેન (ઉં.વ. ૮૩) તે સ્વ. મહાસુખલાલ સાકરચંદ શાહના ધર્મપત્ની. દિપક, વર્ષા, દિવ્યાના માતુશ્રી. મયુરકુમાર અજમેરા, દિપક દોઢીવાળા, અલ્પાબેનના સાસુ. ગીરીશભાઈ સાકરચંદ શાહના ભાભી. મ્ડીંઝુવાડા નિવાસી સ્વ. રમણીકલાલ દીપચંદ વોરાના પુત્રી. પાર્થ, વિશાલના દાદી તા. ૨૫-૧૦-૨૩, બુધવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button