જૈન મરણ
દિગંબર જૈન
લાખણકા નિવાસી (ભાવનગર) હાલ મલાડ-મુંબઈ આરીન સંજય અજમેરા (ઉં. વ. ૨૦)નું તા. ૧-૧૧-૨૦૨૪, શુક્રવારે દેહપરિવર્તન થયેલ છે. તે નગીનદાસ હરગોવિંદદાસ અજમેરા અને સ્વ. સરોજબેન અજમેરાના પૌત્ર, સંજય અને અમીના પુત્ર. સ્વ. અનુપમભાઇ અને ઉષાબેન પારેખનો દોહિત્ર. હિના શેઠ, જયશ્રી દોશી, રૂપા દોશી, હેમંત અજમેરાનો ભત્રીજો. લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ અંધેરી (ઇ) મુંબઇ સ્વ. હંસાબેન રતિલાલ લવચંદ શાહના સુપુત્ર રજનીકાંતભાઇ (ઉં. વ. ૭૮) રવિવાર, તા. ૨૭-૧૦-૨૪ના મુંબઇ ખાતે અરિહંતશરણ પામેલ છે. તે કુંદનબેન (કિરણબેન)ના પતિ. હેતલ અને જીનીતના પિતાશ્રી. પલ્લવી, જેનીના સસરાજી. ચંદ્રકાંતભાઇ, નરેન્દ્રભાઇ, કિરણભાઇ, દક્ષાબેન જયેન્દ્રભાઇ, ડો. પરેશભાઇના ભાઇ. સ્વ. પ્રાણલાલ કપૂરચંદ સંઘરાજકાના જમાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૪-૧૧-૨૪ના સમય સાંજે ૪થી ૬. ઠે. જલારામ હોલ, એન. એસ. રોડ,નં.૬, હાટકેશ સોસાયટી, જે. વી. પી. ડી. સ્કીમ, વિલેપાર્લે (વેસ્ટ), કલાનિકેતન અને જોગર્સ પાર્કની સામે, મુંબઇ ખાતે રાખેલ છે.
નૃસિંહપુરા દિગમ્બર જૈન
જહેર નિવાસી હાલ મુંબઇ ગોરેગામ સ્વ. અમૃતલાલ રતીલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ. મધુબેન અમૃતલાલ શાહ (ઉં. વ. ૮૭) તા. ૩૦-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કાશ્મીરા, અમીતા, રૂપમ, મનીષાના માતુશ્રી. રાજેશકુમાર, બિપીનકુમાર તથા અ. સૌ. સંગીતાના સાસુ. સ્વ. નિર્મળાબેન જયંતીલાલ શાહ, અરવિંદભાઇ, અશ્ર્વિનભાઇ, રોહિતભાઇના ભાભી. પિતૃપક્ષે સ્વ. ઇશ્ર્વરલાલ હરીલાલ શાહના દીકરી. સ્વ. સુભદ્રાબેન, સ્વ. ઇન્દુબેન, સ્વ. હસમુખભાઇ, જશવંતભાઇ, સ્વ. નીરુબેન તથા દિનેશભાઇના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઘોઘારી દશા શ્રીમાળી સ્થાનક્વાસી જૈન
ભાવનગર નિવાસી હાલ નાલાસોપારા ભારતીબેન અનિલભાઈ ડેલીવાળા (ઉં. વ. ૭૦) તે સ્વ. નવીનચંદ્રભાઈ જેઠાલાલ પારેખ તથા સ્વ. કુસુમબેન નવીનચંદ્ર પારેખના સુપુત્રી. સ્વ.રમણીકભાઇ, સ્વ. ધનસુખભાઇ, સ્વ. નવીનભાઈ, ડો. દિલીપભાઈ ડેલીવાળા, સ્વ. ઇન્દુબેન તથા સ્વ. વિમળાબેનના ભાભી. તે સ્વ. હિમાંશુભાઈ તથા ભાવનાબેનના બેન તા. ૦૧.૧૧.૨૪ ના રોજ અરિહંત ચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે)
રાધનપુરી તીર્થ જૈન
સ્વ.વિક્રમભાઈ મુક્તિલાલ વોરાના ધર્મપત્ની પ્રજ્ઞાબેન વિક્રમભાઈ વોરા (ઉં. વ. ૬૫) તે દિગેશ – દેવાંગના માતા. નિયતિ-રાધિકાના સાસુ. પીયર પક્ષે સ્વ અરુણાબેન સેવંતીલાલ શાહના દિકરી. રેશ્મા-અમિત-રાજેનના બેન. તે તા ૦૧-૧૧-૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે.તેમની ભાવયાત્રા તા ૫-૧૧-૨૪ ના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે સન્યાસ આશ્રમ એસી હોલ, ફર્સ્ટ ફ્લોર સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલે પાર્લે પશ્ર્ચિમ. રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ચોગઠ નિવાસી હાલ બોરીવલી સ્વ.કાંતાબેન રમણીકલાલ ઝવેરચંદ શાહના સુપુત્ર બિપિનચંદ્ર શાહ (ઉં. વ. ૭૪) તે તા. ૧-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે દક્ષાબેન (દેવુબેન)ના પતિ. નિમિષ, રાહુલ અને પારુલ વિપુલભાઈ શેઠના પિતા. તે દમુબેન સુમતીકુમાર દોશી, હીનાબેન સુનિલકુમાર મહેતાના ભાઈ. તે ખાટડીવાળા સ્વ. ગુલાબબેન ભગવાનદાસ મગનલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના અ.સૌ. પાનબાઇ દામજી દેઢિયા (ઉં. વ. ૯૦) તા. ૧/૧૧/૨૪ના અવસાન પામેલ છે. દામજી વેલજીના ધર્મપત્ની. માતુશ્રી કુંવરબેન વેલજીના પુત્રવધૂ. સ્વ. ઝવેરબેન દેવશીના પુત્રી. ઇન્દીરા, ભારતી, અશ્ર્વીનના માતા. લક્ષ્મીબેન લખમશી, સોનબાઇ પ્રેમજી, બચુબેન મગનલાલ, અમૃતલાલ અને પ્રભાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ઇન્દિરા કિશોર છેડા, ૯૦૨, ધ પામ, પામ રોડ, સરગાસન, ગાંધીનગર.
મોટા આસંબીયા હાલે દહિંસર અ.સૌ. લતા મયુર ગાલા (ઉં. વ. ૬૫) તા. ૨-૧૧-૨૪ ના અરિહંત શરણ પામેલ છે. સાકરબેન હંસરાજ ગાંગજીના પુત્રવધૂ. મયુરના પત્ની. બાયઠના તેજબાઇ ધનજી તેજપારના પુત્રી. ઉર્વિના માતુશ્રી. કસ્તુર, સ્વ. હીરાલાલ, જેઠાલાલ, રમણીક, પ્રદીપના બેન. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. નિ. : ઉર્વિ છેડા, ૫૦૧, મહાવીર, શ્રી જૈન દેરાસર માર્ગ, સાંતાક્રુઝ (વે), મું-૫૪.
ગઢસીસાના પ્રબોધ જીવરાજ દેઢિયા (ઉં. વ. ૬૨)તા. ૧-૧૧-૨૪ ના રોજ અવસાન પામેલ છે. વેજબાઇ જીવરાજના સુપુત્ર. પ્રફુલાના પતિ. ડૉ. ચાર્મી, ઇશાનીના પિતા. મહેન્દ્ર, જયંત, કલ્પનાના ભાઇ. ગઢસીસા નવલબેન લક્ષ્મીચંદ હિરજી ગડાના જમાઇ. પ્રા.: શ્રી માટુંગા કચ્છી શ્ર્વે. મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, ૧લે માળે, માટુંગા. ટા. : ૧.૩૦ થી ૩ (ચક્ષુદાન – ત્વચાદાન કરેલ છે) નિ.: પ્રબોધ દેઢિયા, ૮, વેલવર્થ સોસા., એન.એસ. રોડ, મુલુંડ (વે), મું-૮૦.
નાના ભાડીયાના માતુશ્રી પ્રભાબેન (તેજબાઈ) પ્રેમજી ગાલા (ઉં. વ. ૮૬) તા. ૩૧-૧૦- ૨૪ ના અવસાન પામેલ છે. સુંદરબેન રતનશીના પુત્રવધૂ. ભુજપુર કેસરબેન અરજણના સુપુત્રી. સ્વ. પ્રેમજીના પત્ની. વિરચંદ, કલ્યાણજી, નવિન, કિરણ, રક્ષાના માતુશ્રી. મોણશી, દેવશીના બેન. પ્રા.: યોગી સભાગૃહ, દાદર. ટા. : ૩.૩૦ થી ૫. નિ. : કિરણ ગાલા, પ્લોટ નં. ૩૬૮, વિસરાણી વિવારીયા, ૧૩મે માળે, ભંડારકર રોડ, માટુંગા (સે.રે.), મું-૧૯.
ઘોઘારી વિશા ઓશવાલ જૈન
સિહોર નિવાસી હાલ મુંબઇ સ્વ. કનૈયાલાલ હઠીચંદ શાહના ધર્મપત્ની ગં. સ્વ. પ્રેમીલાબેન (ઉં. વ. ૮૪) તા. ૩-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે યોગેશ, રાકેશ, હિના અને મીનાના માતુશ્રી. છાયા, અમી, મુકેશભાઇ તેમ જ કિર્તીભાઇના સાસુ. અનેરી અભિષેક, બીનોયના દાદી. નિહારિકાના સાસુ. યુવાનના પરદાદી. તે વિરેન્દ્રભાઇ તથા યશવંતીબેન, હસુબેન, બિપીનભાઇના ભાભી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થા. જૈન
વઢવાણ નિવાસી હાલ ઘાટકોપર સરલાબહેન મનસુખલાલ શાહ (ઉં. વ. ૯૦) તે સ્વ. મનસુખલાલ હરજીવનદાસ શાહના ધર્મપત્ની. નરેશભાઇ, દિનેશભાઇ, હીનાબેનના માતુશ્રી. ચંદ્રિકાબેન, છાયાબેન અને મુકેશભાઇ ચશ્માવાળાના સાસુ. સ્વ. રમણિકભાઇ કનુભાઇ, તથા સ્વ. રજનીભાઇના ભાભી. તે વિજયાબેન, કંચનબેન, સવિતાબેન તથા ભરતભાઇ તલકશી શાહના બહેન. શનિવાર, તા. ૨-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
ઘોઘારી વિસા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ માટુંગા સ્વ. ધનલક્ષ્મી રતીલાલ છગનલાલ ગાંધીના પુત્રવધૂ હર્ષા ભૂપેન્દ્ર ગાંધી (ઉં. વ. ૭૩) શુક્રવાર તા. ૧-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે વિરેન્દ્ર, પ્રદીપ, દેવેન્દ્ર, ભારતી તથા સ્વ. ભરતનાં ભાભી. મેહુલ, નીપા, મોનાનાં માતુશ્રી. સ્વ. નીશીત શાહ, પ્રદ્યુમન મોદી તથા મીરાંના સાસુ. ધ્રુવ, રીઆન, નીલના
દાદી. પિયર પક્ષે મહુવાવાળા ચંપકલાલ બાલચંદ વગડાનાં દિકરી. સ્વ. સુલસા, કિરણ, પ્રફુલ્લા તથા રાજુનાં બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. વેરશી જીવરાજ મેપશી સાવલા (ઉં. વ. ૮૨) દેવલાલી મધ્યે તા. ૩૦-૧૦-૨૪ના બુધવારના અવસાન પામેલ છે. વીરાબેન જીવરાજ મેપશીના સુપુત્ર. લતાબેનના જીવનસાથી. રસીક, જતીન, નીતાના પિતાશ્રી. શાંતીબેન, નિશાબેન, હંસરાજના સસરા. હિમાંક, જૈનીશા, વૃત્તિના દાદા. લાકડીયાના લીલાબેન-ગં. સ્વ. નવલબેન જીવરાજ ભારા ગડાના જમાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૪-૧૧-૨૪ના બપોરે ૩થી ૪.૩૦. ઠે. યોગીસભા ગૃહ, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, (દાદર ઈસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ સુવઇના માતુશ્રી બુદ્ધિબેન ભુરાલાલ સત્રા (ઉં. વ. ૮૫) મંગળવાર તા. ૨૯-૧૦-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. વીરાબેન રામજીના પુત્રવધૂ. સ્વ. ભુરાલાલના ધર્મપત્ની. વિશા, સ્વ. શાંતિલાલ, શાંતી, સ્વ. મંજુ, રસીકના માતુશ્રી. સ્વ. સવજી, નિર્મળા, મણશી, કાંતિ, લીનાના સાસુ. બીપીન, જીનલ, અમીત, ધ્રુવ, મહેકના દાદી. સુવઇના દેવઇબેન ગાંગજી નિસરના દીકરી. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૪-૧૧-૨૪ના સવારે ૧૦.૩૦થી ૧૨. ઠે. થાણા વર્ધમાન સ્થાનક, નૌકાવિહારની સામે, થાણા.
વેરાવળ વિસા ઓસવાલ જૈન
વેરાવળ નિવાસી હાલ ભાયંદર મુંબઈ મેહુલ ભુપેન્દ્ર શાહ (ઉં. વ. ૪૩) અરિહંત શરણ પામેલ છે, તે હીના ના પતિ, સ્વ મીના ભુપેન્દ્ર શાહ તથા ભુપેન્દ્ર કાંતિલાલ મૂળગંદના સુપુત્ર, મમતા આનંદ કાલવાનીના ભાઈ, વસંતકુમાર કોન્ટ્રેક્ટરના જમાઈ, લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
વાંકાનેર નિવાસી, હાલ મુંબઈ શ્રીમતી તારાબેન ગુણવંતરાય શેઠ, ઉં.વ.૮૯ તારીખ ૩૧-૧૦- ૨૪ ના અરિહંત શરણ પામ્યા છે. તે સ્વર્ગસ્થ વિજયાબેન છોટાલાલ દોશીના સુપુત્રી, લક્ષ્મી હિતેન શેઠ અને કાજલ ભરત શેઠના માતૃશ્રી. સ્વ મુકતાબેન સ્વ. ગુલાબબેન, સ્વ. હરસુખભાઈ, સુરેશભાઈ, પુષ્પાબેન, નીલાબેનના ભાભી, સ્વ. કાંતિભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સુરેશભાઈ અને આરતીબેન વોરાના બેન, નંદિની, સાહિલ, નેહા, રોહન, તન્વીકા અને સલીનાના દાદી. તેઓની પ્રાર્થના સભા, તારીખ ૪ -૧૧- ૨૪ ના સાંજના ૫ થી ૬:૩૦ શ્રી આજીવાસન હોલ, જુહુ રોડ, ખાતે રાખેલ છે. ચૌવિહારની વ્યવસ્થા રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
દાણાવડા નિવાસી હાલ અંધેરી સ્વ. માણેકલાલ ઠાકરશી વોરાના ધર્મપત્ની મંગળાબેન (ઉ.વ. ૯૦), તા. ૩૦-૧૦-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ મનુભાઈ-વિદ્યાબેન, મુકેશ-નિશીતા, શ્રીકાંત-દર્શના, દિપક- રાગીણી, નરેશ-પલ્લવી, પન્ના- રમેશકુમાર, પ્રિતી-કમલેશકુમારના માતુશ્રી, છોટાલાલ બોરડીયાના સુપુત્રી, ગિતેશ, પ્રણવ, સલીલ, જીનેશ, ગૌતમ, પૂજા, પ્રિયંકા, જેવીન, મિનલના દાદી-નાની, પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી સ્થાનક્વાસી જૈન
ભાવનગર નિવાસી હાલ નાલાસોપારા ભારતીબેન અનિલભાઈ ડેલીવાળા ઉંમર વર્ષ ૭૦. તે સ્વ. નવીનચંદ્રભાઈ જેઠાલાલ પારેખ તથા સ્વ. કુસુમબેન નવીનચંદ્ર પારેખના સુપુત્રી, સ્વ.રમણીકભાઇ, સ્વ. ધનસુખભાઇ, સ્વ. નવીનભાઈ, ડો. દિલીપભાઈ ડેલીવાળા, સ્વ. ઇન્દુબેન તથા સ્વ. વિમળાબેનના ભાભી, તે સ્વ. હિમાંશુભાઈ તથા ભાવનાબેનના બેન તા. ૦૧.૧૧.૨૦૨૪ ના રોજ અરિહંત ચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે)
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
હાથસણી નિવાસી હાલ મુલુંડ સ્વ.માનચંદ વેલચંદ દોશીના સુપુત્ર મનસુખલાલ માનચંદ શાહ (ઉં. વ. ૮૦) શુક્રવાર તા. ૧. ૧૧. ૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. રંજનબેનના પતિ, સ્વ.પ્રતાપભાઈ, સ્વ. ઈશ્ર્વરભાઈ, સ્વ. વસંતભાઈ તથા સ્વ. બાબુબેન, સ્વ.કમળાબેન, સ્વ.મુક્તાબેનના ભાઈ, વિમળાબેન, જયાબેન, ઈન્દુબેનના દિયર. પ્રીતિ આશિતભાઈ, ચેતના નિમેશભાઈ અને વૈશાલી કલ્પેશકુમારના કાકા. શ્ર્વસુરપક્ષે સાવરકુંડલાવાળા રમેશભાઈના બનેવી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.