ઝાલાવાડી વિશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
સુરેન્દ્રનગર હાલ વિલેપાર્લે સ્વ. નિર્મળાબેન ધીરજલાલ ત્રંબકલાલ શેઠના સુપુત્ર હરેશભાઇ (ઉં. વ. ૬૨) બુધવાર, તા. ૧૮-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે બીનાબેનના પતિ. કરણના પિતાશ્રી. મૈત્રીના સસરા. તેમ જ સ્વ. સ્મિતાબેન ભરતભાઇ અમૃતલાલ શાહના જમાઇ. ધૃતિ-હિતેન શેઠ, જયશ્રી અશ્ર્વિનકુમાર દોશી, ગુંજન ગૌતમકુમાર શાહના ભાઇ. તેમની ભાવયાત્રા તા. ૨૧-૧૦-૨૩ના શનિવારે. ઠે. અમૃત તારા હોલ, દીક્ષિત રોડ નંબર-૧, વિલેપાર્લે (પૂર્વ), બપોરે ૨-૩૦.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કાજાવદર હાલ બેંગલોર સ્વ. નિર્મળાબેન હિંમતલાલ ગીરધરલાલના સુપુત્ર અરવિંદ (બટુક) (ઉં. વ. ૭૬) બુધવાર, તા. ૧૮-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ગીતાના પતિ. અનુપ, વિનોદના પિતાશ્રી. અ. સૌ. નલિનાના સસુરજી. સનત, નિતિના દાદાશ્રી. તે સ્વ. જયશ્રીબેન મહેન્દ્રકુમાર, તે સ્વ. દમયંતીબેન ચીમનલાલ વોરા, સ્વ. જયોત્સના નવનીતરાય, ઇલાબેન નરેશકુમારના બંધુ. તેમની સાદડી તા. ૨૧-૧૦-૨૩ના ૩થી ૫. ઠે. ૧૦૨, બી-વિંગ, ઝેનીથ ટાવર, પી. કે. રોડ, ઓપ. અકેક્ષા, મુલુંડ (વેસ્ટ).
સ્થાનકવાસી જૈન
ગોંડલ હાલ મુંબઇ સ્વ. નાનાલાલ જટાશંકર કોઠારીના સુપુત્ર અરુણભાઇ (ઉં. વ. ૭૮) તેે રેખાબેનના પતિ. નયનભાઇ તથા વિરલભાઇના પિતાશ્રી. વૈશાલીના સસરાજી. માહીના દાદાજી. તે સ્વ. કેશવલાલ નરભેરામ શાહના જમાઇ તા. ૧૯-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર હાલ કાંદિવલી મુંબઇ મહેન્દ્રભાઇ લાલભાઇ ઝવેરી (ઉં. વ. ૮૨) ગુરુવાર તા. ૧૯-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઉર્મિલાબેનના પતિ. નિમિષભાઇ તથા પરાગભાઇના પિતાશ્રી. રુપલબેન તથા દિપ્તીબેનના સસરા. નિર્મિત તથા દિશાંતના દાદા. સ્વ. શશીકાંતભાઇ, સ્વ. સૂર્યકાંતભાઇ તથા સ્વ. ઇંદિરાબેનના ભાઇ. સ્વ. જયંતિલાલ હિરાચંદ શાહ (કામવદર)ના જમાઇ. તેમની શ્રદ્ધાંજલી સભા રવિવાર, તા. ૨૨-૧૦-૨૩ના ૩થી ૫. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન, શ્રાવક સંઘ, પારેખ લેન, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
વિશા પોરવાલ દેરાવાસી જૈન
નવસારી હાલ મુંબઇ પૂર્ણિમાબેન શાહ (ઉં. વ. ૮૨) તા. ૧૭-૧૦-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. પ્રમોદભાઇ વીરચંદ શાહના પત્ની. પ્રણવ, બિનય (કૃષ્ણા) અનુપાના મમ્મી. દેવયાનીના સાસુ. નિધીના દાદી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ૧૦૩, ભૂમિ સમકિત, મહાવીરનગર, કાંદિવલી (પશ્ર્ચિમ).
દિગંબર હુમ્મડ જૈન
ભાવનગરવાળા હાલ મુંબઇના સ્વ. કેશવલાલ માણેકચંદ શાહના સુપુત્ર સુશીલકુમાર (ઉં. વ. ૫૭) તા. ૧૭-૧૦-૨૩ના અરિહંતશરણ થયેલ છે. તે મીનલબેનના પતિ. તથા સ્નેહલ અને દીપાલીના પિતાશ્રી. પ્રાર્થનાસભા તા. ૨૧-૧૦-૨૩ના શનિવારના સનરાઇઝ હોલ, આનંદીબાઇ કોલેજની સામે, સાંઇબાબા નગર, બોરીવલી (પશ્ર્ચિમ), ૩થી ૫. સ્વ. કેશવલાલ માણેકચંદ શાહ અને સ્વ. ચંપકલાલ રતીલાલ શાહ-અમદાવાદ.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
લખતર કેશુભાઇ વીરચંદ શેઠના સુપુત્રી કિરણભાઇ કેશુભાઇ શેઠના બહેન. ડો. વિનુભાઇ શાહના શાળી. કુ. સ્નેહલતા કેશુભાઇ શેઠ તા. ૧૮-૧૦-૨૩ના દેહવિલયને પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખ્યો નથી.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
વાંકાનેર હાલ અંધેરી ગં. સ્વ. દમયંતીબેન ચીમનલાલ દોશી તે પ્રદીપભાઇ, ગીરીશભાઇ, મીનાબેન જયેશભાઇ મહેતાના માતુશ્રી. સ્વ. જેવતભાઇ, શાંતિભાઇ, શાંતાબેન રતિલાલ પટેલ તથા લીલાવંતીબેન ગુણવંતરાય સંઘવીના ભાભી. ઇલાબેન, કલ્પનાબેન, જયેશભાઇ મહેતાના સાસુ. દર્શન-કોમલ, સાગર-હેતવી, તોરલ-પાર્થીવ, અમી-કુશલ, સાગર-કોમલ તથા ધરાના દાદી-નાની. પિયર પક્ષે વાંકાનેર નિવાસી સમજુબેન દલપતભાઇ મોતીચંદ શેઠના પુત્રી. તા. ૧૯-૧૦-૨૩ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તેમની ભાવયાત્રા શનિવાર, તા. ૨૧-૧૦-૨૩ના ૪થી ૬. ઠે. ચતવાની બેન્કવેટ હોલ, તૈલી ગલી, અંધેરી (ઇસ્ટ) લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી ખંભાત વિશાશ્રી માળી જૈન
ખંભાત, હાલ મલાડ કલાવંતીબેન બંસીલાલ દંતારાના સુપુત્ર મુકેશભાઈ (ઉં.વ. ૭૦) તા. ૨૦-૧૦-૨૩ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે અલ્કાબેનના પતિ. કિંજલ-જિગરકુમાર, ખુશ્બુ-વિરલકુમારના પિતાશ્રી. ભરતભાઈ-નયનાબેન, છાયાબેન-અતુલકુમારના ભાઈ. મિહીકા-મીશિકા-ધ્વિજના નાના. પાટણ નિવાસી હાલ બોરીવલી નેમચંદભાઈ મણિલાલ શાહના જમાઈ. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).
દશા શ્રીમાળી સ્થા.જૈન
રાજકોટ, હાલ કાંદિવલી ગં. સ્વ. મીનાબેન વીરેન્દ્રભાઇ ખીમાણી (ઉં. વ. ૬૮) તે સ્વ. કંચનબેન રાયચંદ ખીમાણીના પુત્રવધૂ. ધવલ અને મોનિકાના માતુશ્રી. ચાર્મી અને વિશાલના સાસુ. સ્વ. ગુલાબબેન કેશવલાલ દામાણીના પુત્રી (બેંગલોર),ગં. સ્વ. રૂપલ કિશોરભાઈ, શોભના રાજેશભાઇ, નરેશભાઇના ભાભી તા. ૧૯/૧૦/૨૦૨૩ ના અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વહેવાર બંધ છે)