મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓસવાલ જૈન
કપાયા (કચ્છ)ના સાકરબેન પોપટલાલ દેઢિયા (ઉં. વ. ૧૦૬) હાલે મુંબઈ ૨૭-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાણજીવન, જવેરીના માતુશ્રી. પ્રભાબેન, આશાબેનના સાસુ. રતાડીયા ગં. લધી શીવજી વેરશી સાવલાના પુત્રી. લાખાપર સાકરબેન કુંવરજી, ભાવનગર જયાબેન દેવેન્દ્રના વેવાણ. મીના, કલ્પના, મુકેશ, જયશ્રી, ડિમ્પલ, કુનાલના દાદી. પ્રાર્થનાસભા રાખેલ નથી.

ઝાલાવાડી સ્થા. જૈન
લીંબડી નિવાસી (ચુડા) હાલ ઘાટકોપર સ્વ. કમળાબેન ચુનીલાલ ઝવેરચંદ શાહના સુપુત્ર પ્રવીણભાઇના ધર્મપત્ની અ. સૌ. કુસુમબેન (ઉં.વ.૮૬) તા. ૨૭-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પરેશભાઇ, અ. સૌ. જયોતિબેન, સ્વ. ચેતનના માતુશ્રી. અ. સૌ. રાજેશ્રી-ગં. સ્વ. જીજ્ઞા-દર્શનભાઇના સાસુ. પીયર પક્ષે સુદામડાવાળા (કારંજાવાળા) અમુલખ છગનલાલ ખંધારના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થના રાખેલ નથી.

ઝાલાવાડી વીશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
લીંબડી નિવાસી હાલ ભાયંદર સ્વ. વિજયાબેન શીવલાલ શાહના પુત્ર સ્વ. જયસુખભાઇના પત્ની સુમિત્રાબેન (ઉં. વ. ૭૬) તે ભાવેશ, જીજ્ઞેશ, રાખી શાહના માતા. તુષારકુમાર તથા ફાલ્ગુનીના સાસુ. સ્વ. દિલીપભાઇ, સ્વ. ચંદુભાઇ, સ્વ. જશવંતભાઇ, હસુમખભાઇ, મહેન્દ્રભાઇ તથા લતાબેન પ્રદીપકુમાર દોશી, પૂ. શ્રી. ધ્યાન રસાશ્રીજી મ.સા. ના સંસારી પક્ષે ભાભી. પિયર પક્ષે અમદાવાદ નિવાસી મણીલાલ વાડીલાલ શાહની દીકરી. સ્વ. ચમનભાઇ, સ્વ. જયંતીભાઇ, સ્વ. નવીનભાઇ, સ્વ. રાજેન્દ્રભાઇ, અરવિંદભાઇ, સ્વ. કંચનબેન તથા રંજનબેનના બેન. તીર્થ, અર્થ, તિથી, સંયમના દાદી-નાની. તા. ૨૬-૧૦-૨૪ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૩૦૨, પાલિતાણા-દર્શન ૬૦’ રોડ, દેવચંદનગર ભાયંદર (વેસ્ટ).

સંબંધિત લેખો

ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્ર્વે.મૂ. જૈન
બોટાદ નિવાસી હાલ-ભાયંદર ગં.સ્વ. કમળાબેન ચિમનલાલ જગજીવનદાસ ગાંધીના સુપુત્ર ચિ. જયેશ (ઉં.વ.૭૧) તે તા. ૨૭-૧૦-૨૪, રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. મીનાબેન રમેશકુમાર શાહના ભાઈ. નીરવ અને નિમિતના પિતાશ્રી. માનસી અને અક્ષદાના સસરા. પર્વ, નિષ્ઠા અને દિવ્યાના દાદા. લખતર નિવાસી પ્રેમચંદ જગજીવનદાસ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. ઠે: બી/૩૦૭, ચિરાગનગર નં. ૨, જે.એચ. પોદ્દાર સ્કૂલની પાસે, શિવસેના ગલી, ભાયંદર (વેસ્ટ).

કચ્છી વિશા ઓશવાળ જૈન
સમાઘોઘાના પંકજ ચિમનલાલ કુંવરજી રાંભિયા (ઉં. વ. ૬૨) તા. ૨૭-૧૦-૨૪ના અવસાન પામેલ છે. ગુણવંતી ચિમનલાલના સુપુત્ર. કુસુમના પતિ. મયુર, દર્શિનીના પિતા. કિરણ, રહીમ, ઈલાના ભાઈ. ડુમરા વિજયા પ્રેમજી શાહનંદના જમાઈ. પ્રા. કચ્છી ભવન, રામકોટ, હૈદ્રાબાદ. ટા.૧૦.૦૦ થી ૧૦.૩૦.

બિદડાના રાજેશ કેશવજી મારૂ (ઉં. વ. ૪૨) તા. ૨૬-૧૦-૨૪ના અવસાન પામેલ છે. રંજનબેન કેશવજી મારૂના પુત્ર. સ્વ. ભાવિનીના પતિ. સ્વ. જયશ્રી (ટીના)ના ભાઇ. નાગલપુરના ગં.સ્વ. ભાવનાબેન જેઠાલાલ રામજી કક્કાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. રાજેશ મારૂ, મંગલમૂર્તિ, ગોરાઇ રોડ, બોરીવલી (વે), મું-૯૨.

ગુંદાલાના ભવાનજી વેરશી શાહ (રાંભિયા) (ઉં. વ. ૮૫) તા. ૨૬-૧૦-૨૦૨૪ના અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન વેરશી દેવજીના પુત્ર. દિવ્યા (ચંચળ)ના પતિ. મનીષા, બીનાના પિતા. સિદ્ધાન્ત, માનવના નાના. નાનાલાલ, ઝવેર, કાંતિલાલના ભાઈ. કપાયાના વેલબાઈ જેઠા નપુ ગોગરીના જમાઈ. પ્રાર્થના: યોગી સભાગૃહ, દાદર (ઇસ્ટ), સમય: ૩.૩૦ થી ૫.

કપાયાના સાકરબેન પોપટલાલ દેઢિયા (ઉં. વ. ૧૦૬) તા. ૨૭-૧૦-૨૪ના અવસાન પામેલ છે. ખીમઈબાઈ પ્રેમજી ખેતશીના પુત્રવધુ. પોપટલાલના પત્ની. રતાડીયા ગ. લધીબાઈ શીવજી વેરશી સાવલાના પુત્રી. પ્રાણજીવન, જવેરીના માતા. રતાડીયા ગ.નાનજી, મેઘજી, લક્ષ્મીબેન કપાયા નાનબાઈ નાનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. જવેરીલાલ દેઢિયા, ૮૦૨, સી, દેઢિયા હાઉસ, ખારેઘાટ રોડ, દાદર (ઈ).

નાગલપુરના મણીબેન રવજી દેઢિયા, (ઉં. વ. ૯૦) તા.૨૭-૧૦-૨૪ના અવસાન પામેલ છે. વેલબાઈ વેરશી કેશવજીના પુત્રવધૂ. રવજીના ધર્મપત્ની. મોહન, હસમુખ, રસીલાના માતા. ડોણ દેવકામા દેવજી પુંજાના સુપુત્રી. રામજી, કલ્યાણજી, સુંદરજી, લક્ષ્મીના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિવાસ : હસમુખ દેઢિયા, ૨/૨૩૦, બી.એમ.સી. કોલોની, માલવણી ગેટ નં-૨, માર્વે રોડ, મલાડ (વે.).

કચ્છી ગુર્જર જૈન
કચ્છ માંડવી મુલુંડ નિવાસી સ્વ. ગુણસેન પટવા (ઉં. વ. ૭૬) રવિવાર, તા.૨૭-૧૦-૨૦૨૪ના મુલુંડ અરિહંતશરણ થયેેલ છે. તે ચંચળબેન ભવાનજી પટવાના પુત્ર. સંધ્યાબેનના પતિ. મનીષ અને નેહાના પિતાજી. ભાવેશભાઈના સસરા. સ્વ. વાડીલાલભાઈ, સ્વ. પ્રભુભાઈ, સ્વ. ચંદુલાલભાઈ, સ્વ.દિનેશભાઈ, સ્વ. લક્ષ્મીકાંતભાઈ, પ્રવીણાબેન, હેમલતાબેન, અરૂણાબેનના ભાઈ. મણીબેન મણીલાલ સંઘવી (ચાલીસગાંવવાળા)ના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.

ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
બરવાળા ઘેલાશા નિવાસી હાલ કાંદિવલી હેમેન્દ્ર શાંતિલાલ બાબરીયાના ધર્મપત્ની અ.સૌ.મોહિની બાબરીયા (ઉં. વ. ૬૪) ૨૭/૧૦/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવિની, રીકીન તથા શ્રદ્ધાના માતુશ્રી. નવલકુમાર મયુરભાઈ વોરા, મિતેશકુમાર રાજુભાઈ કુવાડીયા તથા સિદ્ધિના સાસુ. સ્વ. વિનુભાઈ, સ્વ.અરવિંદભાઈ, સ્વ.અનિલભાઈ, સ્વ.શારદાબેન, સ્વ. કૈલાશબેન, પ્રેમિલાબેનના ભાઈના પત્ની. પિયરપક્ષે અમદાવાદ નિવાસી સ્વ. મનહરલાલ ધરમચંદ શાહના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker