મરણ નોંધ

જૈન મરણ

પાટણ દશા ઓશવાળ જૈન
તંબોળીવાળા હાલ બોરીવલી સ્વ. સુશીલાબેન બાબુલાલ શાહના પુત્રવધૂ. મનીષાબેન (ઉં. વ. ૬૧) ૨૪/૧૦/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.હરેશભાઇના ધર્મપત્ની. ભૈરવ તથા પૂજા અજયકુમારના માતુશ્રી. નીતિનભાઈ, ગીરીશભાઈ, હર્ષાબેન તથા વિભાબેનના ભાભી. સ્વ.લલિતાબેન સનાલાલ તારાચંદના દીકરી. ભદ્રેશભાઈના બહેન. ૨૨/૫ રતનનગર, બોરીવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

ઝાલા. દશા. શ્રી. સ્થા. જૈન
છત ઈળા નિવાસી હાલ બોરીવલી. પ્રાણલાલ મગનલાલ શાહ (ઉં. વ. ૯૩) સરોજબેન (સુશીલાબેન)ના પતિ. તે સ્વ.રાજેશ, પંકજ, પરેશ, પારૂલના પિતા, કલ્પના, રસ્મિતા, નીપા, અતુલ કુમારના સસરા. સ્વ.ત્રંબકભાઈ, સ્વ.ચંપાબેન, સ્વ.રંભાબેન, સ્વ.શાન્તાબેન, લલિતાબેનના ભાઈ. સ્વ.ગીરધરલાલ મોહનલાલ શેઠના જમાઈ. સ્નેહા, આલોક, ચાંદની, હેમીષા, રોમિત, વૈભવ, કોમલ, હર્ષિત, હેમલ, જીનલના દાદા- નાના. તા.૨૫.૧૦.૨૪ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૨૭.૧૦.૨૪ના રવિવારે ૩.૩૦થી ૫.૩૦. વર્ધમાન મોટા ઉપાશ્રય. ૫મે માળે, કાંદિવલી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રાધનપુર તીર્થ જૈન
રાધનપુર તીર્થ નિવાસી અંધેરી સ્વ. ઉર્મિલાબેન સેવંતીભાઈ પારેખના સુપુત્ર ઉદયભાઈ (ઉં. વ. ૬૫) બીનાબેનના પતિ. હર્ષિલના પિતા, સ્વ. ભોગીલાલ પિતાંબરદાસ શાહ, દેકાવડાના જમાઈ, સ્વાતિબેન વિક્રમભાઈ પારેખના ભાઈ, પ્રકાશભાઈ અને મનીષભાઈના ભત્રીજા તા.૨૫-૧૦-૨૪ના અરિહંતશરણ થયા છે, લૌકિક વ્યવહાર બંધ છે.

શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
પુનડીના કેવલ હરખચંદ મારૂ (ઉં. વ. ૩૬) ૨૪-૧૦-૨૪ના રોજ અવસાન પામેલ છે. જવેરબાઇ લખમશીના પૌત્ર. અરૂણા હરખચંદના પુત્ર. સમીરના ભાઇ. દેશલપુર (કંઠી) જવેરબાઇ માવજીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હરખચંદ મારૂ, સી/૩૦૨, આનંદ પ્લાઝા, એસ.એન. દુબે રોડ, રાવલપાડા, દહીંસર (ઇસ્ટ).

સંબંધિત લેખો

વડાલાના અ.સૌ. કુસુમબેન હરીલાલ શેઠીયા (ઉ.વ. ૭૫) તા. ૨૫-૧૦-૨૪ના અવસાન પામેલ છે. હીરબાઇ શામજીના પુત્રવધુ. હરીલાલના પત્ની. ડીમ્પલ, હરીન, જીગરના માતુશ્રી. પાનબાઇ પદમશી ગાલાના પુત્રી. ઠાકરશી (બચુભાઇ) જેઠાલાલ, જીવીબેન ગાંગજી, ગુંદાલાના રૂક્ષ્મણીબેન નેમજી, પત્રીના વિમળાબેન જયંતીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : હરીલાલ શામજી શેઠીયા, ૧૦૧, સુખદા, સરોજની રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ).

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button