જૈન મરણ
વાગડ વિ.ઓ. જૈન
ગામ ભરૂડિયાના સ્વ. રાજીબેન ડાઘા (ઉં. વ. ૭૦) ૨૨-૧૦-૨૪ મંગળવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. જેઠીબેન વેરશી હિરજીના પુત્રવધૂ. લાલજીના ધર્મપત્ની. દિપક, જયંતી, મીના, નીલુના માતુશ્રી. સ્વ. વિજય, હેમાંગ, સ્વ. કંચન, ભાવના, રીનાના સાસુ. રોમીલ, ધૃતી, સિધ્ધ, કશ્વીના દાદી. કકરવાના મોંઘીબેન આસધીર ગુણશી નંદુના દીકરી. પ્રાર્થનાસભા ગુરુવાર ૨૪-૧૦-૨૪ના ૩ થી ૪.૩૦. કપોળ વાડી, ઘાટકોપર-વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ગામ બાબરા, હાલ મુલુંડ સ્વ. પુષ્પાબેન નાનાલાલ ઝવેરચંદ મોદી (ભીમાણી)ના સુપુત્ર હર્ષદભાઈ મોદી. તે સુરેશચંદ્ર, સ્વ. શીલાબેન, સ્વ. વર્ષાબેન, નયનાબેન તથા વિલાસબેન સુરેન્દ્રભાઈ ભાયાણીના ભાઈ. ગામ ગોંડલના સ્વ. મૂળચંદ ઝવેચંદ કોઠારીના દોહિત્રા તા. ૧૪-૧૦-૨૪, સોમવારના નાસિક પંચવટી મધ્યે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેશલપુર (કંઠી)ના શાંતિલાલ બોરીચા (ઉં.વ. ૭૦) તા. ૨૧/૧૦/૨૪ના અવસાન પામેલ છે. ભચીબાઈ હીરજીના સુપુત્ર. નીલમબેનના પતિ. પ્રતિક, તેજનાના પિતા. કાંતિલાલના ભાઈ. કોડાય રતનબેન મુલચંદ રવજી લાલનના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શાંતીલાલ બોરીચા, રૂમ નં. ૨, આશા ભુવન, લીબર્ટી ગાર્ડન રોડ નં ૧, મલાડ (વે).
છસરાના અમૃતબેન દેવજી ગાલા (ઉં.વ. ૯૧) તા. ૨૨-૧૦-૨૪ના અવસાન પામેલ છે. રતનબેન હંસરાજ ગાલાના પુત્રવધૂ. બગડાના લાછબાઇ મુરજી છેડાના પુત્રી. મનોજ, દેશલપરના મનસુખ વીરા, દુર્ગાપુર ભારતી ચંદ્રવદન શાહ, મોટી ખાખરના માયા હેમંત ગાલા, ડેપાના મંજુલા ભોગીલાલ સાવલા, વાંકીના પન્ના સુધીર છેડાના માતુશ્રી. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: મનોજ દેવજી ગાલા, સી/૨૦૫, અલકનંદા સોસાયટી, એલ.ટી. રોડ, બાભઇ નાકા, બોરીવલી (વેસ્ટ).
પત્રીના વિનોદ મોરારજી દેઢીયા (ઉં.વ. ૭૩) તા. ૧૮-૧૦-૨૪ના દેશમાં અવસાન પામેલ છે. નિર્મળા મોરારજીના પુત્ર. નિલમના પતિ. ભુષણ, કવનના પિતા. પ્રીતી (પ્રતિભા)ના ભાઇ. વડાલાના મઠાબાઇ ભારમલ પાસુના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. વિનોદ દેઢીયા, બી૩/૮, બચ્ચાની નગર સોસાયટી, દફ્તરી રોડ, મલાડ (ઇ.).
બિદડાના માતુશ્રી નિર્મળાબેન નાગજી શીવજી દેઢિયા (પેથાણી) (ઉં.વ. ૮૩) તા. ૨૨-૧૦-૨૪ના અવસાન પામેલ છે. મોટી ખાખરના સ્વ. લક્ષ્મીચંદ મોરારજી ભાણજીના ધર્મપત્ની. માતુશ્રી દેવકાબેન નાગજીના પુત્રી. મધુબેન, સરલાબેન, ચંદ્રીકાબેન, રેખાબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. નિર્મળાબેન પેથાણી, જુમા તેલી બિલ્ડીંગ, સેવારામ લાલવાણી રોડ, મુલુંડ (વે).
નુશસિદ્ધપુરા દિગંબર જૈન
મૂળગામ કેશવાળા હાલ બોરીવલી સ્વ. ભરતભાઈ જશવંતલાલ શાહના પત્ની. શ્રેણિકના માતુશ્રી ગીતાબેન (ઉં.વ. ૬૨) ૨૨/૧૦/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મનાલીના સાસુ. દિલીપભાઈ, ગીરીશભાઈ, વિપુલભાઈ, સરલાબેન, મીનાક્ષીબેનના બહેન. સ્વ. ચંપાબેન કાંતિલાલ શાહના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા જૈન
ગુજરવદી નિવાસી હાલ કાંદિવલી સ્વ. કમળાબેન જયંતીલાલ ગુલાબચંદ શાહના પુત્રવધૂ અ.સૌ. સોનલ રાજેશ શાહ (ઉં.વ. ૫૫) ૧૦/૧૦/૨૪ના અમેરિકા સાનફ્રાન્સિસકો મુકામે અરિહંતશરણ પામેલ છે. તે રાહુલ તથા સાંચીના માતુશ્રી. શૈલેષભાઇ, રેખાબેન જગદીશભાઈ વોરા, બિન્દુબેનના ભાભી. પિયરપક્ષે બાલંભા નિવાસી હાલ કાંદિવલી સ્વ. સરલાબેન હરસુખલાલ દલિચંદ મહેતાના પુત્રી. નીતિનભાઈ, દીપકભાઈ, નયનાબેન અજીતભાઈ, આરતીબેન પ્રદીપભાઈના બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૫/૧૦/૨૪ના ૩ થી ૫. પાવનધામ, મહાવીરનગર, કાંદિવલી વેસ્ટ.
વિશા નીમા જૈન
ગોધરા નિવાસી હાલ અંધેરી સ્વ. શાંતાબેન રમણલાલ દોશીના પુત્ર રાજેશભાઈ દોશી (ઉં.વ. ૭૦) તા. ૨૧/૧૦/૨૪ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે સોહિણીબેનના પતિ. અંકીત- કલ્પીતના પપ્પા. મહેન્દ્રકુમાર કાન્તીલાલ ગાંધી (વેજલપુર)ના જમાઈ. સ્વ. અરુણાબેન – સ્વ. મહેન્દ્રભાઈના ભાઈ. જિગર, આશિષના કાકા. તુષાર – સ્નેહાના મામા. (લૌકિક વહેવાર બંધ રાખેલ છે.)