મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ પાલિતાણા સ્વ. દીઓરા હિરાબેન દલીચંદભાઇ કાનજીભાઇના સુપુત્ર હર્ષદભાઇ (ઉં. વ. 66) તા. 18-10-24 શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે માલવીકાબેનનના પતિ. તથા હીરલ મીતેનકુમાર, માનસી પ્રતિકકુમાર તથા આકાશના પિતાશ્રી. તે અરુણાબેન સુરેશકુમાર, મંજુબેન જિતેન્દ્રકુમાર, સ્વ. જીતુભાઇ તથા નિતીનભાઇના ભાઇ. ઇશાનીના સસરા. તે સ્વસુર પક્ષે હિંમતલાલ નેમચંદ દોશી, તેઓની તિથિ તા. 20-10-24ના રવિવારે રાખેલ છે, સવારના 10થી 12. ઠે. મહાજનવાડી, પાલિતાણા.
દશા શ્રીમાળી સ્થા. જૈન
બાબરા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. સમરતબેન સુંદરજી વોરાના પુત્ર સ્વ. રમેશભાઈના ધર્મપત્ની નલિનીબેન (ઉં. વ. 76) તા. 17.10.24, ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે વિપુલભાઈ, ઉર્વીશભાઈ, નીતાબેન, પારુલ, સોનાલીના મમ્મી. તે સ્વ. મહેન્દ્રભાઈ, દિલીપભાઈ, લલિતભાઈ, ઇન્દુબેન, ભારતીબેન, નીરુબેન, શોભનાબેન, જ્યોત્સનાબેન, બીનાબેનના ભાભી. તે હીના, પારુલ, કિર્તીભાઈ, કલ્પેશભાઈ, રાહુલભાઈના સાસુ. તે ઇન્દુલાલ વનેચંદ દેસાઈ (મોરબીવાળા)ના દીકરી. પ્રાર્થનાસભા તા. 19.10.24, શનિવાર 4.30 થી 6, લાયન્સ કોમ્યુનિટી હોલ, ગરોડિયા નગર, ઘાટકોપર (ઇ).
જામનગર હા. વી. જૈન
જામનગર નિવાસી (હાલ બોરીવલી) જયસુખલાલ નાગજી કોરડીયાની સુપુત્રી. સ્વ. રતિલાલ વેલજી શેઠના ધર્મપત્ની કમળાબેન (ઉં. વ. 87). સ્વ. હીરાભાઈ, વિનુભાઈ, સ્વ. લાભુબેન, મંજુબેન, વિલાસબેન, જ્યોતિબેનના બહેન. પૂ. દિવ્યદર્શિતાશ્રીજી મ.સા.ના સંસારી માતા. જયશ્રી, કેતન, કિરણ, પિનાના માતા. અ. સૌ. બીના, સ્વ. મયૂરભાઈ, નિમેષભાઈ, રાકેશભાઈના સાસુ બુધવાર, તા. 16-10-24ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા શ્રીમાળી 108નું ગોળ જૈન
ધીણોજ નિવાસી હાલ કાંદિવલી સ્વ. ચંદ્રકાંતભાઈ મંગળદાસ કસ્તુરચંદ શાહ (ઉં. વ. 75) તે અંજનાબેનના પતિ. તે હેમાંગ (ડીગી), મેઘના, માનસીના પિતા. તે ડૉ. ખ્યાતી, કિશોરકુમાર, દિપેનકુમારના સસરા. તે હૃદય, આદિત્ય, યાશી, અયાનના નાના/દાદા, ગાંભુ નિવાસી સ્વ. કાંતિલાલ ડાહ્યાલાલના જમાઈ તા. 12-10-24, શનિવારના અરિહંતશરણ થયેલ છે. ભાવયાત્રા રાખેલ છે. તા. 20-10-2024ના રવિવાર, સ્થળ: લોટસ હોલ, રઘુલીલા મોલ, કાંદિવલી (વેસ્ટ) 9 થી 12.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. અમરશીભાઈ કચરા રામજી છાડવા (ઉં. વ. 83) તા. 16.10.24, બુધવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. ધનીબેનના સુપુત્ર. સ્વ. ગોમતીબેનના પતિ. સંજય, અજયના પિતાશ્રી. શિલ્પા, ઈન્દુના સસરા. સ્વ. કોરશી, પદમશી, દેવશી, લખમશી, રખુબેનના ભાઈ. રતનશી હેમરાજ નંદુના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર, તા. 19.10.24ના 10 થી 11.30 પ્રાર્થના સ્થળ, તાલ્મિકી વાડી, એક્સલ ડાયાનોસ્ટીક સેન્ટરની સામે, આઈ. ડી. માર્ગ, મુંબઈ-7.
ગામ ખારોઈના બુદ્ધીબેન વિસરીયા (ઉં. વ. 94) તા. 13.10.24ના સ્થાનિકે અવસાન પામેલ છે. સ્વ. ગોવર ખીમજી વિસરીયાના ધર્મપત્ની. લક્ષ્મી, ગં. સ્વ. અમરત, ગં. સ્વ. લાડુ, શાંતિલાલ, ગુણવંતી, દેવજી, અરૂણાના માતુશ્રી. ગાંગજી, સ્વ. પ્રેમજી, સ્વ. જયંતીલાલ, પ્રભા, અમૃતલાલ, કંચન, અશોકના સાસુ. હેમલ, સોનલ, ધ્વનીના દાદી. ભરૂડિયાના સ્વ. રામુબેન રાણા જેઠ સત્રાના દિકરી. પ્રાર્થના તા. 19.10.24 શનિવાર 2.30 થી 4.30 શ્રી થાણા વર્ધમાન સ્થા., થાણા. ઠે. 101 એની વિલા, મહાવીર ટાવરની સામે, ચરઈ, થાણા.
ઝાલાવાડી સ્થાનકવાસી વિશાશ્રીમાળી જૈન
દેદાદરા નિવાસી હાલ (બોરીવલી) સ્વ. મહેન્દ્રભાઈ ચતુરદાસ શાહના ધર્મપત્ની સ્વ. ગં. સ્વ. હસુમતીબેન (ઉં. વ. 80) સ્વ. રાયચંદ ધરમશી સંઘવી (બાડેલી)ના સુપુત્રી. તે સોનલ ભરત સંઘવી તથા સમીરના માતુશ્રી. અ. સૌ. ભાવનાબેનના સાસુ. સ્વ. છોટાલાલભાઈ, સ્વ. અમૃતલાલ, સ્વ. ગુણવંતલાલ, સ્વ. શાંતાબેન, મંજુલાબેન ભુપેન્દ્રકુમાર શાહના ભાભી. તા. 18.10.24ને શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19.10.24ને શનિવાર 3.30થી 5. પાવનધામ 1લે માળે કાંદીવલી (વેસ્ટ). (ચક્ષુદાન કરેલ છે.)
દિગમ્બર વિસા મેવાડા સમાજ જૈન
રૂદેલ નિવાસી હાલ મુંબઈ સ્વ. ભાઇલાલભાઈ કાલિદાસ શાહના સુપુત્ર જશવંતલાલ (ઉં. વ. 89 ) તા. 30.9.24ના દેવગતિ પામેલ છે. તે ઇન્દીરાબેનના પતિ. નિલેશ તથા અલ્પેશના પિતા. મિત તથા કવિના દાદા. અશોકકુમાર, સ્વ. અનસૂયાબેન, સુશીલાબેન, સ્વ પુષ્પાબેનના ભાઈ. પ્રાર્થના સભા તા 19-10-24 શનિવારે સવારે 10 થી 12 સ્થળ: ઇવેન્ટ બેંક્વેટ, કામત ક્લબ લેન, એસ.વી. રોડ, ગોરેગાવ (વે.).
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
વઢવાણ નિવાસી પદ્માબેન લક્ષ્મીચંદ અમૃતલાલ મણિયારના સુપુત્ર ડો.મનોજકુમાર, હાલ અમેરિકા, (ઉં. વ. 61) ગુરુવાર, તા. 17-10-24ના અરિહંતશરણ પામેલ છે. તે અનિતાના પતિ. અંકુર, અનિશના પિતા. દિનેશભાઈ, પ્રવિણભાઈ, ઈંદ્રવદનભાઈ, દિપકભાઈ, સુધાબેન પ્રફુલકુમાર, સ્મિતાબેન શૈલેશકુમારના ભાઈ. અરુણાબેન, નયનાબેન, દક્ષાબેન, રુપાબેનના દિયર. તેમજ નંદા પરિવારના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મકડાના સુરેશ દેવરાજ ગાલા (ઉં. વ.57) તા. 17-10-2024ના અવસાન પામેલ છે. ખેતબાઇ દેવરાજના પુત્ર. શીલાના પતિ. લક્ષ્મીચંદ, હસમુખ, શીલાના ભાઈ. નારાણપુરના જવેરબેન મેઘજી વોરાના જમાઈ. પ્રા. શ્રી ક.વિ.ઓ. દેરાસર જૈન મહાજન સંચાલિત શ્રી જીરાવલ્લા દેરાસર વાડી, ઘાટકોપર (ઈ) મધ્યે બપોરે 3 થી 4.30. ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે. નિ. સુરેશ ગાલા, અ 305, સાઈ વિહાર કોમ્પ્લેક્સ, અપોલો મેડીકલની બાજુમાં, નવઘર રોડ, મુલુંડ (ઈ).
કારાઘોઘાના વિમળાબેન પોપટલાલ સૈયા (ઉં. વ. 73) તા.15-10-24ના દેહત્યાગ કરેલ છે. પોપટલાલના ધર્મપત્ની. મીઠાંબેન રામજી કાનજીના પુત્રવધૂ. દિપેશ, સંજય, અલ્પાના માતુશ્રી. પ્રતાપુર પુરબાઈ પ્રેમજી ભારમલ વોરાના સુપુત્રી. ધનજી, પોપટલાલ, સુરેશ, અમૃત, દિલીપ, લક્ષ્મી કમલકાંત, કલ્પના તેજકુમાર, ઉર્મિલા સુરેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. પી.આર.સૈયા, 802, બિલ્ડીંગ નં.8, સમતા કો.ઓ.હા.સો. વિવેક કોલેજ રોડ, ગોરેગામ (વેસ્ટ).
કારાઘોઘાના લીલાવંતી સૈયા (ઉં. વ. 77) તા. 17-10-24નાં અવસાન પામેલ છે. તે ભાણબાઇ ખીમજી કાનજી સૈયાના પુત્રવધૂ. વસનજીના ધર્મપત્ની. હીના, મમતા, પ્રીતી, નીતા, ભાવનાના માતુશ્રી. ગેલડાના રતનબેન પુંજા હંસરાજના પુત્રી. હરીલાલ, ધાનેરા લક્ષ્મી ચુનીલાલ, સાભરાઇ વાસંતી સુંદરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિસનજી સૈયા, એ/503, કીંજલ હાઇટસ, વાડીયા સ્ટ્રીટ, તાડદેવ-34.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button