મરણ નોંધ

જૈન મરણ

પાટણ નિવાસી હાલ કાંદિવલી મુંબઇના મહાસુખલાલ ભોગીલાલ શાહ (સાંડેસરા) (ઉં. વ. ૮૮) તે સ્વ. મંજુલાબેનના પતિ. કલ્પેશ, પૂર્વીના પિતા. યોગેશકુમાર, ઇશ્ર્વરીબેનના સસરા. તે એશા કરણ કારિયા, વિધી, માનવના દાદા. તે સ્વ. કિરીટભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, સ્વ. હસીબેન, મૃદુલાબેન, પ્રવીણાબેન, મીનાબેન, નીપાબેનના ભાઇ. તે શનિવાર, તા. ૧૨-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાણપુર (ભેસાંણ) હાલ પુના મનહરલાલ (મનુભાઈ) તે સ્વ. ધીરજલાલ પોપટલાલ રૂપાણીના પુત્ર (ઉં.વ. ૭૭) તા. ૧૪-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે પન્નાબેનના પતિ. ભૈરવી વિશ્ર્વેષ કામદાર, નિશા, સ્વ. કલ્પેશના પિતાશ્રી. સ્વ. જીતુભાઈ – પૂર્ણિમાબેન, પદમાબેન, મધુબેનના ભાઈ. સ્વ. બાલીબેન ધુલીયા, હિનાબેન બદાણી, હિતેન, હેમંતના કાકા. સ્વ. મણીલાલ જેચંદ ટીમ્બડીયાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Related Articles

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધોરાજી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. નાથાલાલ રતિલાલ ગાંગાણીના ધર્મપત્ની તરૂણાબેન (ઉં.વ. ૮૪) તે અશોકભાઈ, રાજેશભાઈ, સંગીતાબેન કપાસીના માતુશ્રી. સુષ્માબેન, સીમાબેન, સ્વ. કેતનભાઈ પ્રભુદાસભાઈના સાસુજી. સુંદરભાઈ, મધુબેન રમેશભાઈ, કુંદનબેન કનકરાય, વાસંતીબેન રમણીકલાલ, રંજનબેન નરોત્તમભાઈના ભાભી. કોમલ વૈભવ, અપેક્ષા પરીન, માનસી પ્રતીક, પ્રિયંકા, પ્રિયાંશીના દાદી/નાની. ચણાકા નિવાસી સ્વ. મોહનલાલ દેવચંદ રૂપાણીના પુત્રી તા. ૧૨-૧૦-૧૪ના અરિહંતશરણ પામેલ છે. (પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા જૈન
સમઢીયાળા નિવાસી હાલ દહિસર નિર્મળાબેન તથા મહેન્દ્રભાઈ ભોગીલાલ ભલાણીના પુત્ર જીમિત (ઉં. વ. ૪૧) ૧૨/૧૦/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સેજલબેન તથા મિત્તલબેનના ભાઈ. ભાવેશકુમાર તથા કુણાલકુમારના સાળા. અનિલભાઈ, રજનીભાઇ, કોકિલાબેન,ચારૂબેનના ભત્રીજા, રમેશભાઈ, પંકજભાઈ, ભરતભાઈ, દીપકભાઈ તથા સ્વ. રાજેશભાઈના ભાણેજ. અવની, દ્રષ્ટિ, વીરના મામા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી ગુર્જર જૈન
ગામ મુન્દ્રા ગળપાદર હાલ બોરીવલી સ્વ.ચંચળબેન તથા સ્વ.દેવશી માણેકચંદ વોરાના પુત્ર હિંમતલાલ વોરા (ઉં. વ. ૭૯) ૧૧/૧૦/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે શોભનાબેન (અરવિંદાબેન)ના પતિ. પારસ-પ્રિતી, ભાવેશ-અવની, ધર્મેશ-શીતલના પિતાશ્રી. જશવંતિબેન સુરેશભાઈ વોરાના દિયર. સાસરાપક્ષે સ્વ.રૂક્ષ્મણીબેન તથા સ્વ.નાનાલાલ કેશવજી મહેતા ચંદિયાવાળાના જમાઈ. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના મુકેશ ભોગીલાલ દેઢીયા (શાહ) (ઉં. વ. ૫૯) તા. ૧૧-૧૦ના અવસાન પામેલ છે. માતુશ્રી લક્ષ્મીબેન વીરજી માલશીના પૌત્ર. સ્વ. હેમલતા ભોગીલાલના પુત્ર. જયેશ, વંદના, દર્શનાના ભાઇ. કોડાયના પાનબાઇ મોરારજી જેઠા ગડાના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. ઠે. જયેશ દેઢીયા, ૨૭, પંકજ ભુવન, ૩જે માળે, કરેલવાડી, ઠાકુરદ્વાર, મું.૨.

મોટા લાયજાના વિમલા પ્રેમજી હરીયા (ઉં. વ. ૮૦) તા. ૧૩-૧૦-૨૪ના અવસાન પામ્યા છે. માતુશ્રી લક્ષ્મીબેન કાનજી ભૂલાના પુત્રવધૂ. પ્રેમજીના ધર્મપત્ની. કોડાયના માતુશ્રી સુંદરબેન ડુંગરશી મેઘજી દેઢીયાના પુત્રી. મધુકાન્ત, રમેશ, સ્વ.ભરત, ભુજપુર રમીલાબેન અરૂણ શેઠીયા, રાયણ ઇંદુબેન જયંતીલાલ છેડા, મેરાવા નીતાબેન બિપીન નિસરના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રેમજી હરીયા, ૧૬૦૨, સુમિત અબ્રોડ, ટી.એચ.કટારીયા માર્ગ, માટુંગા (બી.બી.), મું.૧૬.

નવીનાળના મુલબાઈ મુરજી વોરા (ઉં. વ. ૯૪)તા.૧૨-૧૦-૨૪ના અવસાન પામેલ છે. માકબાઈ લાલજીના પુત્રવધૂ. મુરજીભાઈના પત્ની. ચંચળ, ઉર્મિલા, હેમાંગી, ભારતી, જયશ્રી, પ્રીતી, પારુલના માતા. ડેપા લધીબાઈ દેવજી લખમશી ગાલાના પુત્રી. ડુંગરશી, વીરજી, રતનશી, કલ્યાણજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ: મુલબાઈ મુરજી વોરા, જયેશ મુરજી સાવલા. ૫, અરૂણોદય, વીંગ -બી૬, ખીરા નગર સાંતાક્રુઝ (વે), મું.૫૪.

મોટા લાયજાના દામજી ચત્રભુજ છેડા (ઉં. વ. ૮૬) તા. ૮-૧૦-૨૦૨૪ ના દેશમાં અવસાન પામેલ છે. હીરબાઇ ચત્રભુજના સુપુત્ર. ચંચળબેનના પતિ. જ્યોતિ, પ્રીતિ, હેમંત, મનિષાના પિતા. હરખચંદ, વિમળા, નવીન, ઉર્મિલા, જયવંતીના ભાઇ. લાયજાના જમનાબેન ગાંગજી નરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. નિ. હેમંત છેડા, ૨૨/૮૦૪, ગુરૂ માઉલી કો. ઓ. હા. સૌ, ડી.એન. નગર, ન્યુ લીંક રોડ, અંધેરી (વે), મું. ૫૮.

ભીંસરાના જયંતીલાલ લાલજી શાહ (ગડા) (ઉં. વ. ૮૨) તા. ૧૩/૧૦/૨૪ ના અવસાન પામેલ છે. જેઠીબાઈ લાલજી નરશીના સુપુત્ર. ભાનુમતીના પતિ. જયેશ, ધીરેન, જયશ્રીના પિતા. મુરજી, દામજી, લક્ષ્મીચંદ, પાનબાઈ ડુંગરશી, રતનબેન જગશી, પુરબાઈ પોપટલાલ, ઝવેરબેન લક્ષ્મીચંદ, તારામતી ચુનીલાલના ભાઈ. નાગ્રેચા દેવકાબેન પાસુ ગોવર દેઢિયાના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, ગ્રાઉન્ડ ફ્લોર, દાદર(ઈ), ટા.૨ થી ૩.૩૦. નિ.: ધીરેન શાહ, ૧૨૦૭, પર્લ રેસીડન્સી, જે.પી.રોડ, વાડીયા સ્કુલની સામે, અંધેરી (વે.) મું. ૫૮.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker