જૈન મરણ
વાગડ વિ.ઓ. જૈન
ગામ આધોઈના સ્વ. લાખઈબેન બૌવા (ઉં.વ. ૮૬) ૧૦-૧૦-૨૪ ગુરુવારના અવસાન પામેલ છે. સ્વ. પુરાબેન ભુરા હાજા બૌવાના પુત્રવધૂ. સ્વ. કોરશી ભુરાની ધર્મપત્ની. દેવજી, પ્રેમજી, રમણીક, નેમચંદના માતુશ્રી. કસ્તુર, દિવાળી, દમયંતી, અલ્પાના સાસુ. રતનશી, અમીત, હર્ષીદ, રજનીક, આરવ, મીતલ, ધ્રુવીના દાદીમા. ગામ આધોઈના સ્વ. નાથીબેન/સ્વ. દેમતબેન ખેતશી ધનજી ગીંદરાની દીકરી. પ્રાર્થના ૧૩-૧૦-૨૪, રવિવારના ૨.૩૦ થી ૪. રઘુલીલા મોલ, ૪થે માળે, લોટસ બેંકવેટ પોઈસર, બોરીવલી-વેસ્ટ.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
મોરબી નિવાસી હાલ માટુંગા મુંબઇ સ્વ. ત્રંબકલાલ કરસનજી મહેતાના પુત્રવધૂ બીના બીપીન મહેતા (ઉં. વ. ૭૪) તે જીજ્ઞેશનાં માતુશ્રી. પ્રતીભા દિનેશચંદ્ર, હર્ષિકા હર્ષદભાઇના દેરાણી. રંજનબેન દિનેશભાઇ દોશી અને દિવ્યાબેન રમેશચંદ્ર સંઘવીના ભાભી. તથા પિયર પક્ષે કાંતિલાલ નથુભાઇ વારીઆના સુપુત્રી. તે દિવ્યકાંત, બીપીન, યોગેશ, કલ્પના, નયના, પલ્લવીનાં મોટાબેન શુક્રવાર તા. ૧૧-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જૂનાગઢ નિવાસી હાલ ઘાટકોપર સુશીલાબેન હિંમતલાલ મહેતાના સુપુત્ર યોગેશભાઇ (ઉં. વ. ૬૯) તે મીનાબેનના પતિ. ભાવીન અને ચિરાગના પિતા. શ્રદ્ધા અને સૃષ્ટિના સસરા. સ્વ. કુમુદબેનના ભાઇ. મનસુખલાલ પ્રેમચંદ મહેતાના જમાઇ. તા. ૧૧-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમળી સ્થા. જૈન
વિછિયા નિવાસી હાલ દહિસર, સ્વ.મંજુલાબેન મનસુખલાલ લાઠીયાના સુપુત્ર પરેશ લાઠીયા (ઉં. વ. ૫૬) તે રૂપલના પતિ. શુભના પિતા. ઉષાબેન જગદીશભાઈ પંચમીયા તથા ધીરેનભાઈ, સંજયભાઈના ભાઈ. સુરેન્દ્રનગર નિવાસી સ્વ.રસીલાબેન અમૃતલાલ દોશીના જમાઈ તા.૬/૧૦/૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ધાંગ્રધા નિવાસી હાલ ચિંચપોક્લી મધુબેન પંકજભાઈ શાહ, (ઉં. વ. ૭૬) તે સ્વ. પંકજભાઈના પત્ની. બાલુબેન ઉમેદભાઈ શાહના દીકરી. વૈભવ આશિષના માતા. અંજના, વર્ષાના સાસુ. ધ્રુવ, માહી, અક્ષવીના દાદી. રમેશભાઈ, ભરતભાઈ, જશીબેન, રેખાબેનના ભાભી શુક્રવાર ૧૧/૧૦/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લોકિક પ્રથા બંધ છે.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
ગજોડના કંકુબેન દામજી હીરજી દેઢીયા (ઉં. વ. ૯૦) તા. ૧૧-૧૦-૨૪ના અવસાન પામેલ છે. દામજીના ધર્મપત્ની. તેજબાઇ હીરજી ગોસર દેઢીયાના પુત્રવધૂ. પત્રીના વનિતા (ભારતી) ભરત ગડા, નાના ભાડીયાના ગુણવંતી ભરત રાંભીયા, ભુજપુરના રીટા મનોજ ગડા, મહેન્દ્ર, હરીશના માતુશ્રી. ચુનડીના સુંદરબેન વિજપાર ગંગરના પુત્રી. દેવજી, સુરજી, ભવાનજી, પુનડીના લક્ષ્મીબેન ઉમરશી, નાની તુંબડીના વેલબાઇ ચાંપશી, બિદડાના હીરબાઇ લક્ષ્મીચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મહેન્દ્ર દામજી દેઢીયા, સી-૪૦૧, અનુપમ કો.પ.હા.સો., સેક્ટર-૯, સ્વામી સમર્થ મંદિરની બાજુમાં, ચારકોપ, કાંદીવલી (વે.).
ગોધરાના ભારતી કીર્તી દેવજી છેડાના પૌત્રી પૂર્વી જિનેશ છેડાના પુત્રી ક્રિશા જિનેશ છેડા (ઉ.દિ. ૭૧) તા. ૧૧-૧૦-૨૪ના અરીહંત શરણ પામેલ છે. કાંડાગરાના સ્નેહલતા પ્રાણલાલ શેઠના દોહીત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કીર્તી છેડા, ૪૧-બી, ગણેશ પેલેસ, ચિત્તરંજનદાસ રોડ, રામનગર, ડોંબીવલી (ઇસ્ટ).
તલવાણાના દેવચંદ મેઘજી ફુરીયા (ઉં. વ. ૮૪) તા. ૦૯-૧૦-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી હીરબાઇ મેઘજી કરમશીના સુપુત્ર. સ્વ. સોનબાઇના પતિ. તે જયશ્રી, રમેશ, મનોજના પિતાજી. સ્વ. કસ્તુરબેન, સ્વ. રતીલાલ તથા જયંતીલાલના ભાઇ. ભુજપુરના સ્વ. ખીમઇબાઇ કુંવરજી ભેદાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રમેશ દેવચંદ ફુરીયા, ૩૦૨, સાઇદીપ એપાર્ટમેન્ટ, લોકમાન્ય નગર પાડા નં. ૨, શંકર મંદિરની બાજુમાં, થાણા (વેસ્ટ) ૪૦૦૬૦૬.
સમાઘોઘા હાલે નાંદેડના ઉર્મિલાબેન જાદવજી ગાલા (ઉં. વ. ૯૨) તા. ૧૧-૧૦-૨૪ના અવસાન પામ્યા છે. ગંગામા કુંવરજી ઓભાયાના પુત્રવધૂ. જાદવજીભાઇના ધર્મપત્ની. કિશોર, ચંદ્રીકા, જ્યોતી, ભારતી, ગુણવંતી, હેમાના માતુશ્રી. કપાયા મકાબાઈ હીરજી આશારીયાના દીકરી. શાંતિલાલ, નાગજી, મગનલાલ, સંતોકબેન શાંતિલાલ કુંવરજીના બેન. મુંબઈમાં પ્રાર્થના રાખેલ નથી. નિ. કિશોર ગાલા, ઉર્મી વિલા, બોરબન ફેક્ટરી, નાંદેડ -૪૩૧૬૦૧.
પત્રીના વલમજી કુંવરજી ગોગરી (ઉં. વ. ૮૪) તા. ૯.૧૦.૨૪ના અવસાન પામ્યા છે. મઠાબાઈ કુંવરજી રામજીના સુપુત્ર. મણીબેનના પતિ. જયેશ, પ્રફુલ્લા, મીના, મનીષના પિતાશ્રી. હીરજી, મણીલાલ, ચુનીલાલ, હરીલાલ, ગંગાબેન શામજી, કસ્તુરબેન દેવશીના ભાઈ. પત્રી પાનબાઈ રામજી લધાભાઈ ધરોડના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, દાદર. ટા. ૨ થી ૩.૩૦. નિ. જયેશ વી. ગોગરી : ૬-ઇ, શિવકૃપા- ‘એ’, ઓલ્ડ નાગરદાસ રોડ, અંધેરી- ઈસ્ટ.
રાયણના નિખિલ મણીલાલ ગડા (ઉં. વ. ૬૦) તા. ૧૧-૧૦ના અવસાન પામેલ છે. અમૃતબેન, નવલબેન, મણીલાલ નાનજીના પુત્ર. હેમલના પતિ. અંકિતા, વત્સલના પિતા. નરેન્દ્ર, પ્રિતીના ભાઇ. કોડાય પ્રભાબેન મણીલાલ શામજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. : હેમલ ગડા, ૧૦૧, મહાવીર હાઇટ્સ, ગણેશ મંદિર રોડ, ડોંબિવલી (ઈ) .