જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
ચોટીલા નિવાસી (હાલ મીરા રોડ) સ્વ. અમૃતલાલ સોમચંદ કામદારના સુપુત્ર તનસુખલાલ (ઉં. વ. ૮૫) તા. ૧૦-૧૦-૨૪ ના અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. ઇન્દિરાબેન ના પતિ. કાજલ, પ્રીતિ, રુચિ સંદીપભાઈ દોશીના પિતા. ચિરાગ, પાર્થના નાના. ત્રમ્બકભાઈ (લાભુભાઈ), નટવરભાઈ, સુમતિભાઈ, પ્રભાબેન મહાસુખલાલ, સમજુબેન જીવણલાલ, લીલાબેન વીરચંદભાઈ અજમેરા, શારદાબેન જયંતિલાલ, કમળાબેન ધીરજલાલ, મંગળાબેન ચીમનલાલ, જસુબેન જીતેન્દ્રના ભાઈ. સ્વ. શાંતિલાલ રેવાશંકર શાહના જમાઈ. લૌકીક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેશલપુર (કંઠી)ના મગનલાલ નાગજી તેજાણી (કેનીયા) (ઉં. વ. ૯૨) ૧૦-૧૦નાં અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન નાગજી દેવરાજના પુત્ર. મણીબેનના પતિ. ભારતી, વિરેન્દ્રના પિતા. કાંડાગરા મીઠાબેન મેઘજી વેલજી ગાંગજી છેડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિરેન્દ્ર તેજાણી, બી-૪૦૩, રીહાન, આત્મારામ સાવંત માર્ગ, કાંદીવલી (પૂ.).
નાંગલપુર હા. મો. લાયજાના પ્રકાશ હિરજી ગંગર (ઉં. વ. ૭૦) તા. ૦૯-૧૦-૨૪ ના અવસાન પામેલ છે. મા. નિર્મળા (નેણબાઇ) હિરજી રવજીના પુત્ર. આશાના પતિ. સુમન, અંકિતના પિતા. હેમા પ્રવીણ, ભાનુમતી રસીકના ભાઇ. ડુમરા સ્વ. દમયંતી ડુંગરશી ભાણજી સાવલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સુમન પ્રકાશ ગંગર, એ/૩, સાઇસાગર, સે. ૨૦, પ્લોટ-૫૦, ખારઘર, નવી મુંબઇ-૪૨૧૨૧૦.
ગુંદાલાના રસિકબાળા સતરા (ઉં. વ. ૮૦) તા. ૧૦-૧૦-૨૪ના અવસાન પામ્યા છે. મણીબેન કાનજીના પુત્રવધૂ. પોપટલાલના ધર્મપત્ની. અમિતના માતુશ્રી. લક્ષ્મીબેન મોનજી કોરશીના સુપુત્રી. રતીલાલ, અમૃતલાલ, ભોગીલાલ, તુંબડી પ્રેમીલા પ્રેમજી, ગુંદાલા અરૂણા કલ્યાણજી, સમાઘોઘા કલ્પના મહેન્દ્ર, લાયજા નયના નિલેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. નિ.અમિત સતરા. ૧૩૧, ક્રિસ્ટલ પ્લાયવુડની ઉપર, બોરા બજાર સ્ટ્રીટ, મું.૧.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ ગ્રાન્ટરોડ સ્વ. નીતિનકુમાર માણેકચંદ મહેતાના ધર્મપત્ની સુમિત્રાબેન (ઉં. વ. ૯૧) તે ચિત્રાબેન કેયુરભાઈ ધાકી, સંજયભાઈ, સંદીપભાઈના માતુશ્રી. તે કેયુરભાઈ ધાકી, ગીતાબેન, સોનલબેનના સાસુ. તે તેજસ્વી, અભિગના, તુલસી, વૈભવી, વિરલના દાદી. તે સ્વ. સૂરજબેન ચુનીલાલ ભીમજી શાહના સુપુત્રી, તા. ૧૧/૧૦/૨૪ના અરિહંત શરણ પામ્યા છે. તેમની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાનેથી સરનામું :- ફ્લેટ નં ૩૮, ૮ માં માળે, જુથીકા કો ઓપ હાઉસિંગ સોસાયટી. ગ્રાન્ટરોડ વેસ્ટ મુંબઈ ૪૦૦૦૦૭ થી ચંદનવાડી ખાતે ઇલેક્ટ્રિકમાં સવારે ૧૦.૩૦ વાગે તા. ૧૨ ઓક્ટોબર ૨૪ના રાખેલ છે. લૌકિક વ્યવહારની પ્રથા સદંતર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જેસર નિવાસી હાલ નાલાસોપારા પ્રતાપરાય અમરચંદ વારૈયાના ધર્મપત્ની દક્ષાબેન (ઉં. વ. ૬૮) તે ૮/૧૦/૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે ચાંદનીના માતુશ્રી, પ્રતીકકુમાર અરવિંદકુમાર વોરાના સાસુ. પદમાબેન કસ્તુરચંદ, મીનાક્ષીબેન પ્રવીણભાઈ, વિમળાબેન ધીરજલાલ, હંસાબેન દિલીપભાઈ, પ્રભાબેન ભોગીલાલના ભાભી. વલ્લભીપુર નિવાસી હાલ મલાડ કાળીદાસ બેચરદાસ ગાંધીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા જૈન
વેરાવળવાળા હાલ બોરીવલી સ્વ. ડો. જયંતીલાલ શેલશંકર શેઠના ધર્મપત્ની ગં. સ્વ જ્યોતિબેન શેઠ (ઉં. વ. ૮૯) તે તા. ૧૦/૧૦/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રકાશ, શૈલેષ, ગૌતમ, ભાવનાના માતુશ્રી. પૂનમ, સોનલ, શર્મિલા, અવિનાશ કામાણીના સાસુ. સિદ્ધાર્થ, આદિત્ય, મીરા, દેવાંગી, વીરેન, ઋષભ, મેઘાના બા. પિયરપક્ષે ગોંડલવાળા સ્વ. શાંતિલાલ માણેકચંદ જસાણી ના દીકરી. તેમની પ્રાર્થનાસભા ૧૩/૧૦/૨૪ના સમય સવારે ૧૦ થી ૧૨ કલાકે પાવનધાન, પહેલે માળે, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
માંગરોળ દશા શ્રીમાળી જૈન
માંગરોળ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ઇન્દુબેન તથા સ્વ. બંસીલાલ જગમોહનદાસ શાહના દીકરી જસ્મીન (ઉં. વ. ૬૮) તે મુકેશ તથા હિનાના બહેન, સુરેખાના નણંદ, દેવાંશીના ફઈ. ૧૦/૧૦/ ૨૪ ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.