જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
મેરાઉના સોનબાઇ ફુરિયા (ઉં.વ. ૮૬) તા. ૮/૧૦/૨૪ના અવસાન પામેલ છે. મકાંબાઇ વીરજી પાંચાના પુત્રવધૂ. ઉમરશીના ધર્મપત્ની. વનિતા, રોહિણી, પ્રવિણ, ચિંતન, કુમુદના માતુશ્રી. બાડા મેઘબાઇ ખેતશી પાલણના દિકરી. કુંવરજી, વેલબાઇ પોપટલાલ, કેશરબેન ડુંગરશી, પ્રભાબેન પોપટલાલ, જ્યોતિબેન જયંતિલાલ, પ્રભાબેન પોપટલાલ, ચંદનબેન જેઠાલાલના બેન. પ્રા. શ્રી થાણા વર્ધ. સ્થા. જૈન શ્રાવક સંઘ હોલ, ૩જે માળે, નૌકા વિહાર સામે, તળાવપાડી, થાને (વે.). ટા. ૩ થી ૪.૩૦. ઠે. પ્રવિણ ફુરીયા, ૩૦૩, ફુરીયા નિવાસ, ખોપટ, પોખરણ રોડ નં. ૧, થાને (વે.).
બાડા હાલે વલસાડના દમયંતી ગડા (ઉં.વ. ૭૨) ૮/૧૦ના અવસાન પામેલ છે. મણીબાઇ ભવાનજીના પુત્રવધૂ. કાંતીલાલના પત્ની. પરેશ પ્રિયાના માતા. ઉમરબાઇ શીવજીના પુત્રી. તલકશી, નાનબાઇ પ્રેમજી, જવેર ભવાનજી, ભાનુ કાંતીલાલ, ભાવના લક્ષ્મીકાંતના બેન. પ્રા. શ્રી માટુંગા ક.મૂ.શ્ર્વે. જૈન સંઘની નારાણજી શામજી વાડી, ૧લે માળે, ટા. ૪ થી ૫.૩૦. નિ. પરેશ ગડા, તેજપાલ નગર, સાઇ બાબા રોડ, તિથલ, વલસાડ-૩૯૬૦૦૧.
દુર્ગાપુર (નવાવાસ)ના શા. ખુશાલચંદ કુંવરજી ગાલા (ઉં.વ. ૭૯) તા. ૯-૧૦-૨૪ના અવસાન પામેલ છે. લધીબાઇ/ચાંપઇબાઇ કુંવરજી લાલજી ગાલા (૫.પૂ.ચંદ્રકળાશ્રીજી મ.સા.)ના સુપુત્ર. લીલાવતીના પતિ. તુષાર, ઉમેશ, બિંદુના પિતા. ઘનજી, વેજબાઇ, મુલચંદ, તારાબેનના ભાઇ. બિદડાના ગોમીબેન દેવરાજ પાસુ ફુરીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે.: ઉમેશ ગાલા, એ-૩, ૪૦૨, પુનમ પાર્ક, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, લાલબાગ, મું. ૧૨.
દશા શ્રીમાળી સ્થા. જૈન
અમરેલી નિવાસી હાલ કાંદિવલી સ્વ. સુશીલાબેન તથા સ્વ. દિનકરરાય રતિલાલ ગોસલીયાના પુત્ર પરેશભાઈ (ઉં.વ. ૫૨) તે સ્વ. ચંદુલાલ ગોસલીયાના ભત્રીજા. સ્વ. તુલસીદાસ કામાણીના દોહિત્ર. સ્વ. સ્મિતા, હિતેન, કેતનના નાનાભાઈ. નીલમના દિયર. તા. ૯/૧૦/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ક.દ.ઓ. જૈન
મોટી સિંધોડી હાલે મુલુંડ સ્વ.મા. રતનબેન દામજી મોમાયાનાં પુત્રવધૂ મા.જયવંતીબેન (ઉં.વ. ૮૮), તા. ૯ ઓક્ટોબર, ૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.ગોવિંદજીભાઈનાં ધર્મપત્ની. સ્વ. માતુશ્રી ખેતબાઈ વીશનજી નાગડા(નલીયાવાળા)ના દિકરી. સુનીલ, જયંત, પ્રફુલ્લા વર્ધમાન લોડાયા-સાંધવ, સ્વ. મુકેશ, ધનેશ, સ્વ. નીલેશનાં માતુશ્રી. ચેતનાબેન, તરલાબેન, નીતાબેન તથા વર્ધમાન રતનશી લોડાયા-સાંધવનાં સાસુમા. સ્વ. પ્રવિણચંદ્ર, રમેશભાઈ, કિશોરભાઈ, પ્રતાપભાઈ, શશીકાંતભાઈના બહેન. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે. એ૧-૧૬૦૪, ઈંટીગ્રેટેડ કમલ કૉ.હા.સો. બિલ્ડિંગ, મુલુંડ-ગોરેગામ લીંક રોડ, એટમોસ્ફીઅરની બાજુમાં, મુલુંડ વેસ્ટ.
ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈન
થળા નિવાસી હાલ ભાયખલા સ્વ. સમરતબેન ન્યાલચંદ શાહના સુપુત્ર સ્વ. ઠાકરશીભાઈના ધર્મપત્ની સવિતાબેન (ઉં.વ. ૯૨) તા. ૯-૧૦-૨૪ બુધવારે અરિહંતશરણ પામ્યા છે. તે રાજુલાબેન-અશોકભાઈ, વર્ષાબેન-હરેશભાઈ, વર્ષાબેન- જીતેન્દ્રભાઈ અને અનિતાબેન-શરદભાઈ શાહના માતુશ્રી. સ્વ. રતિભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. ભાઈલાલભાઈ, સ્વ. શાંતાબેન, હીરાબેન અને સ્વ. સુભદ્રાબેનના ભાભી. જેગડવા નિવાસી કેવળદાસ પોપટલાલ વોરાના સુપુત્રી. ધરા, નીરવ, રિદ્ધિ-જીનેશ, મેઘન-કુશલ, પરાગ, ફોરમ- પાર્થિકકુમાર, હર્ષના દાદી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
રાધનપુર તીર્થ જૈન
હાલ કાંદિવલી વિનોદચંદ્ર કાંતિલાલ દસાડીયા (ઉં. વ. ૮૫) તે નયનાબેનના પતિ. સ્વ. શારદાબેન, સ્વ. જશવંતભાઇ ચંદ્રાબેનના ભાઇ. મનીષ, રાજુલ, સુજાતાના પિતા. અ. સૌ. ડોલીબેન તથા કિરણકુમારના સસરા. આલોક-રૂષીલના દાદા. તા. ૯-૧૦-૨૪ના મંગળવારના સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઈના સ્વ. અમરતબેન નિસર (ઉં. વ. ૬૭) ૮.૧૦.૨૪, મંગળવારના મુંબઈમાં અવસાન પામેલ છે. તે સ્વ. આસઈબેન ભચુની પુત્રવધૂ. બાબુલાલ ભચુની ધર્મપત્ની. રાજેશ, નિલેશ, નીતાના માતુશ્રી. જ્યોતી, સ્મિતા, વસનજીના સાસુ. ભવ્ય, એકતા, યક્ષ, ધૈર્યના દાદી. આધોઈના સ્વ. સંતોકબેન વિરમ ચાંપશી સત્રાની પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૭૦૧, સાંઈ મગન, નંદાપાટકર રોડ, વિલેપાર્લા (ઈ), મુંબઈ.