જૈન મરણ
સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ ઘાટકોપર હરિલાલ ડી. ઉદાણીના પુત્રવધૂ તનમનબેન કિશોરકુમાર ઉદાણી (ઉં. વ. ૯૦) તા. ૭મી ઓકટોબર ૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રાજેશ્ર્વર, ચાહનાના માતુશ્રી. પરાગ, સોનલના સાસુ. રોનક, સ્મિત, મ્રીયા, મીવાનના દાદી. તે ઉપલેટા નિવાસી પ્રતાપરાય કે. શેઠના પુત્રી સ્વ. રોહિતભાઇ, સ્વ. લલિતભાઇ, સ્વ. નલીનભાઇ, કનકભાઇ, મહેન્દ્રભાઇ અને કુસુમબેન નટુભાઇ વૈદ્યના ભાભી. પ્રાર્થનાસભા ૧૦મી ઓકટોબર ૨૪ ગુરુવારે ૫થી ૬.૩૦. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર પૂર્વ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગોધરાના દામજી ચનાભાઈ ગાલા (ઉં.વ. ૭૯) તા. ૭-૧૦-૨૪ના અવસાન પામ્યા છે. લીલબાઈ ચનાભાઈ ખીમજીના સુપુત્ર. ચંપાબેનના પતિ. શિલ્પા, જયેશ, પારસના પિતાશ્રી. દેવરાજ ચના, કાંતિલાલ ચના, પદમશી ચના, ગોધરાના મણીબેન તલકશી રવજી, વિજ્યાબેન લાલજી દેવરાજના ભાઈ. નાના રતડીયાના સુંદરબેન કેશવજી દેવજી દેઢિયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. (ફોન રૂબરૂતુલ્ય). નિ. દામજી ચનાભાઈ ગાલા : ૧૪૮/બી, ભાવેશ્ર્વર, ફ્લેટ નં.૨૧, ડો. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ-૪૦૦૦૧૮.
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
સ્વ. કુસુમબેન શાહ (ઉં.વ. ૭૫) તે રસિકલાલ સુખલાલ શાહના ધર્મપત્ની. નરોત્તમ મણિલાલ સલોતના દીકરી. અમીષ, અમીના માતુશ્રી. કાજલ તથા હેમાંગના સાસુ. ચંદ્રકાન્તભાઈ, મુકેશભાઈ, સ્વ. ઉષાબેન, મીનાક્ષીબેન, ગીતાબેનના ભાભી. તા. ૫/૧૦/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગોધરા હાલે પૂનાના રમીલાબેન યુપીન છેડા (ઉં.વ. ૭૨) તા. ૧-૧૦-૨૪ના અવસાન પામેલ છે. નવલબેન શામજીના પુત્રવધૂ. સ્વ. યુપીનના પત્ની. નિર્મલ, પૂજાના માતુશ્રી. માતુશ્રી લક્ષ્મીબેન વલ્લભજીના પુત્રી. જયાના બેન. પ્રા. યોગી સભાગૃહ, દાદર (ઈ). ટા. : ૪.૩૦ થી ૬.૦૦. નિ.: નિર્મલ છેડા, બ્રહ્મા એવેન્યુ, બિલ્ડીંગ નં. ૧૪, ફ્લેટ નં. ૬૦૨, કોંધવા, પૂના-૪૮.
બિદડાના ચંદ્રકાંત કેશવજી ફુરીયા (ઉં.વ. ૭૮) તા. ૬-૧૦-૨૪ના અરિહંત શરણ પામેલ છે. વેલબાઈ કેશવજીના પુત્ર. રતનબેનના પતિ. કેતનના પિતા. હેમચંદ, વિમળાના ભાઈ. ફરાદીના પુરબાઈ નેણશી ગાલાના જમાઇ. પ્રા. શ્રી વ. સ્થા. જૈન શ્રાવક સંઘ, એસ.વી. રોડ, કાંદીવલી (વે) મધે બપોરે ૩ થી ૪.૩૦. નિ. ચંદ્રકાંત ફુરીયા, ૨૦૧, એ-વિંગ, મેરી ગોલ્ડ એ., રામ મંદિર રોડ, વજિરા નાકા, બોરીવલી (વે).
પત્રી હાલે ડોંબિવલીના કંચનબેન હરીલાલ વેલજી છેડા (ઉં.વ. ૭૩) તા. ૨-૧૦-૨૪ના અવસાન પામેલ છે. દેવકાબેન વેલજીના પુત્રવધૂ. હરીલાલના ધર્મપત્ની. ભારતીના માતા. રતાડીયાના મણીબાઈ નાનજી જાદવજી નંદુના સુપુત્રી. લક્ષ્મી, મંજુલા, વિનોદના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. સંજય કેનીયા, ૩૦૪ બાબુ નિવાસ, તુકારામ નગર, આયરે રોડ, ડોંબિવલી (ઈ).
ભુજપુર (યુ.એસ.એ.) હાલે માટુંગાના નવિન હીરજી શીવજી ભેદા (ઉં.વ. ૮૬) તા. ૫-૧૦-૨૪ના દેહ પરીવર્તન કરેલ છે. દિવાળીબેન હીરજીના સુપુત્ર. જયવંતીના પતિ. સુનીલ, નીના, અનિલના પિતા. બારોઇના નાનબાઇ પ્રેમજી કેનીયાના જમાઇ. હેમકુંવરબેન, નલીની, જયા, શાંતાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠેકાણું : નવિન હીરજી શાહ, સંદીપ બીલ્ડીંગ, ફ્લેટ નં. ૭, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (સેન્ટ્રલ).
ભુજપુરના કલ્પેશ હીંમતલાલ દેઢીયા (ઉં.વ. ૪૬) તા. ૭-૧૦-૨૪ના અવસાન પામેલ છે. રતનબેન રતનશીના પૌત્ર. ભાનુમતિ હીંમતલાલના પુત્ર. જયેશ, તેજલ, દ્રષ્ટીના ભાઇ. ગામ : પ્રાગપરના લાડબાઇ રામજી ઉમરશીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : હિંમતલાલ દેઢીયા, ૧૦૧, પ્રભાત બીલ્ડીંગ, આચોલે રોડ, નાલાસોપારા (ઇસ્ટ).
તુંબડીના કાંતીલાલ કાનજી પદમશી સાવલા (ઉં.વ. ૭૪) તા. ૩૦-૯-૨૪નાં દેશમાં અવસાન પામેલ છે. હેમલતાના પતિ. દેવકાબેન કાનજીના પુત્ર. મનીષ, નિતેષના પિતા. જસુમતી લક્ષ્મીચંદ, સ્વ. નલીની મેઘનાથના ભાઇ. ના.આસંબીયાના સ્વ. તેજબાઇ જેઠાલાલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કાંતીલાલ સાવલા, ૧૭, ધનોદયા સોસા., દીંડોરી રોડ, નાશિક-૩.
ગુંદાલાના અ.સૌ. તારામતી રમેશ શાહ/સતરા (ઉં.વ. ૬૯) તા. ૭-૧૦-૨૪ના અવસાન પામ્યા છે. કસ્તુરબેન ધારસીના પુત્રવધૂ. રમેશ ધારસીના ધર્મપત્ની. હેમલના માતુશ્રી. અમૃતબેન હીરજી લખમશી વિસરીયાના સુપુત્રી. વસંત, ધવલ, વિવેકના બેન. પ્રાર્થના રાખેલ નથી. ફોન સંપર્ક રૂબરૂ તુલ્ય. નિ. રમેશ ધારસી શાહ, ડી-૧૫, નીતા એપા., ચાફેકર બંધુ માર્ગ, મુલુંડ (ઈસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ટંકારા નિવાસી હાલ થાણા પ્રફુલચંદ્ર દલીચંદ દોશી (ઉં.વ. ૭૪) તા. ૭-૧૦-૨૪ને સોમવાર અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઉષાબેનના પતિ. રિદ્ધિ વિશાલ અકપાસી અને પૂજા હાર્દિક નંદુના પિતા. સ્વ. તનસુખભાઈ, સ્વ. લાલચંદભાઈ, સ્વ. ડૉ. હિંમતભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ. દિનેશભાઈ, કિશોરભાઈ, મનોજભાઈ, ગં.સ્વ. જ્યોતિબેન હસમુખલાલ શેઠ તથા સ્વ. ચંદ્રિકાબેન પરેશભાઈ મહેતાના ભાઈ. કાંતિલાલ ગોકળદાસ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.