જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાની ખાખરના લક્ષ્મીબેન વેણીલાલ દેઢીયા (ઉં. વ. ૮૪) તા. ૧૪-૧૦-૨૦૨૩ના માતૃવંદના બિદડામાં અવસાન પામ્યા છે. વેણીલાલ ભવાનજીના પત્ની. મેઘબાઇ ભવાનજી ઘેલાભાઇના પુત્રવધુ. ગેલડાના ભાણબાઇ વીજપાર કેશવજીના દિકરી. શીલા, સચીન, વૈશાલીના માતુશ્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિપુલ શાહ, ક્યૂ-૨૬, ભારાણી કોમ્પલેક્સ, સીંકદ્રાબાદ.
બારોઇના આર્યન વિજય છેડા (ઉં. વ. ૨૨) તા. ૧૮-૧૦ના અવસાન પામેલ છે. ભારતીબેન રમણીકલાલ નેણશી લાલજીના પૌત્ર. જાગૃતિ વિજયના સુપુત્ર. આયુષીના ભાઇ. ચંચળબેન મુલચંદના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિજય છેડા, ૨૦૩, રાધેશ્યામ એપાર્ટમેન્ટ, દત્તપાડા રોડ, બોરીવલી (વે.).
કાંડાગરાના (યુએસએસ) મંજુલા છેડા (ઉં. વ. ૮૫) ૧૫-૧૦ના અવસાન પામેલ છે. સ્વ. આણંદજીના પત્ની. દેવકાબેન મેઘજી દેવશીના પુત્રવધૂ. અનીલ, રાજેશ, મનીષના માતા. બારોઇ ઉમરબાઇ રામજી દેવજી કેનીયાના પુત્રી. ધનજી, સ્વ. આણંદજી, સ્વ. નવનીત, સ્વ. ચુન્નીલાલ, ભુજપુર દેવકુર કોરશી, ગં.સ્વ. કસ્તુર તલકશી, લુણી અ.સૌ. દમયંતી મનસુખના બેન. પ્રાર્થના રાખેલ નથી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ટાણાવાળા હાલ મુલુંડ સ્વ. મનસુખલાલ રતિલાલ શાહના ધર્મપત્ની ભાનુમતીબેન (ઉં. વ. ૮૬) તા. ૧૮-૧૦-૨૩ને બુધવારના સ્વર્ગવાસ થયેલ છે. તે વિજય, કોકિલાબેન નીતિનભાઈ, હર્ષાબેન અરવિંદભાઈ, સ્વ. હિમાબેન, રૂપલબેન બીમલભાઈ, સોનલ નિલેશભાઈના માતુશ્રી. મીનળના સાસુ. સ્વ. અમલુખભાઈ, સ્વ. જયાબેન અનોપચંદભાઈ તથા જયંતીભાઈના ભાભી. પિયર પક્ષે ઘોઘાવાળા સ્વ. મનસુખભાઈ, નવીનભાઈ, પ્રવીણભાઈ, હરેશભાઈ તથા સાધ્વીજી મહારાજ કૈવલ્ય જ્યોતિ શ્રીજીના સંસારી બહેન. કેવિન તથા ન્યાસાના દાદી. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.)
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી હાલ મુંબઇ સ્વ. ધીરેન્દ્ર રતીલાલ વોરાના ધર્મપત્ની મધુકાન્તા ધીરેન્દ્ર વોરા (ઉં. વ. ૮૧) તે હર્ષાબેન, વૈશાલીબેન અને પ્રિયાબેનના માતુશ્રી. અને મોરબી નિવાસી સ્વ. પ્રેમચંદ હરખચંદ ખોખાણીના સુપુત્રી તા. ૧૮-૧૦-૨૩ના બુધવારના અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ગુર્જર જૈન
ગામ કચ્છ ભુજના હાલે સુરત શ્રીમતી લક્ષાબેન ઝવેરી (ઉં. વ. ૬૬) ગુરુવાર તા. ૧૯-૧૦-૨૩ના મુંબઇ ઘાટકોપર મુકામે અરિહંતશરણ પામેલ છે. તે કચ્છ ભુજના મંગળાબેન રવિલાલ નથુભાઇ ઝવેરીના પુત્રવધૂ. ભરત ઝવેરીના ધર્મપત્ની. હેની મેહુલભાઇ શાહ તથા યૈશા વત્સલ શાહના માતુશ્રી. તે સ્વ. ગુલાબબેન મનસુખલાલ શાહ (માંડવી)ના સુપુત્રી. પ્રાર્થનાસભા તા. ૨૦-૧૦-૨૩ના શુક્રવારે ૩થી ૪-૩૦. ઠે. સુમતિ ગુર્જર ભવન, ચેંબુર, મુંબઇ :૪૦૦ ૦૭૧. લૌકિક રિવાજ સદંતર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ મનફરાના સ્વ. દિવાળીબેન કારીઆ (ઉં. વ. ૮૧) મંગળવાર તા ૧૭-૧૦-૨૩ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. સંતોકબેન અખાભાઇ કારીઆના પુત્રવધૂ. સ્વ. મોતીલાલના ધર્મપત્ની. મંજુલા, સ્વ. રમણીક, બીપીન, વનીતાના માતુશ્રી. ગં. સ્વ. અમૃતબેન, પ્રભા, વિસનજી, ખીમજીના સાસુ. વિનય, કોમલ, ધ્વનિના દાદી. ગામ આધોઇના સ્વ. મોંઘીબેન ગોપાલ ગાલાની પુત્રી. પ્રાર્થનસભા તા. ૨૧-૧૦-૨૩ના શનિવાર ૧૦થી ૧૧-૩૦. ઠે. સ્વામીનારાયણ હોલ, દત્તમંદિર રોડ, શારદા સ્કૂલની બાજુમાં, મલાડ (ઇસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. લક્ષ્મીબેન ગાલા (ઉં. વ. ૭૫) શનિવાર, તા. ૧૪-૧૦-૨૩ના મુંબઇ મુકામે અવસાન પામેલ છે. સ્વ. મુરઇબેન શંભુભાઇ વાલજી ગાલાના પુત્રવધૂ. ડાયાલાલના ધર્મપત્ની. અરવિંદ, શાંતિલાલ, વિનોદ, ઉર્મિલા, પ્રફુલ્લાના માતુશ્રી. નીતા, ચેતના, મનિષા, વિનોદ, બેચરલાલ ગડા, વિનોદ ગડાના સાસુ. નિકુલ, કેવિન, જૈનિલ, ચાર્મી, દૃષ્ટિ, શ્રુતિ, દર્શનીના દાદી. મોંઘીબેન રણમલ માઇયા ગડાની પુત્રી. પ્રાર્થનાસભા તા. ૨૦-૧૦-૨૩ના શુક્રવારે ૩-થી ૪-૩૦. ઠે. યોગીસભા ગૃહ, દાદર (ઇસ્ટ).