જૈન મરણ
દશા શ્રીમાળી જૈન
અમરાપૂર નિવાસી (વીછિયા) હાલ કાંદિવલી સ્વ.બાબુલાલ ભુરાભાઈ વોરાના ધર્મપત્ની લીલાવંતીબેન (ઉં. વ. ૧૦૬) વલ્લભીપુર નિવાસી સ્વ.નાગરદાસ મગનલાલ શાહની દીકરી. હસમુખભાઈ, સ્વ.બિપીનભાઈ, કોકિલાબેન ચંદ્રકિશોર કોઠારી, જ્યોતિબેન નૃપેનભાઇ શાહ, ઉમાબેન સંજયભાઈ મણિયારના માતુશ્રી. તરૂલતાબેન, ભાવનાબેન, અંબ્રિશાના સાસુ. હિતેન, પીનાલ દિપાલી, આદર્શ નમિતા, આશિકા સમીરના દાદી. રવિવાર તા.૬/૧૦/૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડ દશા શ્રીમાળી મૂ. જૈન
ગઢાદ નિવાસી હાલ સાન્તાક્રુઝ સ્વ.છોટાલાલ અમુલખ શાહના પુત્ર અરૂણભાઇ (ઉં. વ. ૮૧) તા. ૦૨/૧૦/૨૪ને બુધવારે અરિહંતશરણ પામ્યા છે, સ્વ.વનલીલાબેનના પતિ. નૈમેષ-સોનલના પિતા. કોમલ-હિતેશભાઈના સસરા. કહાન-પ્રિતિશ-સ્તુતિ-અવયાનના દાદા તથા બીપીનભાઈ-ભારતીબેન-રોહિતભાઈ-હર્ષાબેનના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સ્થાનકવાસી જૈન
સાવરકુંડલાના, હાલ બાંદ્રા ભરતભાઈ કામદાર (ઉં. વ. ૭૫) તે સ્વ.મોહનભાઈ અને સ્વ.નીલમબેનના સુપુત્ર. સ્વ.રોહિણીબેનના પતિ. શ્રદ્ધા, મિહિરના પિતાશ્રી. હર્ષાના સસરાજી. સુહાનાના દાદાજી. ચારુબેન, ધિરેનભાઈ, અતુલભાઈ, બકુલભાઈના ભાઈ. સ્વ.નટવરલાલ મંગળદાસ પારેખના જમાઈ તા.૬ /૧૦/૨૪ ના અરિહંતશરણ પામેલ છે. પ્રેમ મહોત્સવ તા.૮/૧૦/૨૪ના ૫.૩૦થી ૭.૩૦, એમ. આઈ.જી. ક્લબ, ગેલેક્ષી હોલ, બાન્દ્રા ઈસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ મલાડ મોતીચંદ પ્રેમચંદ શાહના સુપુત્ર મનહરલાલ શાહ (ઉં. વ. ૮૦) સોમવાર, તા. ૭-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે દમયંતીબેનના પતિ. તે પીયૂષ, નેહલબેન ધૈવતકુમાર દેસાઇ, અમીબેન પ્રસાદ કુમાર મુસળેના પિતા. સ્વ.મનસુખભાઇ, સ્વ. શાંતિભાઇ, સ્વ. સૌભાગ્યચંદ ભાઇ, સ્વ. વસંતભાઇ, સ્વ. માનકુવરબેન, સ્વ. લલિતાબેન, નિરંજનાબેનના ભાઇ. તે ભાદ્રોડ નિવાસી હાલ બોરીવલી દલીચંદ ખોડીદાસના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દિગંબર જૈન
નાગનેશ નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. અંજવાળીબેન શાંતિલાલ જોબલિયાના પુત્ર કનૈયાલાલ (ઉં. વ. ૮૮) તા. ૬-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રસીલાબેનના પતિ. અમીષ, બીજલના પિતાશ્રી. નિસર્ગભાઇ વોરા, તથા નંદીતાના સસરા. સ્વ. મનસુખભાઇ, સ્વ. ઉમરચંદભાઇ, સ્વ. જેન્તીભાઇ, સ્વ. નિર્મળાબેન, સ્વ. ભાનુબેન, સ્વ. સ્નેહલતાબેન તથા અ. સૌ. રંજનબેનના ભાઇ. તા બોટાદ નિવાસી સ્વ. દલીચંદ સોમચંદ ડગલીના જમાઇ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ
રાખેલ છે.
કચ્છી ગુર્જર જૈન
ગામ મુન્દ્રાના હાલે માટુંગા નિવાસી હિંમતલાલ નાગજી મહેતા (ઉં.વ. ૯૦) સોમવાર, તા. ૭-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. ઈન્દુમતીબેન હિંમતલાલ મહેતાના પતિ. નયન હિંમતલાલ મહેતા, સ્મિતા કમલેશ શાહ, અમિતા ઉમેશ સંઘવીના પિતાશ્રી. હીના નયન મહેતાના સસરાજી. પ્રિયાંશી તથા દિશાના દાદા. માતુશ્રી પાર્વતીબેન ખીમરાજ શાહના જમાઈ. સ્વ. ગોવિંદજી પ્રતાપસી મહેતા (ગામ ભુવડ)ના વેવાઈ. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૮-૧૦-૨૪ના ૪ થી ૫.૩૦. ગુર્જર વાડી, ૨૬, લક્ષ્મી નારાયણ એલએન, માટુંગા (સે.રે.), માટુંગા ઈસ્ટ.
ઝાલાવાડી વિસાશ્રીમાળી જૈન
પાળીયાદ નિવાસી હાલ ઘાટકોપર ઈંદુમતી ભાઈલાલ ગાંડાલાલ પારેખ (ઉં.વ. ૮૨) તા. ૭-૧૦-૨૪ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે નીતાબેન, જુલાબેન અને હિતેશભાઈના માતુશ્રી. કૃતિકાબેન અને અશોકભાઈ મહેતાના સાસુ. ખુશ્બૂ અક્ષય ભટ્ટ અને પંક્તિના દાદી. સ્વ. મરઘાબેન ધારશીભાઈ શાહના પુત્રી. જયંતિભાઈ, પુષ્પાબેન અને પદ્માબેનના બેન. માનસી-મિતુલ, ધરા-આકાશના નાની. પ્રાર્થનાસભા તા. ૮-૧૦-૨૪ના ૪થી ૫.૩૦, લેવેન્ડર બાગ, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર ઈસ્ટ.