મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી જૈન
કોકાના પાડાના સ્વ. સુલોચનાબેન લલીતભાઈના પુત્રવધૂ જયશ્રી વિકેશ શાહ, તે વિકેશના ધર્મપત્ની, મેઘા મહેન્દ્રના માતુશ્રી. ચેતના મુકેશના ભાઈ. લાજવંતી ગોકલાનીજીની દીકરી, અનીલ, અશોક, અને આશાના બેન. તા. ૩૦-૯-૨૦૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાંગાણા નિવાસી હાલ ગોરેગાંવ વિમળાબેન ફતેચંદ શાહના સુપુત્ર જેચંદભાઇ (ઉં. વ. ૮૫) તે સ્વ. અ. સૌ. ભારતીબેનના પતિ. હેમંત, સુખીલાબેન રસિકલાલ વાસા, મૃદુલાબેન બિહારીલાલ હેમાણી, પ્રફુલ્લાબેન જયસુખલાલ શાહ, સુનંદાબેન શશીકાંત શાહ, ઇલા જીતેન્દ્ર શાહના વડીલ બંધુ, ઝરણા રાજેન્દ્ર પારેખ, અમિષા નિખિલ શાહ, જિગીશા અલ્પેશ ગાંધી, મેઘના અમિત દોશી, દિપાલી પિયુષ દોશીના પિતાશ્રી. ઘોઘા હાલ મુલુંડ ચુનીલાલ છોટાલાલ શાહના જમાઇ. તા. ૨૭-૦૯-૨૪ના અવસાન પામેલ છે. પિતૃવંદના તા. ૫-૧૦-૨૪ના ૧૦થી ૧૨. ઠે. પાવન ધામ દહાણુકર વાડી, કાંદિવલી (વેસ્ટ).

વાગડ વિ. ઓ. જૈન
ગામ ભરૂડિયાના સ્વ. મીણાબેન છાડવાના (ઉં. વ.૭૮) મંગળવાર તા. ૨૪-૯-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી નાંઇબેન પરબત ડાઇયા છાડવાના પુત્રવધૂ. સ્વ. વાલજીના ધર્મપત્ની. નવીન, ચેતનના માતુશ્રી. નયના, પ્રવિણાના સાસુ. સમીર, ફોરમ, ડોલી, જૈનમના દાદી. ભરૂડિયાના સ્વ. વિસાબેન કરશન ગોવર ડાઘાના પુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી.

વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઇના સ્વ. રમણીક રવજી જેસંગ ફરીયા (ઉં. વ. ૬૫) તા. ૨૮-૯-૨૪ના શનિવારના અવસાન પામેલ છે. સ્વ. દિવાળીબેન કસ્તુરબેન રવજીના પુત્ર. વેલુબેનના પતિ. નીલેશ, સચીન, નીતાના પિતાશ્રી. પૂર્વી, ભારતી, રાજેશના સસરા. કિશોર, કલ્યાણજી, નિતીન, સ્વ. મંજુ, દર્શના, સ્વ. ચંપા, ચંદ્રિકાના ભાઇ. આધોઇના ડાઘા સ્વ. જોમાબેન શીવજી પ્રેમજીના જમાઇ. પ્રાર્થના બુધવાર, તા. ૨-૧૦-૨૪ના સવારે ૧૦થી ૧૧.૩૦, પછી બરવિધી સ્થળ: એમ.એમ. પ્યુ પીલ્સ સ્કૂલ, ખાર-વેસ્ટ.

સંબંધિત લેખો

કચ્છી વિશા ઓશવાળ જૈન
નાની તુંબડીના જયેશ કોરશી બૌઆ (ઉં.વ. ૫૭) તા. ૨૭-૯-૨૪નાં રોજ એટલાન્ટા (યુ.એસ.એ.) મધ્યે અવસાન પામેલ છે. સ્વ. કેસરબેન કોરશીના સુપુત્ર. સુજાતાના પતિ. રીયા, સન્નાના પિતાશ્રી. સ્વ. મહેશ, ભાવેશ, પત્રીના શારદાબેનના ભાઇ. અલકા અભય ગોખલે (યુ.એસ.એ.)ના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભાવેશ બૌઆ, ૧૦૩, ટ્રીપોલી, સ્કાઇ લાઇન કો.ઓ.સો., વિદ્યાવિહાર (વે.).

નવીનાર હાલે હૈદ્રાબાદના નરેશ દામજી વોરા (ઉં.વ. ૭૩) તા. ૨૯-૯-૨૪ના અરિહંત શરણ પામ્યા છે. માતુશ્રી દમયંતીબેન દામજીના સુપુત્ર. નિલમબેનના પતિ. મયુર, સ્વ. તન્વીના પિતા. અમૃતલાલ, કાંતિલાલ, વસંતના ભાઈ. માતુશ્રી ભાણબાઈ વેલજી ઓભાયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મયુર વોરા, ૨૦૧/સી ડી.સી.આર. ફોરચ્યુન પ્રાઈમ, માધાપુર, હૈદ્રાબાદ-૫૦૦૦૮૧.

વડાલાના અમૃતબેન છેડા (ઉં.વ. ૮૧) તા. ૩૦/૯ના અવસાન પામેલ છે. સ્વ. મનસુખલાલ ઉમરશી ચના છેડાના પત્ની. વડાલા ભાણજી દેવજી સાવલાની સુપુત્રી. નીતા, નીશા, ફાલ્ગુનીના માતુશ્રી. વડાલા નાથાલાલ સાવલા, ગેલડા ભાનુબેન ભાણજી લાપસીયા, સમાઘોઘા સુષ્માબેન કાંતિલાલ સાવલા, લુણી હર્ષાબેન મણીલાલ સોનીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. નીતા રશ્મિકાંત વિસરીઆ- બી/૧૨૧, દત્તાણી ટાવર, કોરા કેન્દ્ર, ઓફ એસ. વી. રોડ, બોરીવલી (વે).

વાંઢ (ગજપુરી)ના કલ્યાણજી કાનજી શાહ/બોરીચા (ઉં.વ. ૮૬) તા. ૩૦-૯-૨૪ના અવસાન પામ્યા છે. માતુશ્રી પાનબાઈ કાનજી ભીમશીના સુપુત્ર. જયાબેનના પતિ. જયેશ, સરોજ, મમતા, સોનલના પિતાશ્રી. વાંઢના હંસરાજ કાનજી, દેવજી કાનજી, ડોણના રતનબેન હીરજીના ભાઈ. કોડાયના માતુશ્રી વેલબાઈ મુલજી નાનજી નંદુના જમાઈ. પ્રાર્થના: માટુંગા ક.શ્ર્વે.મૂ. જૈન સંઘ સં. : નારાણજી શામજી વાડી, ૧લે માળે, ટા. ૪ થી ૫.૩૦. વેલે પાર્કીંગ છે. નિવાસ : જે.કે. શાહ : ૫૦૧, આઈવરી ટાવર, ગોખલે રોડ સાઉથ, પ્રભાદેવી, મુંબઈ-૨૫.

નાગલપુરના રામજી નાનજી ગંગર (ઉં.વ. ૯૬) તા. ૨૯-૧૦-૨૪ના અવસાન પામેલ છે. ખીમઈબાઈ નાનજી વેલજીના પુત્ર. જમનાબેનના પતિ. કોકિલ, કિરણ, ધર્મેશ, ભારતીના પિતા. મગનલાલ, અમૃતલાલ, લાયજા ગંગાબેન વસનજી, કોડાય મણીબેન લક્ષ્મીચંદ, ત્રગડી ઝવેરબેન શામજી, નવાવાસ હેમલતા છોટાલાલ, મંજુલા જયંતિલાલના ભાઈ. લાયજા હીરબાઈ ખીમજી ભુલા છેડાના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ સ્વામીનારાયણ મંદિરની પાસે, દાદર (સે.રે.). ટા.૩ થી ૪.૩૦. નિ. રામજી ગંગર, ૪૦૨, ઈન્દર ટાવર, કે.જી. માર્ગ, ગોખલે રોડ (સાઉથ), દાદર (વે).

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button